SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ પંચસંગ્રહ-સ્વતીયદ્વાર અહિં પહેલાં રસના ચતુસ્થાનકાદિ ભેદે કહા. હવે તે પ્રસંગને અનુસરી જે પ્રકૃતિએના બંધ આશ્રયી જેટલા પ્રકારના રસસ્પદ્ધ કે સંભવે છે, તે કહે છે– आवरणमसव्वग्धं पुंसंजलगंतरायपयडीओ। चउटाणपरिणयाओ दुतिचउठाणाओ सेसाओ ॥३०॥ आवरणमसर्वघ्नं पुंसंज्वलनान्तरायप्रकृतयः । चतुःस्थानपरिणता द्वित्रिचतुःस्थानाः शेषाः ॥३०॥ અર્થ–સર્વઘાતિ સિવાયની જ્ઞાનાવરણ અને દર્શનાવરણની પ્રકૃતિઓ, પુરુષવેદ, સંજવલન કષાય, અને અંતરાય એટલી કમ પ્રકૃતિએ ચતુસ્થાન પરિણત છે. અને શેષ સઘળી કર્યપ્રકૃતિઓ બે ત્રણ અને ચાર એમ ત્રણ સ્થાન પરિણત છે. ટીકાનુ–સર્વથા પ્રકારે જ્ઞાન અને દર્શનને દબાવનાર કેવળજ્ઞાનાવરણીય અને કેવળ દર્શનાવરણીયને છેડી શેષ મતિ શ્રુતિ અવધિ અને મન:પર્યવજ્ઞાનાવરણ એ ચાર જ્ઞાનાવરણ ચક્ષુ અચક્ષુ અને અવધિદર્શનાવરણ એ ત્રણ દર્શનાવરણ, પુરુષદ, સંજવલન ક્રોધાદિ ચાર, અને દાનાંતરાયાદિ પાંચ અંતરાય એ સત્તર પ્રવૃતિઓ ચતુઃસ્થાન પરિત છે. એટલે કે તેઓના રસબંધ આશ્રયી એકથાનક ક્રિસ્થાનક વિસ્થાનિક અને ચતુઃસ્થાનક એમ ચારે પ્રકારે હોય છે. તેમાં જયાં સુધી જ શ્રેણિપર આરૂઢ થયા હતા નથી. ત્યાં સુધી આ સત્તર પ્રક તિઓને અધ્યવસાયને અનુસરી બેસ્થાનક ત્રણસ્થાનક અથવા ચારસ્થાનક રસ બંધાય છે. અને શ્રેયારૂઢ આત્માઓ અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી અત્યન્ત વિશુદ્ધ અધ્યવસાયના ગે એકથાનક રસ બાંધે છે. તેથી તે સત્તર પ્રવૃતિઓ અંધ આશ્રયી ચતુઃસ્થાન રસ પરિણત સંભવે છે. સત્તર સિવાયની શેષ શુભ અથવા અશુભ દરેક પ્રકૃતિઓ બંધ આશ્રયી બે ત્રણ અથવા ચારસ્થાનક રસવાળી છે. કેઈપણ કાળે એકસ્થાનક રસવાળી હોતી નથી. એટલે કે સત્તર સિવાયની સઘળી પ્રકૃતિએને અધ્યવસાયને અનુસરી બેસ્થાનક ત્રણસ્થાનક અથવા ચારસ્થાનક રસ બંધાય છે, કોઈપણ કાળે એકથાનક રસ બંધાતું નથી એકસ્થાનક રસ કેમ બંધાતું નથી ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે-અહિં પ્રકૃતિએ એ પ્રકારની છે. ૧ શુભ, ૨ અશુભ. તેમાં અશુભપ્રકૃતિઓને એકસ્થાનક રસબંધને સંભવ અનિવૃત્તિનાદર સંપરય ગુરુસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી છે, તે પહેલાં નહિ. કારણ ધાતિ રસસ્પઠકને અથવસથવડે દેશધાતિ રૂપે કરી અને તેને પણ હીન શકિતવાળા કરે અને તેને અનુભવ કરે ત્યારે દયિક અને ક્ષપશમ એ બંને ભાવ પ્રવર્તે છે માટે ઉદયાવિહ ક્ષયોપશમભાવ પ્રવર્તે છે એમ કહેવાય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy