SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૧ પંચસંગ્રહ-ચતુર્થદ્વાર-સાર સંગ્રહે કારણની વિદ્યમાનતામાં કાર્યની વિદ્યમાનતા તે અન્વય અને કારણના અભાવમાં કાર્યને અભાવ તે વ્યતિરેક કહેવાય છે. તિર્યચત્રિક. દર્ભાગ્યવિક, થીણુદ્વિત્રિક, ચાર અનતાનુબંધી તથા અપ્રત્યાખ્યાનીય, પ્રથમનાં પાંચ સંઘયણ, મધ્યનાં ચાર સંસ્થાન, સીવેદ, નીચગોત્ર, અશુભવિહાગતિ, ઉદ્યોત, મનુષ્યત્રિક અને ઔદારિકટ્રિક આ પાંત્રીસ પ્રકૃતિઓને અવય વ્યતિરેકવડે અવિરતિ મુખ્ય હેતુ છે. સાતવેદનીય સિવાય શેપ અડસઠ પ્રકૃતિએને કપાય મુખ્ય હેતુ છે અને સાતવેદનીયને ચાગ મુખ્ય હેતુ છે. તીર્થકર અને આહારકદ્ધિકના બંધમાં કેવળ કષાય કારણ નથી પરંતુ સમ્યક્ત્વ અને અપ્રમત્તચારિત્રવિશિષ્ટ તથા પ્રકારના પ્રતિનિયત કષાયવિશે જ કારણ છે, વળી જિનનામના કારણભૂત તેવા કષાયવિશે ચોથાથી અને આહારકટ્રિકના કારણભૂત કષાયવિશેષે અપ્રમત્તથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી જ ઘટી શકે છે. અનાદિ અનંત સંસારમાં અનેક પ્રકારનાં દુખેથી અત્યંત પીડાતા પ્રાણીઓને જોઈને પરોપકારી, પરાયસની એવા જે મહાત્માએ પ્રવચનવડે એ સમસ્ત અને ઉદ્ધાર કરવાની ભાવના ભાવે અને તેવા પ્રકારને પુરુષાર્થ પણ કરે તે મહાત્માએ તીર્થકર નામકમને બધ કરે છે. પિતાના જ કુટુંબીઓને તારવાની ભાવનાપૂર્વકને જેઓ પ્રયત્ન કરે છે તે મહાત્માઓ ગણધર લબ્ધિ પ્રાપ્ત કરે છે અને જેઓ પિતાનું જ કલ્યાણ કરવા વિચાર અને પ્રયત્ન કરે તે મુંડકેવલિ થાય છે. આ હેતુઓથી ચાર પ્રકારે બંધ થાય છે. તેમાં પ્રકૃતિ અને પ્રદેશમાં ગથી તેમજ સ્થિતિ તથા રસબ ધ કષાયથી થાય છે. તેમાં સ્થિતિબંધ કેવળ કલાચથી અને રસબધ વેશ્યાસહકૃત કષાયથી થાય છે, અહિં મિથ્યાત્વ તથા અવિરતિ અધહેતુને કષાયની અન્તર્ગત ગણી માત્ર બે હેતુનું જ મુખ્યત્વે કથન છે. બંધાયેલાં કમને ઉદય થવાથી મહાન ત્યાગી એવા મુનિઓને પણ પરિષહે પ્રાપ્ત થાય છે. તે પરિષહે મુખ્યપણે બાવીશ છે. તેમાં વેદનીય કર્મના ઉદયથી ધ્રુધા, પીપાસા, શીત, ઉષ્ણ, દશ-મશક, ચર્ચા, શય્યા, રોગ, વધ. તૃણસ્પર્શ અને મલ આ અગિયાર પરિષહે પ્રાપ્ત થાય છે અને તે તેરમાં ગુણસ્થાનક સુધી હોય છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી પ્રજ્ઞા અને અજ્ઞાન તથા લાભાન્તરાય કર્મના ઉદયથી અલાભ પરિવહ આવે છે. આ ત્રણે પરિવહે બારમા ગુણસ્થાનક સુધી હોય છે. દર્શન મોહનીયના ઉદયથી દર્શન અને ચારિત્ર મોહનીયના ઉદયથી નિવા, યાચના, આકેશ, અરિત, સ્ત્રી, નગ્નતા અને સરકાર એ સાત એમ કુલ આ આઠ પરિષહે નવમાં ગુણસ્થાનક સુધી હોય છે. કર્મના ઉદયથી આ પરિષહે પ્રાપ્ત થાય ત્યારે તે તે પરિષહેને દૂર કરવા માટે
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy