SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ– પાંચમું કાર પ૩૧ અથ–સઘળી મૂળ કર્મપ્રકૃતિઓને અબંધક થઈને તેઓને ફરી બાંધતો નથી માટે અહિં મૂળ કર્મપ્રકૃતિઓમાં અવક્તવ્ય બંધ ઘટતો નથી. ૧૩ હવે બંધની જેમ ઉદય, ઉદીરણા અને સત્તાસ્થામાં પણ ભૂયસ્કારાદિને કહેવા ઈચ્છતા આ ગાથા કહે છે– भूओगारप्पयरगअव्वत्तअवट्रिया जहा बंधे । उदए उदीरणाए संते जहसंभवं नेया ॥१४॥ भूयस्काराल्पतरावक्तव्यावस्थिता यथा बन्धे । उदये उदीरणायां सचायां यथासंभव ज्ञेयाः ॥१४॥ અઈ–ઉદય ઉદીરણા અને સત્તામાં ભૂયસ્કાર, અલપતર, અવસ્થિત અને અવતવ્ય જેમ બધુમાં કહ્યા છે તેમ યથાસંભવ જાણવા. ટીકાનુo–જેમ બ ધમાં મૂળકર્મને આશ્રયી ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત અને અવકતવ્ય કહ્યા છે તેમ ઉદય, ઉદીરણા અને સત્તામાં પણ જેમ સંભવે તેમ જાણવા. અતિ સંક્ષેપમાં કહેલી આ હકીક્તને વિશેષ વિચારે છે– મૂળ પ્રકૃતિનાં ત્રણ ઉદયસ્થાનક છે. તે આ પ્રમાણે–આઠ, સાત અને ચાર પહેલા ગુણસ્થાનકથી દશમા ગુણસ્થાનપર્યત આઠે કમને ઉદય હોય છે. મેહનીયવિના અગીઆરમે અને બારમે સાત કર્મને, ઘાતિ કર્મ વિના તેરમે અને ચૌદમે ગુણસ્થાનકે ચાર કર્મને ઉદય હોય છે. અહિં ભૂયસ્કાર એક છે, તે આ પ્રમાણે-ઉપશાંતમહ ગુણસ્થાનકે સાત વેદક થઈ ત્યાંથી પડે ત્યારે ફરી પણ આઠને વેદક થાય છે. ચાર વેદક થઈને સાત કે આઠ કમને વેદક થતું નથી. કારણ કે ચારને વેદક સાગિ અવસ્થામાં હોય છે ત્યાંથી પ્રતિપાત થતા નથી માટે અહિં એકજ ભૂયરકાર ઘટે છે. અહપતર બે છે તે આ–આઠના ઉદયસ્થાનેથી અગીઆરમાં કે બારમાં ગુણસ્થાનકે સાતના ઉદયસ્થાને, અને સાતના ઉદયસ્થાનેથી તેરમે ગુણસ્થાનકે જાય ત્યારે ચારના ઉદય સ્થાને જાય છે, માટે અલ્પતર બે ઘટે છે. અવસ્થિત ત્રણ છે. ત્રણે ઉદયસ્થાનકે અમુક કાળ પર્યત ઉદયમાં હોય છે. તેમાં આઠને ઉદય અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિસાંત અને અગીઆરમે ગુણસ્થાનકેથી પડેલાને દેશના અર્ધ પુદગલ પરાવર્તન પર્યત હોય છે. સાતને ઉદય અંતમુહૂત પર્યત હોય છે, અને ચારને ઉદય દેશના પૂર્વકેટિ પર્વત હોય છે. મૂળકર્મના ઉદયસ્થાનમાં અવક્તવ્ય ઘટતો નથી. કારણ કે સઘળા કમને અવે
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy