SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ એક વખતે ભગવાનના કહેવાથી બ્રાહ્મી અને સુંદરી જ્યાં બાહુબળિ હતા ત્યાં આવી કહેવા લાગી કે હે બાંધવ! ભગવંત કહે છે કે હાથી ઉપરથી હેઠા ઊતરે, કેમકે હાથીએ ચડેલાને કેવળજ્ઞાન પ્રગટતું નથી' આ શબદ ઉચ્ચારી બ્રાહ્મી અને સુંદરી સાથ્વી તેમના ઉગ્ર તપને અનુમોદન આપતી ચાલી ગઈ. બાહુબલિના મનમાં વિચાર આવ્યો કે “હું અરણ્યમાં છું. અહિં કેઈ હાથી નથી. ભગવંતના વચનમાં પણ ફેરફાર ન હોય. ક્ષણમાં તેને સમજાયું કે ભગવાન મારા ઉપકારી છે. મને જણાવે છે કે “નાનાભાઈને ન વાંદવારૂપ અભિમાન હાથીથી હેઠે ઉતર, હું ભૂલ્ય. મોટે હું કે તે ભાઈઓ. તેમણે પહેલાં રાજ્યઋદ્ધિ છોડી. પહેલાં પિતાની સેવા સ્વીકારી. પહેલાં તપધ્યાન તપ્યા. પહેલા દીક્ષા લીધી અને પહેલાં કાન પામ્યા હું ત્યાં જાઉં અને તેમને વંદન કરું અને મારા આત્માને કૃતકૃત્ય બનાવું આમ બેલી તેમણે પગ ઉપાડો અને પગ ઉપાડતાં જ કેવળજ્ઞાન પ્રગટયું. પરમાત્મા ઋષભદેવ પાસે આવી પ્રદક્ષિણા દઈ તીથને નમસ્કાર કરી બાહુબલિ કેવલિ પર્ષમાં બેઠા. પિતાના બાંધાને ગેચરી માટે આમંત્રણ – જગને પવિત્ર કરતા એક વખત ત્રીસ અતિશયને ધારણ કરતા ભગવાન ઋષભદેવ અષ્ટાપદવત ઉપર સમવસર્યા. પર્વતના રક્ષકોએ આ સમાચાર ભરત ચક્રવતિને આપ્યા. સુંદર વધામણે બદલ ચકિએ તેઓને સાડાબાર કોડ સોનેયા ઈનામમાં આવ્યા ત્યારબાદ ભરતકી સર્વ પરિવાર સહિત અષ્ટાપદ પર્વતે ગયા અને ત્યાં ભગવંતને પ્રદક્ષિણા દઈવાદી દેશના સાંભળી. ભગવંતની દેશનાબાદ પિતાના મહાવ્રતધારી ભાઈઓને જોઈ ભરતને ભ્રાતૃપ્રેમ ઉભરાયો. તેને પોતે પિતાની ચક્રિની ઋદ્ધિ અને હજારો થશે સેવા હોવા છતાં ભાઈઓ વિના વનવગડાના ઠુંઠા જે એકલે દેખાયો. તેના હૃદયમાં હું માટે હોવા છતાં નાનો છું અને ઉમરે નાના હોવા છતાં હદયના ઉદાર આ ખરેખર મોટા છે. હું ચક્રવત્તિનાં સુખ જોગવું છું અને આ મારા ભાઈઓ દુષ્કર તપશ્ચર્યા કરી રહ્યા છે. જેણે ભાઈઓને પણ પિતાના ન ગયા તેને જગતમાં બીજું કે પિતાનું હોય?” એ વિચારે ઉભરાયા. તેણે પરમાત્માની પાસે જઈ પોતાના ભાઈઓને રાજ્યઋદ્ધિ પાછી આપવા કહ્યું; ભગવાને કહ્યું કે ભદ્રિક ભરત! શરીર અને મનની પણ દરકાર ન કરનાર આ ઉત્તમ મુનિપુંગવે વમન કરેલ ભાગરૂપ મને કેમ ગ્રહણ કરે ? : ભરતે તુર્ત ગાડામાં આહાર વિગેરે સામગ્રી લાવી મુનિઓને આપવા માડી ત્યારે ભગવતે કહ્યું કે “ભરત! મુનિઓને આધાકમી–તેમને ઉદેશીને બનાવવામાં આવેલ આહાર ખપે નહિ. ભરતે ભગવતને પોતાને ત્યા તેમને માટે નહિ કરેલ આહાર વહેરી કતાર્થ કરવાની માગણી કરી. ભગવતે જવાબમાં કહ્યું કે “ભરત! મુનિઓ રાજપિંડ વહારે નહિં સર્વ બાજુથી પાછા પડેલ ભરતેશ્વરના હૃદયમાં શેકસાગરે માઝા મૂકી અને તે મૂછ પામે. તેને લાગ્યુ કે “જે મારી રાથદ્ધિનો અંશ પણ આ ત્યાગી સુનિ બાંધવાના કામમાં ન આવે તેવી રાજયદ્ધિવાળો હું રાજેશ્વર ચક્રવર્તિ કે ખરેખર કેઈને પણ ઉપકારક નહિ બનનાર નિષ્ક્રિય ગરીબ છું
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy