SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ હe .પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ (૧) ભાગ-વિભાગ પ્રમાણુ જગતમાં છુટા છુટા પરમાણુઓ પણ હોય છે અને દ્વિદેશી અંધથી યાવત્ અનંતાનંત પ્રદેશી ઔધ પણ હોય છે. પરંતુ તે દરેકને આત્મા કર્મ સ્વરૂપે ગ્રહણ કરતું નથી. માત્ર અગ્રહણ મોગ્ય ઉત્કૃષ્ટ વગણા પછી એકેક પરમાણુની વૃદ્ધિએ થાવત્ અનંતી જે કામણ વર્ગણાઓ છે તેને જ ગ્રહણ કરી આત્મા કર્મ સ્વરૂપે પરિગુમાવે છે અને તે જ કર્મ કહેવાય છે અગ્નિ પિતાની અંદર રહેલ બાળવા ચોગ્ય કાને જેમ બાળી શકે છે, પરંતુ દૂર રહેલ દ્રવ્યને બાળી શક્તા નથી, તેમ જીવ જે આકાશપ્રદેશમાં રહેલ હોય તે જ આકાશપ્રદેશમાં રહેલ કામણ વગણને પિતે યોગના અનુસાર એછી કે વધારે પ્રતિસમયે ગ્રહણ કરે છે અને કમપણે પરિણુમાવે છે. ' જીવના પ્રદેશે સાંકળના અવયની જેમ પરસ્પર જોડાયેલ હોવાથી અમુક આત્મપ્રદેશમાં રહેલ કામણવગણને તે ગ્રહણ કરે છે ત્યારે એ છે કે વધુ પ્રમાણમાં તે જીવના આઠ રૂચક પ્રદેશ સિવાયના સર્વ પ્રદેશમાં વીર્યવ્યાપાર થાય છે, તેથી તે કામ વગણને પિતાના આઠ રૂચક પ્રદેશ સિવાયના સવપ્રદેશોમાં ગ્રહણ કરી કર્મ રૂપે પરિણુમાવે છે, પરંતુ પિતાના અમુક પ્રદેશમાં રહેલ કામણગણાને અમુક પ્રદેશાથી જ ગ્રહણ કરી અમુક પ્રદેશમાં જ કમપણે પરિણુમાવે છે એવું નથી. છવ સમયે સમયે કર્મ ગ્રહણ કરે છે તે અપેક્ષાએ કર્મબંધની સાદિ અને પ્રવાહની દૃષ્ટિએ અનાદિ છે. એક જીવને એક સમયે પ્રવર્તમાન અધ્યવસાય એક હેવા છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિની અપેક્ષાએ તે અનેક પ્રકારની વિચિત્રતાવાળો હોય છે, તેથી એકેક સમયે ગ્રહણ કરાયેલ કર્મમાં પણ મૂળ તથા ઉત્તરની અપેક્ષાએ અનેક જાતના વિચિત્ર સ્વભાવ ઉત્પન્ન થાય છે અને તેથી જ એક સમયે એક જ અધ્યવસાયથી ગ્રહણ કરાયેલ કર્મના મૂળભેદની અપેક્ષાએ આઠ, સાત, છે અને એક ભેદ પડે છે. આયુષ્ય બંધાય ત્યારે આઠ, શેષકાલે સાત, સૂમસંપરા મોહનીય તથા આયુજ્યને બંધ હોવાથી છ અને ઉપશાંતમહાદિ ત્રણ ગુણસ્થાને માત્ર રોગપ્રત્યયિક એક વેદનીય કમને જ બંધ થતા હોવાથી એક જ ભાગ પડે છે. જે સમયે જેટલા કર્મ બંધાય તેટલા ભાગ પડે છે, પરંતુ તે દરેક ભાગ સમાન હોતા નથી. ત્યાં વેદનીય સિવાય જે કર્મની સ્થિતિ ઓછી હોય તે કર્મને છે અને જે કમરની સ્થિતિ વધારે હોય તે કર્મને વધારે એમ કર્મની સ્થિતિને અનુસારે તે તે કર્મને ભાગ મળે છે. તથાસ્વભાવે જ અલ્પ પુદ્ગલથી સુખ-દુઃખરૂપ વેદનીય કમપુદગલેને અનુભવ થતો નથી માટે વેદનીયને કર્મ પુદગલોને સવની અધિક ભાગ મળે છે તે આ પ્રમાણે–
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy