SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ 9૧ર પંચસંહ પાંચમું હાર તેમાં સાગિ કેવળીને જે જે પ્રકૃતિને ઉદયવિચ્છેદ થાય છે તે ઔદારિક સપ્તક, તેજસકામણ સપ્તક, સંસ્થાન પક, પ્રથમ સંઘયણ, વર્ણાદિ વીશ, પરાઘાતઉપઘાત, અગુરુલઘુ, પ્રશસ્ત અપ્રશસ્ત વિહાયોગતિ, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ અને નિમણુરૂપ બાવન પ્રકૃતિને ગુણિતકમશ સગિકેવળી ભગવાનને સોગિકેવળી ગુણસ્થાનકના ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેશદય હેય છે. તથા સુસ્વર હૃસ્વરને સ્વરના નિરાધકાળે અને ઉચ્છવાસ નામકને ઉચ્છવાસના નિરાધકાને ઉત્કૃષ્ટ પ્રદેશેાદય હોય છે. સ્વર અને ઉચ્છવાસને રાધ કરતા જે સમયે છેલ્લે ઉદય હોય, તે સમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય સંભવે છે. અગિકેવળીને જે પ્રકૃતિને ઉદયવિચ્છેદ થાય છે તે અન્યતર વેદનીય, મનુષ્યગતિ, મનુષ્કાય, પંચેન્દ્રિય જાતિ, રસ, આદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ, તીર્થકર અને ઉચ્ચગોત્રરૂપ બાર પ્રકૃતિએને ગુણિતકર્મીશ અગિકેવળીને ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે. ૧૧૧ पढमगुणसेढिसीसे निदापयलाण कुण उवसंतो । देवत्तं झत्ति गओ वेवियसुरदुग स एव ॥११॥ प्रथमगुणश्रेणिशिरसि निद्राप्रचलयोः करोत्युपशान्तः । देवत्वं झटिति गतः वैक्रियसुरद्विकस्य स एव ॥११२॥ અર્થ–પ્રથમ ગુણ શ્રેણિતા શિરે વર્તમાન ઉપશાંત કષાય આત્મા નિદ્રા અને પ્રચલાને ઉત્કૃષ્ટ પ્રદેશદય કરે છે. તથા દેવપણને શીવ્ર પ્રાપ્ત થયેલ તે જ આત્મા વૈયિસપ્તક અને સુરદ્ધિકને ઉત્કૃષ્ટ પ્રદેશોદય કરે છે. ચકાસુ–પિતાની પ્રથમ ગુણશ્રેણિના શિરે વતે ગુણિતકમાંશ ઉપશાંત. ૧ ગુણશ્રેણિ એટલે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોતર સમયમાં અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે જે દળરચના થાય છે તે. તે રચના અંતમુહૂર્તના સમય પ્રમાણ સ્થાનકમાં થાય છે. પહેલે સમયે જે દલિ ઉપરના સ્થાનમાંથી ઉતારે તેમાંના ઉદય સમયમાં ચેડા, પછીના સ્થાનકમાં અસંખ્યાતગુણા, તેનાથી પછીના સ્થાનકમાં અસંખ્યાતગુણ, કાવત અતd પ્રમાણુ ગુણણિના છેલ્લા સમયમાં અસખ્યાતગુણ ગાઠવે છે. બીજે સમયે ઉપરના સ્થાનમાંથી પૂર્વ સમયથી અસંખ્યાતગુણ દલિક ઉતારે છે તેને પણ ઉદય સમયથી આરંભી અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે ગોઠવે છે એમ ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાત ગુણાકાર ઉતારે છે અને ઉદય સમયથી આર ભી ઉત્તરોત્તર સ્થાનમાં અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે ગોઠવે છે. અહિં એટલું સમજવાનું કે નીચે નીચેના સ્થાનો ભોગવાઇને દૂર થાય એટલે શેષ શેષ સ્થાનકમાં રચના થાય પરંતુ ઉપર સ્થાન વધતા નથી. દાખલા તરીકે પહેલે સમયે ઉતારેલા દલિની ઉદય સમયથી આરંભી પાંચ હજાર સ્થાનમાં ગુણોણિ દ્વારા રચના થઈ તે બીજે સમયે ઓગણપચાસસે નવાણું સ્થાનકમાં રચના થાય. એ પ્રમાણે એક એક ન્યૂઃ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy