SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ પંચસંપ્રહ-તુતીયદ્વાર આઠ પ્રકૃતિએને ક્ષાપશમાનુવિદ્ધ ઔદયિકભાવ જ હેય છે, પણ શુદ્ધ ઔદયિકભાવ હે. નથી, જ્યારે તે તે ગુણવાળા આત્માઓને તે તે અવધિજ્ઞાનાદિ ગુણને આવનાર અવધિ. જ્ઞાનાવરણય વગેરે શેષ દેશઘાતી પ્રકૃતિઓને ક્ષપશમાનુવિદ્ધ ઔદયિક અને તે તે ગુણને અભાવવાળા અને કેવળ શુદ્ધ ઔદથિકભાવ જ હોય છે સર્વઘાતી પ્રકૃતિનાં એક સ્થાનક રસસ્પદ્ધક હતાં જ નથી તેમજ દિસ્થાનકાદિ સઘળાં રસસ્પધ સર્વઘાતી જ હોય છે અને દેશઘાતી પ્રકૃતિનાં એક સ્થાનક રસસ્પદ્ધકે. દેશઘાતી દિસ્થાનક રસપદ્ધ કે મિત્ર અને વિસ્થાનક, ચતુરથાનક સઘળાં સરપદ્ધ કે સર્વ ઘાતી જ હોય છે. તથા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયના પ્રભાવથી દેશઘાતી પ્રકૃતિનાં જે સર્વઘાતી રસસ્પર્ધકે હણાયાં છે અને અતિનિધ એવાં દેશઘાતી પધકે અ૫ રસવાળાં કરાયાં છે તે સ્પર્ધકે ઉદય થાય ત્યારે જીવને અવધિ આદિ ગુણે પ્રગટ થાય છે. –: રસસ્પદ્ધકનું સ્વરૂપ :-- અહિં કાષાયિક અધ્યવસાય દ્વારા ગ્રહણ કરાતા કમરકંધના પરમાણુઓમાં શુભાશુભ ફળ આપવાની જે શક્તિ ઉત્પન્ન થાય તે રસ કહેવાય છે. તે રસનાં ૫દ્ધ કે એકસ્થાનક, દ્વિરથાનક, વિસ્થાનિક અને ચતુસ્થાનક એમ ચાર પ્રકારે હેય છે. ત્યાં શુભ પ્રકૃતિએને રસ શેલડી જેવો મધુર અને અશુભ પ્રકૃતિનો રસ કડવાં તુંબડા જેવું હોય છે ત્યાં શેલડી અને કડવા તુંબડાનો જે સહજ-રવાભાવિક તે એકથાનક રસ. તે એક સ્થાનકરસ પણ તેમાં ઓછા-વધતા પ્રમાણમાં પાણી નાખવાથી અનેક પ્રકારે થાય છે. ઉપરોક્ત બન્ને પ્રકારના રસને ઉકાળી અર્ધ બાળી નાખવાથી જે મધુર અગર કટુરસ થાય તે કિસ્થાનકરસ, એ જ પ્રમાણે ઉકાળી બે ભાગ બાળી એક ભાગ રાખવાથી તેમજ ઉકાળી ત્રણ ભાગ બાળી એક રાખવાથી જે રસ થાય તે અનુક્રમે ત્રિસ્થાનક અને ચતુ સ્થાનક રસ કહેવાય છે. એકસ્થાનકની જેમ દ્રિસ્થાનકાદિ રસના પણ અનેક ભેદ હોય છે, પરંતુ મુખ્ય દષ્ટિએ એકથાનકાદિ ચાર વિભાગ બતાવવામાં આવ્યા છે. એ જ પ્રમાણે કમરકામાં પણ એકથાનકાદિ ચાર પ્રકારને રસ હોય છે અને તે દરેકના અનતા સે હોય છે. એક સ્થાનકથી દ્વિસ્થાનકાદિ રસ અનુક્રમે અનંતગુણ હોય છે, ત્યાં બંધ આશ્રયી ચાર જ્ઞાનાવરણ, ત્રણ દર્શનાવરણ, પાંચ અંતરાય, પુરૂષ અને ચાર સંવલન આ સત્તર પ્રકૃતિએને એકથાનકાદિ ચાર પ્રકારો અને શેષ ૧૩ પ્રકુતિઓને ક્રિસ્થાનકાદિ ત્રણ પ્રકારને રસ હોય છે..
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy