SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ કાનુવાદ સહિત ૭૫ વગતિવડે જતાં બીજા સમયે ઉત્પત્તિસ્થાનને સ્પર્શ કરે છે, કે જે સમયે પરભવાયુને ઉદય થાય છે. પહેલે સમયે વચમાં રહે છે, કે જે સમય પૂર્વભવાયુને છેલ્લો સમય છે. આ પ્રમાણે પૂર્વભવના છેલલા સમયે વચમાં અને પરભવાયુના પહેલા સમયે ઉત્પત્તિસ્થાને જાય છે. પરભવાયુના પહેલા સમયે ઉત્પત્તિસ્થાને જતે હોવાથી અને તે સમયે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક હેવાથી વક્રગતિવડે જતાં પ્રમાદિને સાત રાજની સ્પર્શના સંભવતી નથી. તથા “જુના ” એ પદમાં “શું' પદવડે સામાન્યથી મનુષ્યનું ગ્રહણ છે. એટલે સામાન્યથી મનુષ્યરૂપ દેશવિરત આત્માઓ અજુગતિવડે જ્યારે બારમા અષ્ણુત દેવલોકમાં ઉત્પન્ન થાય, ત્યારે તેઓને છ રાજની ૫શના ઘટે છે. તિય સહસ્ત્રાર નામના આઠમા વાક સુધીજ જાય છે, માટે મનુષ્યનું ગ્રહણ કર્યું છે. દેશવિરતિ આદિ ગુણસ્થાનકે પિતાના ભવના અંત સમય પથતિ જ હોય છે માટે પૂર્વ કહેલ યુક્તિથી જીગતિથીજ જતા છ રાજની સ્પર્શના દેશવિરત આત્માને સંભવે છે. તિછોકના મધ્ય ભાગથી અશ્રુત દેવક પર્યત છે રાજ થાય છે, માટે છ રાજની ૨૫ના કહી છે. ૩૩ એ પ્રમાણે સ્પર્શના દ્વાર કહ્યું. હવે કાળકાર કહે છે. કાળ ત્રણ પ્રકારે છે- ભવસ્થિતિકાળ, ૨ કાયસ્થિતિકાળ, અને દરેક ગુણસ્થાનક આઝયિ કાળ. તેમાં ભાવસ્થિતિ કાળ એટલે એક ભવનું આયુ. , કાયસ્થિતિ એટલે પૃથ્વીકાયાદિમાંથી કેઈપણ મરણ પામીને તેનું વારંવાર ત્યાં જ ઉત્પન્ન ચવું તે, તેને જે કાળ તે કાયસ્થિતિકાળ. જેમકે પૃથ્વીકાયને જીવ મરણ પામી પૃથ્વીકાય થાય, વળી મરણ પામી પૃથ્વીકાય, એમ ઉપરાઉપરી જેટલે કાળ પૃથ્વીકાય થાય તે કાળ કાયસ્થિતિકાળ કહેવાય. એમ અન્યત્ર પણ સમજવું તથા દરેક ગુણસ્થાન એક એક આત્મામાં કેટલે કેટલે કાળ રહે તેને જે નિશ્ચિત સમય તે ગુણસ્થાનક વિભાગકાળ કહેવાય. તેમાં પહેલાં ભાવસ્થિતિ કહે છે– ૧ દેશવિરતિની સ્પશન માટે જીવસમાસ પાના ૧૯ર માં નીચે પ્રમાણે કહ્યું છે “દેશવિરતિ મનુષ્ય અહિથી મરીને અત દેવલોકમાં ઉત્પન્ન થતાં છ રાજને સ્પર્શે છે. અહિં એમ ન કહેવું ક-દવલાકમાં ઉત્પન્ન થતા તે આત્મા દેવ હેવાથી અવિરતિ સમ્યગ્દષ્ટિ છે, પરંતુ દેશવિરતિ નથી. કારણ કે જે દેશવિરતિ આત્મા જીગતિવડે એક સમયે દેવમાં ઉત્પન્ન થાય છે, તેને પૂર્વભવનું આણુ ક્ષય થયું નથી, તેમજ પૂર્વભવના શરીર સંબંધ પણ છૂટ નથી. માટે અજુગતિમાં પૂર્વભવના આયુને અને પૂર્વ જન્મના શરીરને સંબંધ હોવાથી તે આત્મા દેશવિરિતજ છે, તેથી જ સજુમતિવા જતાં છ રાજની સ્પશના કહી છે. માટે અહિં કંઈ દેખ નથી ઈલિકાગતિવડે જતાં આ સ્પર્શના સલવે છે,
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy