SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ પંચમહતીયા સ્વાદિષ્ટ ભોજનની ઈચ્છા થાય અને વેદમેહનીયના ઉદયથી વિજાતીય વ્યક્તિનું આકર્ષણ થાય, પ્ર-૪૦ સુધા આદિ ત્રણે પ્રસંગો અસાતા વેદનીયાદિ કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે, અને આહાદિ વાપરવાથી તે તે કમ ભેગવાઈ ક્ષય પામતાં જણાય છે તે ઉદયમાં આવેલ તે તે કર્મને ક્ષય કરવા માટે આહાર, સવાદિષ્ટ ભેજન અને સ્ત્રી વગેરે સેવન અત્યંત આવશ્યક ગણાય અને જે તેમ હોય તે, જેમ બને તેમ ભેજનાદિની ઇચ્છાને પૂર્ણ કરવા કરતાં નાબૂદ કરવી તેમજ ઈચ્છાએ કદાચ નાબૂદ ન કરી શકાય તે પણ તે તે પ્રસંગોથી અવશ્ય દૂર રહેવું જોઈએ એમ અનેક શામાં જણાવેલ છે તેનું શું? અસાતા વેદનીયાદિ કર્મના ઉદયથી ઉપરના પ્રસંગે પ્રાપ્ત થાય છે અને તે તે રીતે આહાર, સ્વાદિષ્ટ ભોજન તેમજ વિષયસેવનથી તે કાળ ઉદયમાં આવેલ કમ ક્ષણ જરૂર થાય છે, પરંતુ સામાન્ય કેટિના સંસારી છે રાગ-દ્વેષયુક્ત હેવાથી આ પ્રસંગમાં આસક્તિભાવ આવ્યા વિના રહેતું જ નથી, અને વિષયસેવનમાં તે આસતિભાવ ઉપરાંત અનેક જીની હિંસા પણ થાય છે. તેથી તે કાળે ઉદયમાં આવેલ કર્મના ભગવટાથી તે કર્મ જેટલું નષ્ટ થાય છે તેના કરતાં તેને નિમિત્તે પ્રદેશ તથા સ્થિતિની અપેક્ષાએ અસંખ્યાત ગુણ અને રસની અપેક્ષાએ ઘણું વધારે નવીનકર્મ અવશ્ય બંધાય છે. માટે જ શાસ્ત્રમાં તેવી ઈચ્છા વગેરેને નાબૂદ કરવા અને તે શકય ન હોય તે પણ છેવટે તે પદાર્થોના ગવટાથી દૂર રહેવા જણાવેલ છે અને તે બરાબર જ છે. પ્ર-૪૧ બાંધેલ કમ ભેગવ્યા વિના દૂર થાય નહિ અને ઈચ્છાઓને નાબૂદ કરવાથી તથા ઈચછાઓ નાબૂદ ન થાય તે પણ તેવા પ્રયોથી દૂર રહેવાથી તે તે કમજોગવાઈને ક્ષય પામે નહિ પણ એમને એમ રહી જાય , તે શું કરવું? ઉ. કર્મ નિકાચિત અને અનિકાચિત એમ બે પ્રકાર હોય છે. ત્યાં અનિકાચિત તથા અલ્પનિકાચિત સઘળાં કર્મ વિપાકેદથથી અવશ્ય ભોગવવા જ પડે એ નિયમ નથી, પરત બાર પ્રકારના તપ રૂપ નિજાના પરિણામથી અથવા તેવા પ્રકારના કેઈ વિશુદ્ધ અધ્યવસાયે દ્વારા તે તે કમને ભગવ્યા વિના પણ ક્ષય થઈ શકે છે. અને જે કર્મ ગાઢ નિકાચિત હોય છે, તે અવશ્ય વિપાકેદયથી ભેગવવું જ પડે છે. અને તેથી જ વર્ષજ્ઞાની તથા અનાસકત હોવા છતાં તીર્થકરાદિ જેવા મહાપુરુષને પણ કમને વશ થવું પડે છે, પણ વિજ્ઞાની તથા નિરાલક્તભાવવાળા હોવાથી તેવા મહાપુરુષની વાત નિરાળી છે. જ્યારે આપણે તેવા જ્ઞાની કે નિરાસક્ત ભાવવાળા નથી એટલે નિકાચિત કર્મ જાણી શક્તા નથી અને રાગ-દ્વેષ પામ્યા વિના પણ રહી શકતા નથી, માટે આપણે તેવા તેવા પ્રસંગેથી દૂર રહેવું અને તેવી ઈરછાઓને નાબૂદ કરવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy