SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ [ લઘુ ત્રિથી શલાકા પુરુષ એ, ત્રણ લાખને પચાસ હજાર શ્રાવક, પાંચ લાખ ચપ્પન હજાર શ્રાવિકાઓ, ચાર હજાર સાતસો પચાસ ચૌદ પૂવી, નવજાર અવધિજ્ઞાની, વીસ હજાર કેવળજ્ઞાની, છમેં વૈકિય લબ્ધિવાળા, બાર હજારને સાડાછમેં મન પર્ચવજ્ઞાની, તેટલાજ વાડીઓ અને બાવીસ હજાર અનુત્તર વિમાનવાસી મહાત્માએ એટલો પરિવાર થયો. એ પ્રમાણે પ્રભુએ ચતુવિધ સઘની સ્થાપના કરી. હવે દીક્ષા સમયથી લક્ષપૂર્વ વર્ષ વ્યતીત થયાં તે સમયે પિતાને મેક્ષ કાળ જાણી પ્રભુ અષ્ટાપદ પર્વતે પધાર્યા. ત્યાં દશ હજાર મુનિઓ સાથે પ્રભુએ છે ઉપવાસ કરીને પાર પગમન અશશુ શરૂ કર્યું આ વૃત્તાંત સાંભળી ભારત મહારાજ અત્યંત શકાતુર થયા અને આંખમાંથી આંસુ વરસાવતા પગે ચાલતા અછાપરે ગયા ત્યાં પ્રભુ પર્યકાસને બેઠેલા હતા, તેમને પ્રદક્ષિણા દઈ પડખે બેસી તેમની ઉપાસના કરવા લાગ્યા. આ વખતે ઈદોના આસન ચલિત થવાથી સઘળા ઈન્દ્રો ત્યાં આવ્યા. મહાજ્ઞાની પ્રભુ અનુક્રમે શુકલ ધ્યાનને પાયે ધ્યાવતા ત્રીજા આગના નવ્વાણું પક્ષ બાકી રહ્યા હતા ત્યારે મહા વદી તેરશને પૂર્ણાહુને ચંદ્ર અભિજિત નક્ષત્રમાં આવે છતે મોક્ષ પામ્યા. આ વખતે પાસે બેઠેલા ચક્રવત્તિ મૂર્ણિત થઈ પૃથ્વી ઉપર પાયા એટલે ઈ પણ રૂદન કરવા લાગ્યા અને તેમની પછવાડે સર્વ દેવતાઓ રૂદન કરવા લાગ્યા. ત્યારથી મરણ પાછળ રૂદન કરવાને પ્રચાર પ્રવર્યો. ઈદે બોધ આપી ભરત મહારાજાને શાંત કર્યો અને ત્યારબાદ ઈન્ડે આજ્ઞા કરવાથી દેવતાઓ વનમાંથી ગોશીર્વચનનાં કાષ્ટ લાવ્યા અને પ્રભુના દેહને અગ્નિ સંસ્કાર કર્યો પછી ક્ષીરસમુદ્રના જળવડે અગ્નિ શાંત કરી સૌધર્મોને પૂજાને માટે પ્રભુની ઉપલી જમણી દાઢા ગ્રહણ કરી ઈશાને ડાબી, ચમરે નીચલી જમણ અને બલીક નીચલી ડાબી દાઢા ગ્રહણ કરી. બીજા ઈન્ટોએ દાંત અને દેવતાઓએ અસ્થિ ગ્રહણ કર્યા. કેટલાક શ્રાવકને માગથી દેવતાઓએ અગ્નિ આખ્યો, તેથી તે દીવસે અગ્નિ લેનારા અગ્નિહોત્રી બ્રાહ્મણે થયા કેટલાક ચિતામાંથી ભસ્મ લઈ ચળતા હતા તેથી તે દિવસે તેઓ ભસ્મ ભૂષણધારી તાપસ થયા. આ પછી દેવોએ ત્રણ ચિતાને સ્થાને ત્રણ સપના રચના કરી. ત્યારબાદ તેઓ નંદીશ્વરની કઈ અદઈ મહોત્સવ કરી સ્થાનકે ગયા. ઇન્દ્ર પોતાના વિમાનમાં માણવક નામના રૂમને વિશે વજામય દાબડામાં દાઢાએ રાખી તેના પૂજા કરવા લાગે તેમજ બીજા દેવતાઓ પણ અસ્થિને પૂજતા પિતાને કાળ નિર્મ મન કરવા લાગ્યા. Kue છે. શ્રી ઋષભદેવ ચરિત્ર સંપૂર્ણ છે
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy