________________
૬૫૪
પંચસંગ્રહ-પાંચમું દ્વાર જઘન્ય સ્થિતિ એ પહેલું સ્થિતિસ્થાન, સમયાધિક જઘન્ય સ્થિતિ એ બીજું સ્થિતિસ્થાન, બે સમયાધિક જઘન્ય સ્થિતિ એ ત્રીજું સ્થિતિસ્થાન, એ પ્રમાણે સમય સમય. અધિક કરતા ત્યાં સુધી કહેવું કે ઉત્કૃષ્ટ સ્થિતિ એ છેલ્લું સ્થિતિસ્થાન કહેવાય. આ રીતે અસંથાતા સ્થિતિવિશે થાય છે. તે સ્થિતિ વિશે પ્રકૃતિના ભેદેથી અસં.
યાતગુણું છે. કારણ કે દરેક પ્રકૃતિના ભેદે અસંથાતા સ્થિતિ વિશે ઘટે છે, એટલે. કે એક એક પ્રકૃતિને ભેદ બાંધતા અસંય સ્થિતિવિશે બંધાય છે. એક જ પ્રશ્ન તિના ભેદને કેઈક જીવ કેઈ સ્થિતિ વિશેષ વડે બાંધે છે, તે જ પ્રકૃતિના ભેદને તે જ કે અન્ય જીવ અન્ય સ્થિતિ વિશેષ વડે બાંધી શકે છે.
તેનાથી પણ સ્થિતિબંધમાં હેતુભૂત અધ્યવસાયે અસંખ્યાતગુણા છે. કારણ કે એક એક સ્થિતિસ્થાનને બંધ થતા તેના હેતુભૂત અધ્યવસાયે અનેક જીવોની અપેક્ષાએ અસંખ્યાત લોકાકાશ પ્રદેશપ્રમાણ કેવલજ્ઞાની મહારાજે જોયા છે.
તેનાથી પણ રસબંધમાં હેતુભૂત અધ્યવસાયે અસંખ્યાતગુણા છે. અહિં સ્થાન શબ્દ આશ્રય વાચક છે, જેમકે આ મારું સ્થાન છે, એટલે કે આ મારે આશય છે. એટલે અહિં તાત્પર્ય આ પ્રમાણે છે–અનુભાગબંધના આશ્રયરૂપ-હેતુરૂપ કષાદયમિશ્ર. લેશ્યાજન્ય જે જીવના પરિણામ વિશેષ કે જેઓ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આઠ સમય રહેનાર હોય છે તે પરિણામે સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયથી અસં. ખ્યાતગુણ છે. કારણ કે સ્થિતિબંધના હેતુભૂત એક એક અધ્યવસાયમાં તીવ્ર અને મંદાદિ ભેદરૂપ કૃષ્ણાદિ લેશ્યાના પરિણામો કે જે અનુભાગબંધમાં હેતુ છે તે અસં. ખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ હોય છે. માટે સ્થિતિબંધના હેતુભૂત અધ્યવસાયેથી રસબંધના હેતુભૂત અધ્યવસાયે અસંખ્યાતગુણા કહ્યા છે.
તેનાથી પણ કઈ પણ વિવણિત એક સમયે એક અધ્યવસાયથી ગ્રહણ કરાયેલ. કમંદલિકના પરમાણુઓ અનતગુણ છે. કારણ કે એક એક વર્ગણામાં અભવ્યથી અનંતગુણ પરમાણુઓ હોય છે. તથા તેનાથી એક અધ્યવસાયથી ગ્રહણ કરાયેલ કર્મદલિકમાં રસાવિભાગપરિચ્છેદો એટલે રસાળુઓ અનતગુણા છે. કારણ કે એક એક પરમાણમાં સર્વછાથી અનંતગુણ રસાણુઓ હોય છે. આ પ્રમાણે અલ્પબદુત્વ કહ્યું. ૭૫-૭૬
આ પ્રમાણે રસબંધનું સ્વરૂપ કહ્યું. હવે કમ પ્રાપ્ત પ્રદેશબંધનું સ્વરૂપ કહેવું જોઈએ. તેમાં ત્રણ અનુયાગદ્વાર છે. તે આ-ભાગવિભાગ પ્રમાણ, સાદ્યાદિપ્રરૂપણ અને સ્વામિત્વપ્રરૂપણ. તેમાં ભાગવિભાગમરૂપણને કહેવા ઈચ્છતા પહેલા જે આકાશપ્રદેશ ઉપર રહેલી કવણાઓને જેવી રીતે જીવ ગ્રહણ કરે છે તે કહે છે
एगपएसोगाढे सव्वपएसेहिं कम्मणो जोगे । जीवो पोग्गलदव्वे गिण्हइ साई अणाई वा ॥७७||