SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમહ-દ્વિતીયહાર વિવણિત અપૂર્વકરણાદિ ગુણસ્થાનકને સચ કરવા છતાં અતર વિચારીએ તે અંતમુહજ થાય છે, અધિક નહિ કેમકે ગુણસ્થાનકનું અંતમુહૂર્ત નાનું છે, અને અતકાળનું મોટું છે એટલે કંઈ વિરાધ નથી. શકા-અંતરકાળ કહેવાના પ્રસંગે ઉપશમશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણાદિની વિવક્ષા કેમ કરી? ક્ષયણિના પણ કેમ ન લીધા? ઉત્તર–ક્ષપકશ્રેણિ અતગત અપૂર્વકરણાદિ ગુણસ્થાનકેથી પડવાને અભાવ હોવાથી ફરી તે ગુણસ્થાન પ્રાપ્ત થતા નથી, માટે ક્ષપકશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોના અંતરનો અભાવ છે. અને આ જ હેતુથી ક્ષીણમાહ સગિકેવળિ અને અયોગિકેવળ ગુણસ્થાનના અંતરને પણ વિચાર કર્યો નથી. કેમકે તે દરેક ગુણસ્થાનક એકવાર પ્રાપ્ત થાય છે. વળી અહિ એમ પણ પ્રશ્ન થાય કે અતકાળમાં બે વાર ઉપશમણિ કેમ લીધી ત્યારે કહે છે કે એક વાર ઉપશમણિ પ્રાપ્ત કરી તેજ ભાવમાં બીજી વાર શપકણિ પ્રાપ્ત કરતો નથી. કારણ કે એક ભવમાં સૂરના અભિપ્રાયે બને શ્રેણિની પ્રાપ્તિને અસંભવ છે. કહપભાષ્યમાં કહ્યું છે કે-બે શ્રેણિમાંથી એક વિના એક ભવમાં દેશવિતિ સર્વવિરતિ, આદિ સઘળા ભાવે પ્રાપ્ત થાય છે. શ્રેણિ બેમાંથી એકજ કાં તે ઉપશમણિ કાં તે સંપર્કશ્રેણિ પ્રાપ્ત થાય છે. માટે અને વાર અપૂર્વકરણાદિ ગુણસ્થાનક ઉપશમશ્રેણિ અંતર્ગત વિવસ્થા છે. હવે ઉત્કૃષ્ટ અંતરકાળ કહે છે-મિથ્યાષ્ટિ ગુણસ્થાનકેથી અવિરતિ સભ્યદષ્ટિ આદિ ગુણસ્થાનકે જઈ ત્યાંથી પડી ફરી મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તે તેનું ઉત્કૃષ્ટ અંતર એકસ બત્રીસ સાગરોપમ છે. એક બત્રીસ સાગરોપમ અતર શી રીતે થાય? તેના ઉત્તરમાં કહે છે કે કોઈ એક મિથ્યાષ્ટિ ક્ષાપશમિક સમ્યફળ પ્રાપ્ત કરી છાસઠ સાગરેપમ પર્યત સમ્યફલ યુક્ત રહી શકે છે. ત્યારપછી વચમાં અતમુહૂર્ત કાળ મિશ્રષ્ટિ ગુણસ્થાનકને સ્પર્શી ફરી ક્ષા પશમિકસમ્યફળ પ્રાપ્ત કરી છાસઠ સાગરોપમ પર્યત તેને અનુભવ કરે છે. આ પ્રમાણે એક સે બત્રીસ સાગરોપમ પછી કેઈક મહાત્મા મોક્ષસ્થાન પ્રાપ્ત કરે છે, અથવા અધન્ય કેઈ આત્મા મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે. તેમાં જે મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે, તેને મિથ્યાત્વથી ઉપરના ગુણસ્થાનકે થઈ ફરી મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરતા ઉપરોક્ત ઉત્કૃષ્ટ અતકાળ વટે છે. - - ૧ ઉપરોક્ત અભિપ્રાય સરકારને છે, કમથકારને નહિ કમગ્રંથકારના મતે તે એક ભવમાં ઉપશમ અને પક એમ બે એણિ પ્રાપ્ત થઈ શકે છે. એટલે ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરી ત્યાંથી પડી અંતકાળે ક્ષપકણિ પ્રાપ્ત કરે અને અપૂર્વકરણદિ ગુણસ્થાનને સ્પશે તે પણ અંતર્મુદત પ્રમાણુ વિરહાકાળને વાંધો આવતો નથી.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy