SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ શ્રી ઋષભદેવ ચરિત્ર ] ------------- સુવર્ણન જેવા વર્ણવાળા બે વૈમાનિક દેવતા દ્વારપાળ થઈને રહ્યા હતા દક્ષિણ દ્વારા બને બાજુએ એક બીજાના પ્રતિબિંબ હોય તેવા ઉજવળ વ્યંતર દેવતા દ્વારપાળ થયા હતા. પશ્ચિમ કારમાં સાયંકાળે જેમ સૂર્ય અને ચંદ્ર સામસામા આવીને રહે તેમ રક્તવર્ણ જ્યોતિષ્ક દેવતા દ્વારપાળ થયા હતા અને ઉત્તર દ્વારે જાણે ઉન્નત મેઘ હેય તેવા કૃષ્ણ વર્ણવાળા ભુવનપતિ દેવતાઓ બંને તરફ દ્વારપાળ થઈને ઉભા રહ્યા હતા. બીજા ગઢના ચારે દ્વારે બને તરફ અનુક્રમે અભય, પાશ, અંકુશ અને મુદુગરને ધારણ કરનારી તમણિ, શોણમણિ, સવર્ણમણિ, અને નીલમણિના જેવી કાંતિવાળી પ્રથમ પ્રમાણે ચાર નિકાયની જયા, વિજયા, અજિતા અને અપરાજિતા નામની બે બે દેવીઓ પ્રતિહાર થઈને ઉભી રહી હતી. છેલ્લા બહારના ગઢના ચારે દ્વારે તુંબરૂ, ખાંગધારી, મનુષ્ય મસ્તક માલધારી અને જટા મુગટ મંડિત એ નામના ચાર દેવતાઓ દ્વારપાળ થયા. સમવસરણની મધ્યમાં વ્યંતરેએ ત્રણ કોશ ઉંચું એક ચૈત્ય વૃક્ષ રચ્યું હતું. તે જાણે જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉદયને જાહેર કરતું હોય તેવું જણાતું હતું વૃક્ષની નીચે વિવિધ રત્નોની એક પીઠ રચી હતી અને તે પીઠ ઉપર અપ્રતિમ મણિમય એક છેદક રો હતે. ઈદકના મધ્યમા પૂર્વ દિશા તરફ જાણે સર્વ લક્ષમીને સારી હોય તેવું પાદપીઠ સહિત રત્ન સિંહાસન રચુ, અને તેની ઉપર ત્રણ જગતુના સ્વામીપણાના ત્રણ ચિહે હોય તેવા ઉજવળ ત્રણ છત્રો રચ્યા હતા. સિહાસનની બે બાજુએ બે ય જાણે હદયમાં નહીં સમાવાથી બહાર આવેલા ભક્તિના બે સમૂહ હોય તેવા ઉજવળ ચામરે લઈને ઉભા રહ્યા હતા. સમવસરણના ચારે દ્વારની ઉપર અદ્ભુત કાંતિના સમૂહવાળું, એક એક ધર્મચક્ર સુવર્ણના કમળમાં રાખ્યું હતું બીજું પણ જે જે કરવા ગ્ય હતું તે સર્વ કૃત્ય વ્યંતરેએ કર્યું હતું, કારણકે અસાધારણ સમવસરણ રચનાના તેઓ અધિકારી છે. ભગવંતને સમવસરણમાં પ્રવેશ હવે પ્રાતઃકાળે ચાર પ્રકારના કોડે દેવતાઓથી વીંટાએલા પ્રભુ સમવસરણમાં પ્રવેશ કરવાને ચાલ્યા. તે વખતે દેવતાઓએ સહસ્ત્ર પત્રવાળા સુવર્ણના નવ કમળો રચ્યાં બે કમળ ઉપર ભગવાન પગ મુકતા હતા. અને બાકીનાં કમળ દેવતાઈ પ્રભાવથી આગળ આવતાં હતાં આ રીતે કમળ ઉપર પાદન્યાસ કરતા પ્રભુએ પૂર્વદ્વારથી પ્રવેશ કરી ત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી અને પછી “ો તિરસ” કહી ભગવાન સિંહાસન ઉપર આરૂઢ થયા. આ વખતે યંતાએ બાકીની ત્રણ દિશાએ રત્નના ત્રણ સિંહાસન ઉપર ભગવંતનાં ત્રણ પ્રતિબિંબો કર્યો. તે પ્રભુના પ્રભાવથી પ્રભુના જેવાંજ થયા હતા. પ્રભુની સમીપે એક રત્નમય વિજ હતો તે જાણે ધર્મો આ એકજ પ્રભુ છે એમ કહેવાને પિતાને એક હાથ ઊંચો કર્યો હોય તે શોભતે હતો. દેવદેવી વિગેરેનું યથાસ્થાને બેસવું અને ઈન્દ્રની વિજ્ઞસિ – હવે વૈમાનિક દેવતાઓની ઓએ પૂર્વકારથી પ્રવેશ કરી ત્રણ પ્રદક્ષિણા દઇ, તિર્થંકર
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy