________________
બીકાનુંવાત સહિત.
B
ટીકાકાર મહારાજ લખે છે કે-જીવે અકૃત્રિમ છે તેનુ યુક્તિપૂર્વક, સવિસ્તૃત સ્વરૂપ ધર્મ સંગ્રહશિની ટીકામાં કહ્યું છે, ત્યાંથી જોઈ લેવું. અહિં ગ્રંથગૌરવના ભયથી કહેવામાં આવ્યું નથી. ૨
।
''
कत्थ सरीरे लोए व हंति केवश्चिर सव्वकालं तु । कइ भावजुया जीवा दुगतिगचउपंचमीसेहिं ॥ ३ ॥
कुत्र ? शरीरे लेाके वा भवन्ति कियच्चिरं ? सर्व्वकालं तु । कतिभावयुता जीवाः? द्विकत्रिकचतुष्पञ्चमिः ॥३॥
જીવ કયાં રહે છે ? શરીર અથવા લેકમાં રહે છે. કેટલેા કાળ જીવ રહેવાના છે ? સવકાળ રહેવાના છે. કેટલા ભાવ યુક્ત જીવા હાય છે? બે ત્રણ ચાર કે પાંચ ભાવ યુક્ત જીવે હાય છે,
ટીકાનું॰—પૂર્વની ગાથામાં જીવનું સ્વરૂપ સમજવા ત્રણૢ પ્રનેા કરી તેના ઉત્તર આપ્યા છે. આ ગાથામાં બીજા ત્રણ પ્રનેા કરી તેના ઉત્તર આપે છે.
પ્રશ્ન ૪-જીવા કર્યાં રહે છે?
ઉત્તરજીવા પાત–પેાતાના શરીરમાં રહે છે, અથવા લાકમાં રહે છે. તેમાં સામાન્ય વિચાર કરતાં જીવા લેાકમાં રહે છે, અલાકમાં નહિ. કારણ કે તથાસ્વભાવે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ અને પુદ્ગલાને અલેકમાં અભાવ છે. વિશેષ વિચાર કરતાં પેાત શ્વેતાના જીવ પાતપેાતાના શરીરમાં રહે છે, પેાતાના શરીરથી મહેાર રહેતા નથી. કારણ કે શરીરના પરમાણુઓ સાથે આત્મપ્રદેશના પાણી અને દૂધની જેમ પરસ્પર એકાકાર સંબંધ છે.
કહ્યું છે કે જીવ અને પુદ્ગલ પરસ્પર એકાકારરૂપે રહેલા છે, તેમાં મા જીવ છે અને આ શરીર છે એવા વિભાગ થઈ શકતા નથી. જેમ પાણી અને દૂધ એકાકારરૂપે રહેલા છે તેમાં આ પાણી અને આ દૂધ એવા વિભાગ થઈ શકતુ નથી.
પ્રશ્ન પ—છવા કેટલાકાળ પર્યંત જીરૂપે રહેશે ? તેના નાશ કયારે થશે?
ઉત્તર-સર્વદા જીવે. જીવરૂપે રહેશે, કેાઈ કાળે તેને નાશ થશે નહિ. અહિં ત્રીજા પ્રશ્નના ઉત્તરવડે જીવે અનદિકાળથી છે એમ કહ્યુ. અને આ પ્રશ્નના ઉત્તરવર્ડ અનંતકાળપર્યંત જીવા જીવરૂપે રહેવાના છે એ કહ્યું. તાત્ય એ કે જીવાને કાઈએ બનાવ્યા નથી તેથી અનાદિ કાળથી છે, અને અનતકાળ પય"ત રહેવાના છે. એટલે કે અનાદિ અનંત છે, એમ સમજવું.
;
જ્યારે એમ છે ત્યારે મુક્ત અવસ્થાને પ્રાપ્ત થયેલા આત્માએ પણ પેાતાની એ સ્થિ વિમાંથી કાઈ કાળે નષ્ટ થશે નહિં, પરંતુ હ ંમેશ માટે જ્ઞાન દર્શન આદિ પેાતાના સ્વરૂપ