SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ પંચમહપ્રથમકાર રાખે છે, સામાન્યથી કર્મ સ્વરૂપે તે તુલ્ય છે. કારણ કે દ્વિચકમ સમયે તેની સ્વરૂપસત્તાને નાશ થાય છે, પરંતુ જેની અંદર સ્તિબુક સંક્રમવડે સંક્રમે છે તે રૂપે છેલ્લે સમયે તેની સત્તા હોય છે. ક્ષીણકષાય ગુણસ્થાનકને કાળ હજી પણ અંતમુહૂર્ત બાકી છે. અહિંથી આરંભી પૂર્વેત ઘાતિકની પ્રકૃતિમાં સ્થિતિવાતાદિ થતા નથી, શેષ કર્મોમાં થાય છે. નિદ્રાહિક હીન તે સેળ કર્મ પ્રકૃતિને ઉદય-ઉદીરણાવડે ભાગવતે ભાગવતે ત્યાં સુધી જાય કે તેઓની માત્ર સમયાધિક પ્રમાણુ સ્થિતિ શેષ રહે ત્યારપછીના સમયે ઉદીરણ પણ બંધ થાય, માત્ર ઉદયાવલિકાજ શેષ રહે, તેને ઉદય વડેજ અનુભવતે ક્ષીણમેહ ગુણસ્થાનકના કિચરમ સમય પર્યત જાય. કિચરમ સમયે નિદ્રાહિકને સવરૂપ સત્તાની અપેક્ષાએ ક્ષય થાય, અને ચૌદ પ્રકૃતિને ચરમ સમયે ક્ષય થાય. ત્યારપછીના સમયે ચારે ઘાતિ કમને સર્વથા ક્ષય થયે હોવાથી કેવલી થાય, સગિ કેવળિગુણસ્થાનક-એગ વીર્યપસ્પિદ એ પર્યાયવાચક શબ્દ છે. મન વચન અને કાયા વડે જેઓના વીર્યની પ્રવૃતિ થતી હોય તેઓ સગી કહેવાય છે. આ ગુણસ્થાનકે ઘાતિકના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન અને કેવળદર્શન હેય છે, પરંતુ તેઓને મન વચન અને કાયાવતે વીય પ્રવૃત્તિ હોવાથી તેઓ સગી કેવળી કહેવાય છે. તેમાં તે ભગવાનને કાગ વિહાર અને નિમેષ-ઉન્મેષાદિમાં પ્રવર્તે છે, વચનગ દેશનાદિ કાળે પ્રવર્તે છે, અને મારા મન પર્વવજ્ઞાની અથવા અનુત્તરસુરાદિવટે મનદ્વારાજ પૂછાયેલા પ્રશ્નોને જ્યારે મનવડેજ ઉત્તર આપે ત્યારે પ્રવર્તે છે. અન્ય ક્ષેત્રમાં રહેલા મના પર્વવજ્ઞાની અથવા અનુત્તર સુરાદિ જ્યારે મનદ્વારા પ્રશ્ન કરે ત્યારે પ્રભુ તે પ્રશ્નને કેવળજ્ઞાન દ્વારા જાણી તેને જે - જવાબ આપવાનું હોય, તેને અનુરૂપ મને વર્ગણ પરિમાવે છે. પરિણામ પામેલા તે મને વર્ગણાઓને મન પવિજ્ઞાની અથવા અવધિજ્ઞાની પિતાના જ્ઞાનવતે જુએ છે. જોઈને તે મનાવ. ગણાના આકારદ્વાશ અનુમાનવ અલેક કવરૂપ અથવા લાકરવરૂપ આદિ પૂછેલ બાહ્ય અને જાણે છે. કહ્યું છે કે-“બાહ્ય અર્થને અનુમાન દ્વારા જાણે છે. આ પ્રમાણે ગવાળા કેવળજ્ઞાની મહારાજ જે ગુણસ્થાન, તે સગી કેવળિ ગુણસ્થાન કહેવાય છે. અંતમુહૂર્ત આયુ બાકી રહે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન કરી મેક્ષમાં જાય, તેઓ આશ્રયી સાગિ કેવળિગુણસ્થાનકને જાન્યકાળ અંતમુહૂર્ત છે, અને પૂર્વ કેડી વર્ષના આયુવાળા ગર્ભમાં વાત માસ રહી જન્મથયા થયા પછી આઠ વરસની ઉમર થયા બાદ કેવળજ્ઞાન કેવળદશન ઉત્પન્ન કરે તેઓ આ દેશના પૂર્વ કેટી પ્રમાણ ઉત્કૃષ્ટ કાળ છે. તથા સઘળા સગિ કેવળિએ સમૃદુલાત કરતાં પહેલાં આજિકાકરણને આરંભ કરે છે. તેથી કેવળિસમુદઘાતની પ્રકિયા કહેવા ઈચ્છતા સમુદ્દઘાત શબ્દની વ્યાખ્યા કહેવા પૂર્વક આયોજિકારણનો અર્થ કહે છે તેમાં ૧ ભિન્ન ભિન્ન પદાર્થને વિચાર કરતી વખતે મને વગણના ભિન્ન ભિન્ન આકારે રચાય છે. મન:પર્યવજ્ઞાનીઓને તે આકારનું નિશ્ચિત જ્ઞાન હોય છે. એટલે કેવળી મહારાજની પરિણામ પામેલી મને વણધારા એવું અનુમાન કરે કે મનોવગણને અમુક જાતને આકાર થયે છે માટે પ્રભુએ મને અમુક ઉત્તર આપ્યા છે. આ પ્રમાણે અનુમાનધારા બાહ્ય અર્થને જાણે છે. અનુમાન કરવાનું કારણ મનપજ્ઞાની માત્ર અનેવગણને સાક્ષાત્કાર કરે છે, ચિંતનીય વિષયનો સાક્ષા.કાર કરતા નથી.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy