SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ વિસગ્રહ-પાંચમું દ્વાર ७१७ નારીને આત્મા ઉક્ત ત્રણ પ્રકૃતિઓની તેઓના બન્ધના અંત સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાને સ્વામિ છે. ટીકાતુ –તમસ્તમપ્રભા નામની સાતમી નરકને કઈ નારકી અતિશીવ્ર ત્યાં ઉત્પન્ન થયા પછી અંતમુહૂર્ત ગયા બાદ-પર્યાપ્ત થાય કે તરત જ સમ્યકત્વ પ્રાપ્ત કરીને તે સમ્યફવમાં દીર્ઘકાળ–અંતર્મુહૂર્વ ન્યૂન તેત્રીસ સાગરોપમ પર્યત રહે એટલે કે તેટલે કાળ સમ્યક્ત્વનું પાલન કરે અને તેટલે કાળ મનુષ્યદ્રિક અને વાષભનારાચ સંઘયણને બંધ વડે પુષ્ટ કરે. હવે તે સાતમી નરકને જીવ જે પછીના સમયે મિથ્યાત્વ પ્રાપ્ત કરશે બંધકાળના અંતભૂત તે સમયે એટલે કે ચેથા ગુણઠાણાના ચરમસમયે તેનારકીને મનુજદ્ધિક અને વાઋષભનારા સંઘયણની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ૧૬૪ वेछावटिचियाणं मोहस्सुवसामगस्स चउखुत्तो । सम्मधुवबारसण्हं खवर्गमि सबंधअंतम्सि ॥१६५।। द्वेषट्पष्टी चितानां मोहस्योपशमके चतुष्कृत्वः । सम्यक्त्वध्रुवद्वादशानां क्षपके स्ववन्धान्ते ॥१६५॥ અર્થ–બે છાસઠ સાગરોપમ પર્યત પુષ્ટ કરેલી ચાર વાર મોહનીયને ઉપશમાવી. ક્ષય કરનારને સમ્યક્ત્વ છતાં ધ્રુવબંધિ બાર પ્રકૃતિની પોતપોતાના બંધના અંત સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ટીકાનુ—મિશ્રગુણસ્થાનકને અંતમુહૂર્વકાળ અધિક બે છાસઠ-એક બત્રીસ સાગરોપમ પર્યત બંધ વડે અને અન્ય પ્રકૃતિના સંક્રમ વડે પુષ્ટ કરેલી સમ્યકત્વ છતાં જેઓને અવશ્ય બંધ થાય છે તે–પંચેન્દ્રિયજાતિ, સમચતુરસસંસ્થાન, પરાઘાત, ઉદ્ઘાસ, પ્રશસ્ત વિહાગતિ, ત્રાસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક સુસ્વર, સુભગ અને આદેયરૂપ બાર પ્રકૃતિએની ચાર વાર મોહનીયને ઉપશમાવી ત્યારપછી મેહનીયન ક્ષય કરવા માટે ઉદ્યમવત થયેલા આત્માને તિપિતાના બંધના અંતસમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ૧ સાતમી નારકીમાં જનાર છ સમ્યકતવ વમીને જ જાય છે અને નવું સમત્વ પર્યાપ્તાવસ્થામાં જ ઉત્પન્ન થાય છે માટે જન્મ પછી અલહંત ગયા બાદ સમાવ ઉત્પન્ન કરવાનું કહ્યું. અતસ્d જૂન તેત્રીસ સાગરોપમ પર્યત તેઓને સમ્યક્ત્વ ટકી શકે છે અને તેમાં નિરંતર ઉક્ત ત્રણ પ્રકૃતિને બધ તેઓ કરે છે માટે તે જીવ ફક્ત ત્રણ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી લીધા છે. કદાચ અહિ કા થાય કે અનુત્તર દેવ પૂર્ણ તેત્રીસ સાગરેપમ પર ઉક્ત પ્રકૃતિઓ નિરંતર બાંધે છે તે તેને તેની ઉભઇ સત્તાના અધિકારી કેમ ન લીધા? તેના ઉત્તરમાં સમજવું કે અનુત્તર દેવે કરતાં નારકીને ગ ઘણું વધારે છે એટલે તેઓ ઘણું દલિકે ગ્રહણ કરી ઉક્ત પ્રકૃતિએને પુષ્ટ કરી શકે છે માટે તે લીધા છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy