SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષભદેવ ગરિત્ર ] ૧૯ રત્નના કરંડિયા, દાબડા, થાળ, પત્રિકા અને ફુલની ચંગેરીઓ એ સર્વ તત્કાળ ત્યાં લાવ્યા. તેમજ સર્વ ક્ષેત્રમાંથી, જળ પુષ્પ અને સુગંધિ વસ્તુઓ ગ્રહણ કરી મેરૂ પર્વત ઉપર લાવ્યા. દેવાએ કરેલ ભગવાનની નાત્ર પૂજા. ત્યારબાદ અપૂત દેવલોકના ઈ ઉત્તરાસંગ કરી પારીજાત-કલ્પવૃક્ષ વિગેરેના ફુલોની કુસુમાંજલિ ગ્રહણ કરી સુગંધિ ધૂપના ધૂમ્રથી પૂપિત કરી પ્રભુની પાસે તે કુસુમાંજલિ મુકી. એટલે દેવતાઓએ પુષ્પમાળાઓથી અર્ચિત કરેલા સુગંધિ જળના કળશે ત્યા લાવીને મુક્યા. તે કળશે લઈ અચૂત ઈન્દ્ર ભગવાનને સ્નાન કરાવવાનો આરંભ કર્યો. તે વખતે દેવતાઓ દુંદુર્ભિના નાદ કરવા લાગ્યા, અને હે જગન્નાથ! હે કૃપાસાગર! તમે જય પામો. તમે આનંદ પામ” એમ ચારણ મુનિઓ બોલવા લાગ્યા. અને અનેક રાગરાગણીથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. આ રીતે અશ્વેત ઈન્દ્ર અત્યંત ભક્તિપૂર્વક ભગવાનને કુંના જળથી સ્નાન કરાવતું હતું. તે વખતે આભિયોગિક દેવતાઓ તે કુંભને બીજા કુના જળથી પૂરતા હતા. એમ વારંવાર ખાલી થતા અને ભરાતા કુલેથી અટ્યુત ઇ પ્રભુને નાન કરાવ્યું, પછી દિવ્ય વસ્ત્રવડે પ્રભુના અંગને લૂછ્યું. તે સાથે પોતાના આત્માને પણ ઈન્ડે પવિત્ર કર્યો. તે સ્નાત્રના જળમાંથી કેટલાક દેવતાઓ પિતાના મસ્તક પર સીંચન કરવા લાગ્યા અને બાકીનું પાંડુક, સુમનસ, નંદન તથા ભદ્રશાલ વન-ઉદ્યાનમાં નદીઓ પેઠે પ્રવાહ થઇ વહેવા લાગ્યું. પછી ગશીર્ષ ચંદનના રસથી પ્રભુના અંગ ઉપર વિલેપન કર્યું. તે વખતે કેટલાક દેવતાઓ ઉત્તરાસણ ધારણ કરીને ધૂપધાણા હાથમાં રાખીને ઉભા રહ્યા. કેટલાક છત્ર ધારણ કરવા લાગ્યા. કેટલાક ચામર વિંઝવા લાગ્યા. કેટલાક મણી અને સુવર્ણમય પંખાવડે પવન નાખવા લાગ્યા. કેટલાક દિવ્ય પુપની વૃષ્ટિ કરવા લાગ્યા. કેટલાક સુવર્ણની વૃષ્ટિ કરવા લાગ્યા. અને કેટલાક મધુર સ્વરથી ભગવાનનું સ્તવન કરવા લાગ્યા. કેટલાએક નાચવા લાગ્યા, તે કોઈ કુદવા લાગ્યા. એવી રીતે અનેક પ્રકારથી દેવતાઓ પિતાને હર્ષ પ્રદર્શિત કરી રહ્યા, તે વખતે અશ્રુત ઈન્ડે પ્રભુને વિલેપન કર્યું. ત્યાર પછી બીજા બાસઠ ઈન્દોએ પણ તેવી જ રીતે ભગવાનની સ્નાત્ર અને વિલેપનથી પૂજા કરી. પછી સૌધર્મઇન્દ્રની પેઠે ઈશાન ઈ પિતાનાં પાંચ રૂપ કર્યો. તેમાંના એક રૂપે ભગવાનને ખેાળામાં ગ્રહણું કર્યું. એકરૂપથી છત્ર ધારણ કર્યું, બે રૂપે બે બાજુએ પ્રભુ ઉપર ચામર વિંઝવા લાગ્યા. અને એક રૂપે હાથમાં ત્રિશુળ રાખી પ્રભુની આગળ ઉભો રહ્યો. પછી સૌધર્મ કે પ્રભુની ચારે દિશાએ ચાર ટિક મણિના ઉંચા વૃષભ બનાવ્યા. તેમના શૃંગમાંથી જળની ધારાઓ ચાલવા લાગી. તે જળની ધારાઓ ઉચે જઈ ભેગી થઈને પ્રભુ ઉપર પડવા લાગી. તે વડે શકે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈન્દ્ર વૃષભેને સંહરી લીધા. પ્રભુના શરીરને દેવદુષ્ય વસ્ત્રથી લુછયુ અને ઉત્તમ અંગ રાગથી વિલેપન કર્યું અને દિવ્ય વથી પૂજા કરી પ્રભુના મસ્તક ઉપર જગતના
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy