SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ પથસંગ્રહ-પાંચમું કાર ૭૫૧ આ પ્રમાણે સત્તામાં સ્થિતિસ્થાનકના ભેદનું ઉપદર્શન કર્યુંહવે અનુભાગની સત્તાને વિચાર કરવા માટે કહે છે– संकमतुलं अनुभागसंतयं नवरि देसघाईणं । हासाईरहियाणं जहन्नयं एगठाणं तु ॥१४९॥ संक्रमतुल्यमनुभागसत्कर्म नवरं देशघातिनीनाम् । हास्यादिरहितानां जघन्यमेकस्थानकं तु ॥१४९॥ અર્ધ–અનુભાગના સંકમ તુલ્ય અનુભાગની સત્તા સમજવી. માત્ર હાસ્યાદિ રહિત દેશઘાતિ પ્રકૃતિએનો જઘન્ય અનુભાગ એક સ્થાન સમજ. ટીકાનુo–આગળ ઉપર સંક્રમકરણમાં જેનું સ્વરૂપ કહેવામાં આવશે તે અનુભાગના સંકમની જેમ અનુભાગની સત્તા સમજવી. એટલે કે અનુભાગસંક્રમની અંદર જેવી રીતે એક સ્થાનકાદિ સ્થાને, ઘાતિ, અઘાતિપા, સાદિ વિગેરે ભાંગાઓ અને જઘન્ય ઉત્કૃષ્ટ અનુભાગ સંકમના સ્વામિ કહેવાશે તે રીતે અહિં પણ અનુભાગની સત્તાના વિષયમાં સ્થાન, ઘાતિ, અઘાતિપાવિગેરે કહેવું માત્ર આટલું વિશેષ છે-હાસ્યાદિ છ પ્રકૃતિ વર્જિત બાકીની મતિ કૃત અવધિ જ્ઞાનાવરણ, ચક્ષુ અચ અવધિદર્શનાવરણ, સંજવલન ચતુષ્ક, ત્રણ વેદ અને અંતરાયપંચક એ અટાર દેશઘાતિની પ્રકૃતિઓની જઘન્યસત્તા સ્થાન આશ્રયી એક સ્થાનક અને ઘાતિત્વ આશ્રયી દેવાતિ સમજવી. એટલે કે એ અઢાર પ્રકતિઓની દેશઘાતી અને એક સ્થાનક રસની જઘન્ય સત્તા હેય છે. બાકીનું બધું અનુભાગસંક્રમની જેમ સમજવું. ૧૪૯ કરે મન પર્વવજ્ઞાન માટે વિશેષ કહે છે– मणनाणे दुधाणं देसघाइ य सामिणो खवगा । अंतिमसमये सम्मत्तवेयखीणंतलोभाणं ॥१५०॥ मनोबाने द्विस्थानं देशवाति च स्वामिनः क्षपकाः । अन्तिमसमये सम्यक्त्ववेदक्षीणान्तलोभानाम् ॥१५०॥ અર્થ–મન પર્યાવજ્ઞાનાવરણનું જઘન્ય અનુભાગ સત્કર્મ સ્થાન આશથી બે સ્થાનક અને ઘાતિત્વ આશ્રયી દેશઘાતી સમજવું. તથા સમ્યકત્વમેહનીય, ત્રણ વેદ, ક્ષીણમાહગુણસ્થાને નષ્ટ થનારી પ્રકૃતિ અને સંજવલન લેભ, એ પ્રકૃતિઓનું જઘન્ય અનુભાગ સકમ પિતાપિતાના અંતિમ સમયે સમજવું. તેના સ્વામિ ક્ષપક જાણવા.. ટીકાનુ–મન:પર્યવજ્ઞાનાવરણની સ્થાન આશ્રયી બે સ્થાનીક રસની અને ઘાતિત્વ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy