SearchBrowseAboutContactDonate
Page Preview
Page 933
Loading...
Download File
Download File
Page Text
________________ પચસગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી ૮૯ અને જે આત્માને વધારેમાં વધારે કર્મપ્રદેશની સત્તા હોય તે ગુણિતકમાંશ આત્મા કહેવાય છે, 4. ૬૧. લઘુક્ષપક એટલે શું? તેમજ પ્રાયઃ ઉત્કૃષ્ટ પ્રદેશદય તેને જ કહેવાનું કારણ શું? લg=જલદી, ક્ષપક કર્મને ક્ષય કરનાર, અર્થાત આઠ વર્ષની વયે સર્વવિરતિને સ્વીકાર કરી અંતમુહૂર્તમાં જ ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામે. તે લઘુક્ષપક કહેવાય છે, તેમજ સંયમપ્રાપ્તિ પહેલાં નિર્જરા અલ્પ હોવાથી અને બંધ વધુ હોવાથી સત્તામાં પ્રદેશે ઘણું હોય છે. વળી અન્તર્મુહૂર્તમાં જ તેઓને ગુણશ્રેણિકત ઉદયદ્વારા ક્ષય કરવાનું હોવાથી તે આત્માને ઘણા પ્રદેશને ઉદય થાય છે. વળી તેને જ ઉત્કૃષ્ટ પ્રદેશદય કહેલ છે. પ્ર. ૬ર. ચિરક્ષપણ એટલે શું? ચિર-લાંબા કાળે. ક્ષપણા=કમને ક્ષય કરવો તે, એટલે કે પૂવડ વર્ષના આયુષ્યવાળે જે આત્મા ઘણુ કાળ પછી સંયમને સ્વીકાર કરે, વળી દીર્ઘકાળ સંયમ પાળી અલ્પ આયુષ્ય બાકી રહે ત્યારે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે. તે આત્માને કમને જે ક્ષય થાય છે, તે ચિરક્ષપણ કહેવાય છે. પ્ર. ૬૩. અગિયારમાંથી કેટલી અને કઈ કઈ ગુણણિઓ ઉદયદ્વારા સંપૂર્ણ ભેગવીને જ આત્મા કાળ કરી શકે? પરંતુ તે પહેલાં નહિ? ઉ. મહિલપક, ક્ષીણ મોહ, સાગિ અને અયોગિ એમ આ ચાર સંબંધી ગુણ – શ્રેણિઓ ઉદયદ્વારા સંપૂર્ણ ભેળવીને જ અયોગિના ચરમસમય બાદ કાળ ' કરે, પણ તે પહેલાં નહિ. શેષ સાત ગુણણિએ કાળ કરી અન્ય ભવમાં પણ ભગવે, પ્ર. ૬૪. પહેલે ગુણસ્થાને કેટલી ગુણશ્રેણિઓ પ્રાપ્ત થઈ શકે? ઉ, સમ્યક્ત્વ વગેરે સંબંધી પ્રથમની ત્રણ ગુણશ્રેણિઓ કરી શીવ્ર મિથ્યાત્વ પામનાર આત્માને ઉદયની અપેક્ષાએ પહેલે ગુણસ્થાનકે આ ત્રણ ગુણશ્રેણિઓ પ્રાપ્ત થઈ શકે છે. પ્ર. ૬૫. નરકાદિ ચાર ગતિમાં કેટલી અને કઈ કઈ ગુણિએ કરી શકે? નરક તથા દેવગતિમાં સમ્યફ સંબંધી તેમજ અનંતાનુબંધિની વિસાજના સંબંધી એમ બે, તિયચગતિમાં આ બે અને દેશવિરતિ સંબંધી એમ ત્રણ અને મનુષ્યગતિમાં અગિયાર અગિયાર ગુણશ્રણિઓ કરી શકે છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy