SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત. પશુ એ નામ લાગુ પડે, તેથી પૃથક્ કરવા માટે વીતરાગ વિશેષ મૂકેલું છે. વીતરાગ છદ્મસ્થ એટલેઈજ ગ્રહણ કરવામાં આવે તે અગીઆરમાં ગુણુસ્થાનને પણ તેમાં સમાવેશ થાય, તેથી ક્ષીણકષાય વિશેષજી મૂક્યુ છે. ક્ષીણુકષાય વીતરાગ છવસ્થ ત્યાનું જે ગુણસ્થાનક તે ક્ષીણુ કષાય વીતરાગ છદ્મસ્થ ગુણુસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનક જે ક્રમથી આત્મા પ્રાપ્ત કરે છે, તે ક્રમ શરૂઆતથી જણાવે છે ક્રમશઃ ચડતાં જે અધ્યવસાય દ્વારા આત્મા દર્શનમાહનીયના અને ત્યારપછી ચારિત્રમેહનીયને સથા ક્ષય કરે તે ક્ષક~ શ્રેણિ કહેવાય છે. તેના બે અંશ છે. ૧ ક્ષાવિકભાવનું સમ્યક્ત્વ, ૨ ક્ષાયિકલાવનું ચારિત્ર, તેમાંના પ્રથમ અશક્યાં અને કાણુ પ્રાપ્ત કરે? તે કહે છે-ક્ષપકણિના આરબ કરનાર મનુષ્યજ હોય છે. અને તે આઠ વરસથી અધિક આયુવાળા, પ્રથમ સૉંઘયણી, શુદ્ધ ધ્યાન યુક્ત મનવાળા અવિરતિસમ્યગ્દષ્ટિ દેશવિરતિ પ્રમત્ત કે અપ્રમત્તમાથી કાઈપશુ શુશુસ્થાનકે વમાન અને ક્ષાયે પશમસમ્યક્ત્વી હોય છે. કહ્યુ છે — અવિરતિસભ્યષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, કે અપ્રમત્ત સયત ગુણુસ્થાનકમાંના કોઈપણ ગુરુસ્થાનકે વત્ત માન નિળ ધ્યાન યુક્ત ચિત્તવાળા આત્મા ક્ષેપકશ્રેણિ પ્રાપ્ત કરે છે.' ૧ (ક્ષપકશ્રેણિના પ્રારંભક જે અપ્રમત્ત હોય અને તે પૂર્વધર હોય તે જીલધ્યાન યુક્ત હોય છે, અને પૂત્ર ધર ન હોય ના ધર્મધ્યાન યુક્ત હોય છે. ) ક્ષપકશ્રેણિ પર ચઢતા ઉપરોક્ત ચારમાથી કે ́પણું ગુણુસ્થાનકે વામાન આત્મા યથાપ્રવૃત્તાદિ ત્રણ મચ્છુ વડે પહેલા અનતાનુમધિ કષાયના નાશ કરે છે. ત્યારપછી અનુક્રમે મિથ્યાત્વમેહનીય, મિશ્રમેહનીય, અને સમ્યક્ત્વમેહનીયા ાય કરે છે. અન તાનુભધિની વિસચેાજના, અને નત્રિકની ક્ષપણુાનુ વિસ્તૃત સ્વરૂપ ઉપશમના કણમાં આચાય પેાતાની મેળેજ કહેશે, માટે અહિં તેના વિસ્તાર કરવામાં આવ્યો નથી ત્યાંથી જોઈ લેવુ. ક્ષપકોણિના પ્રારંભ કરનારા મહાયુ અને અમહાયુ એમ બે પ્રકારે છે. તેમાં જો અહ્વાયુ ક્ષપકશ્રેણિના મારભ કરે, અને અનંતાનુબધિને ક્ષય કર્યાં પછી મરણને સભવ હાવાથી વિરામ પામે તે, તે આત્મા કદાચિત્ મિથ્યાત્વમેહનીયના ઉદય થવાથી ફરી પણ અનતાનુધિ ખાંધે છે. કાણુ કે તેના બીજ રૂપ મિથ્યાસાહનીયના નાશ કર્યો નથી. પરંતુ અનતાનુધિને ક્ષય કર્યાં પછી ચઢતા પરિણામે જેણે મિથ્યાત્વમાઢનીયના પણ ક્ષય કર્યો છે, તે તેના ખીજભૂત મિથ્યાત્વના નાશ થયેલે હોવાથી ફરીવાર અનંતાનુખ ધિ આંધતા નથી. દર્શનસપ્તકના ક્ષય કર્યા બાદ જો મરણ પામે તે પતિત પરિણામે અવ શ્ય વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે, અને પતિત પરિણામને અનુસરી ચારે ગતિમાં જાય છે. કહ્યું છે કે-મહાયુષ્ક ક્ષાયિકસમ્યક્ત્વ ઉત્પન્ન કરવાના પ્રયત્ન કરે અને પહેલા કષાયના ૧ ૧ અનંતાનુબ"ષિના ક્ષય કર્યો પછી બધા મરણ પામે છે એમ નથી. તેમજ સઘળા મિથ્યાત્વમાહનીયના ક્ષય કરે છે એમ પણ નથી. આયુ પૂર્ણ થયું હ। તે મરણ પામે છે, મરણ પ્રાપ્ત ન કરે અને ચડતા પરિણામવાળા હોય તે મિથ્યાત્વને ક્ષય કરે છે. અન તાનુધિને ક્ષય કર્યાં બાદ આયુ પૂર્ણ થાય અને મરણ પામે તેા અવશ્ય વૈમાનિક દેવમાં જાય છે. પતિત પરિણામે ગમે તે ગતિમાં જાય છે. આયુ પૂર્ણ ન થયુ` હેય અને ચડતા પરિણામવાળા ન હેાય તે। મિથ્યાત્વમેહનીયને ક્ષય કરવા પ્રયત્ન કરતા નથી.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy