________________
ટીકાનુગા સહિત
તેથા ચાર વિનિકાયમાં પિતતાની નિકાયમાં રહેલા ની અપેક્ષાએ દેવીઓ સંખ્યાતગુણ છે. પન્નવણાના મહાઈકમાં તે પાઠ છે માટે મહાદતક આગળ બતાવશે. 'વૈમાનિક દેવેનું પ્રમાણ કહે છે . . . .
असंखसेडिखपएसतुङलया पढमदुइयकप्पेसु । सेढि असंखंससमा उवरिं तु जहोत्तरं तह य ॥१६॥ असंख्येयश्रेण्याकाशप्रदेशतुल्याई प्रथमद्वितीयकल्पयोः ।
श्रेण्यसंख्येयांशसमा परि तु यथोचरं तथा च ॥१६॥ ' અર્થ—અસંખ્યાતી શ્રેણિના આકાશપ્રદેશ તુલ્ય પહેલા અને બીજા દેવલોકના દેવ છે. ઉપરના દેવકના દેવ શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. જેમ જેમ ઉપરના દેવે તેમ તેમ પૂર્વ પૂર્વથી અસંખ્યાતમા ભાગે છે.
ટીકાનુ–વનીતલાકની સાતરાજ પ્રમાણ લાંબી અને એક પ્રદેશ પ્રમાણ જાડી પહોળી અસંખ્યાતી સૂચિશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશ હોય છે, તેટલા પહેલા સૌધર્મ દેવલોકમાં અને બીજા ઈશાન દેવલોકમાં એક એકમાં દેવ છે.
માત્ર સૌધર્મ દેવલોકના દેવેની અપેક્ષાએ ઈશાન દેવકનારે સંખ્યામાં ભાગ છે. કારણકે પન્નવણાસુરના મહઠકમાં ઈશાન દેવકના દેવેથી સૌધર્મ દેવકના દેવ સંખ્યાત ગુણા કહ્યા છે.
તથા ઉપરના સનસ્કુમાર મહેન્દ્ર બ્રહ્મા લાંતિક મહશુક્ર અને સહસાર એ દરેક દેવકમાં સુચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ દે રહેલા છે.
અહિં એટલું સમજવાનું કે સૂચિણિને અસંખ્યાતને ભાગ અનુક્રમે ના લેવાને હેવાથી અનુક્રમે ઉપર ઉપરના દેવલોકના દેવતાઓ પૂર્વ પૂર્વના દેવોના દેવેની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગે છે.. .,
તાત્પર્ય એ કે જેટલા સનકુમારકલ્પના દે છે, તેની અપેક્ષાએ મહેન્દ્ર દેવલોકમાં જેવા અસંખ્યાતમા ભાગે છે, અને મહેન્દ્ર દેવકના દેવેથી સનસ્કુમારના દેવ અસંખ્યાતરુણા છે. એ પ્રમાણે મહેન્દ્ર દેવલોકના દેવાની અપેક્ષાએ બ્રા દેવલોકના દેવો અસંખ્યાતમા લાગે છે. આ રીતે લાંતક હાથ અને સહસાર દેવકમાં પણ જાણી લેવું.
ગાથાના અંતમાં રહેલ ' શબ્દ એ ગાથામાં નહિ કહેલ વસ્તુને સમુચ્ચય કરતે હોવાથી. આનત પ્રાકૃત આરણ અને અષ્ણુત દેવકમાં, નીચલી, મધ્યમ અને ઉપરની ત્રણ ત્રણ શૈવેયકમાં, અને અનતવિમાનમાં, એ દરેકમાં ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ વો જાણવા