SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ [લg ત્રિષ્ટ શલાકા પુરય તથા તીર્થને નમસ્કાર કરી પ્રથમ ગઢમાં સાધુ સાધ્વીનું સ્થાન છેડી દઈ, તેઓના સ્થાનની મધ્યમાં અગ્નિખૂણે ઉભી રહી. ભુવનપતિ, જ્યોતિષ્ક અને અંતરની સ્ત્રીઓ દક્ષિણ દિશાના હારથી પ્રવેશી અનુક્રમે પૂર્વ પ્રમાણે વિધિ કરી નૈરૂત્ય ખૂણે ઉભી રહી. ભુવનપતિ, તિક અને વ્યતર દેવતા પશ્ચિમ દિશાના દ્વારથી પ્રવેશ કરી પૂર્વ પ્રમાણે વિધિપૂર્વક વાયવ્ય દિશામાં બેઠા. વૈમાનિક દેવતાઓ, મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓ ઉત્તર દિશાના દ્વારથી પ્રવેશ કરી પૂર્વ વિધિ પ્રમાણે ક્રમથી ઈશાન દિશામાં બેઠા. ત્યાં પ્રથમ આવેલા અ૮૫ ઋદ્ધિવાળા જે કોઈ આવે તેને નમતા અને આવનાર પ્રથમ આવેલ હોય તેને નમીને આગળ જતા. પ્રભુના સમવસરણમાં કોઈને પ્રતિબંધ નથી. કોઈ જાતની વિકથા નથી, વિરોધીઓને પણ પરસ્પર વૈર નથી તેમ કેઈને એક બીજાને ભય નથી. બીજા ગઢની અંદર તિર્ય ચે આવીને બેઠા અને ત્રીજા ગઢના મધ્યમાં સર્વનાં વાહનો રહ્યાં. ત્રીજા ગઢની બહારના ભાગમાં કેટલાક તિર્યંચે, મનુષ્ય અને દેવતાઓ પ્રવેશ કરતા અને નીકળતા દેખાતા હતા. એવી રીતે સમવસરણની રચના થઈ રહ્યા પછી સૌધર્મ દેવલોકન ઈન્દ્ર બે હાથ જોડી પ્રભુને નમસ્કાર કરી નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો “હે પ્રભુ! બુદ્ધિહીન એ હું આપના કિંચિત્ માત્ર ગુણ ગાવાને શકિતવાન નથી તોપણ ભક્તિના આવેશથી તુતિ કરૂં છું. હે રૈલોક્ય પતિ આ ભરત ક્ષેત્રમાં ઘણા કાળથી નષ્ટ થયેલા ધર્મરૂપ વૃક્ષને ફરી ઉત્પન્ન કરવામાં તમે બીજ સમાન છે વળી હે પ્રભુ! તમારા માહાભ્યને કાંઈ પાર નથી કારણ કે, પિતાને સ્થાનકે રહેલા અનુત્તર વિમાનના દેવના સંદેહને તમે અહીં રહ્યા છતાં જાણે છે અને તેનું નિવારણ પણ કરે છે મૂર્ખ માણસને પુસ્તકેને અભ્યાસ જે કલેશને અર્થે જ થાય છે તેમ તમારી ભકિત વિનાના અનુયાનાં મોટાં તપ પણ શ્રમને માટે જ થાય છે હે પ્રભુ! તમારી સ્તુતિ કરનાર અને તમારા પર દ્વેષ કરનાર એ બન્ને ઉપર તમારી સમદષ્ટિ છે તે છતાં પણ તેઓને શુભ, અશુભ એમ ભિન્ન ભિન્ન ફળ થાય છે. તેથી અમને આશ્ચર્ય થાય છે.” એમ સ્તુતિ કરી ઈન્દ્ર દેવતાઓના અગ્ર ભાગે બે હાથ જોડી રાખીને બેઠો. મરૂદેવા માતા અને ભરત રાજા – આ તરફ ભગવાન ઋષભદેવની દીક્ષા બાદ નિરંતર તેમની ઝંખના કરતાં અયોધ્યામાં મરૂદેવા માતાને અશ્રપાતથી આંખે પડળ આવી ગયાં હતાં. હવે તે મુદ્દલ આંખે દેખી શકતાં ન હતાં એક વખત પ્રાતઃકાળે માતામહીને વંદન કરવા ભરત મહારાજા આવ્યા તેમણે માતાના ચરણને સ્પર્શ કરી કહ્યું કે “હે માતા! હુ ભરત. આપને કુશળ છે ને?” આ શબ્દ સાંભળતાં માતાનું હૃદય ભરાઈ આવ્યું અને તેમને દુઃખ તાજું થયું તેમણે આંખમાં આંસુ સાથે ભારતમહારાજાને આશીર્વાદ આપ્યા અને પછી કહેવા લાગ્યો કે હે ભરત! મારે પુત્ર રાષભ મને તને અને સઘળી રાજ્યઋદ્ધિ સાથે પૃથ્વી છોડી ચાલતે થયો. હું ગહનવનમાં એકાકી ફરતે, ટાઢ તડકે સહન કરતે અને ભૂખ તરસથી
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy