________________
પ૭ર
પંચસંગ્રહ-પાંચમું હાર
ટીકાનુ—મૂળ અને ઉત્તર પ્રકૃતિઓને ઓછામાં ઓછો બંધ ઉપશાંતમૂહ ગુણકાણે થાય છે. કેમ કે ઉપશાંતમહ ગુણઠાણે મૂળ પ્રકૃતિ અથવા ઉત્તર પ્રકૃતિ આશ્રયી એક સાતવેદનીયરૂપ પ્રકૃતિને જ બંધ થાય છે અને તે એક પ્રકૃતિને બંધ પ્રકૃતિઅંધ આશથી જઘન્ય કહેવાય છે.
અહિં સ્થિતિબંધાદિને આશ્રયી અજઘન્યાદિ વિચાર ઈષ્ટ નથી જેથી જધન્ય સ્થિતિ આદિને બંધ તે જઘન્ય બંધ એમ કહેવાય. અહિં તે માત્ર પ્રતિબંધ આશ્રયી વિચાર કરવો એ જ ઈષ્ટ છે. સ્થિતિબંધ આશ્રયી આગળ કહેશે. તેથી જે અલ્પમાં અલ્પ પ્રકૃતિને બંધ તે જઘન્ય બંધ કહેવાય. માટે જ એક પ્રકૃતિને બંધ જઘન્યબંધ કહેવાય છે.
અહિં ગાથામાં ઉપશાંત શબ્દનું ગ્રહણ ઉપલક્ષણ છે. તેથી ક્ષીણમેહ અને સગિ કેવળી ગુણસ્થાનકે પણ જઘન્ય પ્રકૃતિબંધ સમજ. માત્ર ઉપશાંતામહ ગુણકાણેથી પ્રતિપાત થાય છે અને ક્ષીણમહાદિ ગુણઠાણેથી થતું નથી, પડે ત્યારે અજઘન્ય આદિ ભાંગાને સંભવ થાય છે, માટે મુખ્ય વૃત્તિએ ઉપશાંત મેહનું ગ્રહણ કર્યું છે.
તે ગુણસ્થાનકેથી પડવાથી અજઘન્ય બંધ થાય છે. કારણ કે અગીઆરમેથી દશમા આદિ ગુણઠાણે આવે ત્યારે મૂળકર્મ આશ્રયી છ અને ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી સત્તર આદિ પ્રકૃતિઓના બંધને સંભવ છે.
મિશ્રાદષ્ટિ સંસિને ઉત્કૃષ્ટ પ્રકૃતિબંધ થાય છે. કારણ કે તેને મૂળ આઠે કર્મના અને ઉત્તર ચુમેતેર પ્રકૃતિએને બંધ થઈ શકે છે.
હવે તે ઉષ્ટ બાંધી ત્યાંથી પડતા જે અલ્પ અલ્પ મૂળ અથવા ઉત્તર પ્રકૃતિએને બંધ થાય તે બંધ અનુત્કૃષ્ટ કહેવાય. એને ગાથામાં નથી કહ્યો છતાં સામથી જાણી શકાય છે.
અહિં સારિવાદિ ભંગની વૈજના સુગમ હોવાથી પિતાની મેળે કરવી. તે આ પ્રમાણે મૂળ અથવા ઉત્તર પ્રકૃતિના જઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુષ્ટ બંધ કઈ વખતે થતા હોવાથી સાદિ અને સાત ભાગે સમજવા. માત્ર અજઘન્યબંધ સાદિ અનાદિ ધવ અને આંધ્રુવ એમ ચાર ભાગે છે. તેમાં ઉપશાંતમોહ ગુણસ્થાનકથી પડે અને અજઘન્ય બંધ કરે ત્યારે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત નથી કર્યું તેઓને અનાદિ, અભવ્યને હમેશા અજઘન્ય બંધ થતા હોવાથી ધ્રુવ અને ભવ્યને અમુક કાળે વિચ્છેદ થવાનો સંભવ હોવાથી અધુર છે. ૨૬
આ પ્રમાણે મૂળ અથવા ઉત્તર પ્રકૃતિ આશ્રયી જ્યાં જે જધન્ય આદિ સંભવે ૧ એન્દ્રિયાદિ પણ આઠ મૂળ અને ચુમ્મર ઉત્તરપ્રકૃતિ સ્વરૂપ ઉત્કૃષ્ટ પ્રતિબંધ કરે છે. છતાં અહિં મૂળ ગાથા ટીકામાં સત્તી કેમ જણાવ્યા? તે વિચારણીય છે.