SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ પંચસંગ્રહ-ચતુર્થ દ્વાર-સારસંગ્રહ સ્થાને રહેવું અથવા સિંહાદિ હિંસક પશુઓના ભયંકર સ્થાનમાં કાયોત્સર્ગાદિ કરતાં આવી પડતા ચારે પ્રકારના ઉપસર્ગોને સમભાવે સહન કરવા તે નિષદ્યા પરિપહવિજય છે. મહાન તપસ્વી તથા જ્ઞાની એવા પણ મુનિરાજ દીનતા અને લાનિ વિના વસ્ત્ર, પાત્ર, આહારદિ આવશ્યક વસ્તુઓની યાચના કરતાં લઘુતાજન્ય અભિમાનને સહન કરે તે યાચનાપરિષહવિજય. કોંધાનલને ઉપજાવનાર અનેક પ્રકારનાં આક્ષેપ વચને સાંભળે અને તેને પ્રતીકાર કરવાની પોતાનામાં શક્તિ હોય છતાંય “ધ એ કમબંધનું કારણ છે” એમ સમજી પિતાના હૃદયમાં લેશમાત્ર પણ કેધને અવકાશ ન આપતાં જે ક્ષમા ધારણ કરવી તે આશિપરિષહવિજય. વસતિમાં કે વિહારાદિમાં અરતિનાં નિમિત્તા પ્રાપ્ત થાય તે પણ તેના કટુવિપાકને યાદ કરી અરતિ ન થવા દે તે અરતિપરિષહવિજય. એકાન્ત સ્થળે હાવભાવાદથી યુક્ત અપ્સરા સમાન સ્ત્રીઓ કામબાણને કે અથવા ભાગની પ્રાર્થના કરે તે પણ “ભોગ એ દુર્ગતિનું કારણ છે, બહારથી મને હર દેખાવા છતાં આ સ્ત્રીઓ મળ-મૂત્રાદિને પિંડ જ છે” ઈત્યાદિ વિચાર દ્વારા મનમાં લેશમાત્ર પણ વિકાર ન થવા દે સ્ત્રીપરિષહવિજય છે. અલ્પ મૂલ્યવાળાં, જીર્ણ અથવા લેકઢિથી ભિન્ન રીતે નિર્મમત્વપણે માત્ર સંયમની રક્ષા માટે વસે ધારણ કરે, પરંતુ ઘણાં મૂલ્યવાળાં અથવા લેકવ્યવહાર પ્રમાણે મમત્વથી કઈ પણ વસ્ત્રને ઉપયોગ ન કરે તે અલકપરિષહવિજય કહેવાય, વ્યવહારમાં જેમ ઘણાં કપડાં હોવા છતાં અવશ્વ મસ્તકે વીંટી નદી પાર કરનાર મનુષ્ય નક્ષપણે નદી પાર કરી એમ કહેવાય છે અથવા “કઈ માણસ દરજીને કહે કે હું નગ્ન કરું છું માટે જલદી કપડાં આપ” એવો પ્રયોગ કરાય છે તેમ અહિં પણ જીર્ણ, અલ્પ મૂલ્યવાળાં, અથવા અન્ય રીતે ધારણ કરેલ વ હોવા છતાં પણ તે અલક કહેવાય છે. દિગંબર–આ રીતે તે અલકપણું ઉપચરિત થયું, જેમ ઉપચરિત ગાય દૂધ ન આપી શકે તેમ ઉપચરિત પરિષહને જય પણ મેક્ષ કેમ આપી શકે ? આચાર્ય -આ રીતે અલકપણું ઉપચરિત માને તે તમારા મતે પણ કલ્પનીય આહાર વાપરનારા છદ્યસ્થ ભગવંતને પણ સુધા પરિષહને વિજય ઉપચરિત જ કહે વાય અને તેથી ઉપચરિત સુધાપરિષહને વિજય માલાકિ અર્થક્રિયા ન જ કરી શકે દિગંબર–જે એમ માનીએ તે વૃદ્ધ અને બેડોળ સ્ત્રીના ભોગમાં પણ સ્ત્રી પરિવહને વિજય કેમ ન કહેવાય?
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy