SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ પચસગ્રહ-પાંચમું તાર નિદ્રાને ઉદય જ હોતો નથી. તથા નરકદ્ધિકને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્થશે કે મનુષ્ય. કરે છે તેઓને કંઈ નરકટ્રિકને ઉદય હેતે નથી અને શેષ તેર કર્યપ્રકૃતિઓને ઉઠ્ઠ. સ્થિતિબંધ યથાયોગ્ય રીતે દેવે કે નારકીઓ કરે છે, તેઓને તેમાંની એક પણ પ્રકતિને ઉદય હોતું નથી માટે તે વીશ પ્રકૃતિએ અનુદયબસ્કૃષ્ટ કહેવાય છે. આ અનુયબ૯ષ્ટ વીશ પ્રકૃતિઓને જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે એક સમય ચૂત તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે. તે આ પ્રમાણે– આ પ્રકૃતિએને, જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે છે કે અબાધાકાળમાં પૂર્વનું બંધાયેલું દલિક કે જેનો અબાધાકાળ વીતી ગયા છે, તે સત્તામાં છે તે પણ જે સમયે તેઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે તે ઉદયપ્રાપ્ત પ્રથમ સ્થિતિને ઉદયવતી સ્વજાતીય પ્રકૃતિમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમાવે છે માટે સમયમાત્ર તે પ્રથમ સ્થિતિ વડે જૂન જે સર્વોત્કૃષ્ટ સ્થિતિ તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે. તાત્પર્ય એ કે-ઉદય છતાં બધિત્કૃષ્ટ પ્રકૃતિઓને જે ઉત્કૃષ્ટ સ્થિતિમાં તે જ પૂર્ણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે અને અનુદય બંધત્કૃષ્ટ પ્રકૃતિએની એક સમય ‘સૂન જે ઉ&ષ્ટ સ્થિતિ તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે. ઉદયવતી અને અકુદયવતીની સત્તામાં એક સમયને ફરક છે. કારણ કે ઉદયવતી પ્રકૃતિનું ઉદયપ્રાપ્ત દલિક સ્તિબુકસકમ વડે અન્યત્ર સંક્રમિત નથી અને અનુદયવતીનું સંક્રમે છે. ૧૪૪ उदसंकमउकोसाण आगमो सालिगो भवे जेट्रो । संतं अणुदयसंकमउकोसाणं तु समउणो ॥१४॥ उदयसंक्रमोत्कृष्टानामागमः सावलिकः भवेज्ज्येष्ठम् । सदनुदयसंक्रमोत्कृष्टानां तु समयोनम् ॥१४५॥ અર્થ–દયસંકષ્ટ પ્રકૃતિઓની તેમાં જેટલું આગમ થાય, તેને આવલિકા સહિત કરીએ તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે અને અનુદયસંકષ્ટ પ્રકૃતિએની તેનાથી એક સમય ન્યૂન છે. ટકાન-જયારે ઉદય હોય ત્યારે સંક્રમ દ્વારા જેઓની ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા થાય તે ઉદય સંક્રમિત્કૃષ્ટ પ્રકૃતિ કહેવાય. તે પ્રકૃતિએ આ પ્રમાણે છે મનજગતિ, સાતવેદનીય, સમ્યકત્વમોહનીય, સ્થિર, શુભ, સુભગ, સુવર, આદેય, યશકીર્તિ, નવ કષાય, પ્રશસ્તવિહાયોગતિ, પ્રથમ સંઘયણપચક, પ્રથમ સંસ્થાનપંચક અને ઉચ્ચત્ર. ઉપર એ પ્રકૃતિએને જ્યારે ઉદય હોય ત્યારે તેમાં સ્વજાતીય અન્ય પ્રકતિની સ્થિતિના સંક્રમ વડે એ આવલિકા ન્યૂન સ્થિતિને જે આગમ-સંક્રમ થાય
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy