SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ [ લ ત્રિષષ્ટિ શલાકા પુરુષ vvvvv www * ** પ્રાણત દેવલોકને ઈદ્ર ચારસેં દે સહિત વિમળ નામના વિમાનમાં, અને આપણું તથા અચૂત દેવલોકન ઈંદ્ર ત્રણ દેવતાઓ સહિત સર્વતોભદ્ર નામના વિમાનમાં બેસી ત્યાં આવ્યા. તે જ વખતે ભુવનપતિ અને વ્યંતરના ઇદ્રોનાં આસન કપાયમાન થયાં. તેમાંના - અમરેન્દ્ર અવધિજ્ઞાનથી ભગવાનને જન્મ જાણું સર્વ દેવતાઓને જણાવવા માટે પોતાના ડ્રમ નામના સેનાધિપતિ પાસે ઘસ્વરા નામની ઘટા વગડાવી. પછી પિતાના “સઠ હજાર સામાનિક દેવતાઓ, તેત્રીસ ગુરૂસ્થાનને ચગ્ય દે, ચાર કપાળ, પાંચ અગ્ર મહિષીઓ, અર્ચતર મધ્ય અને બાહા એ ત્રણ પર્ષદાના દે, સાત પ્રકારનું સેન્ચ, તેમ જ તેના સાત સેનાધિપતિઓ અને ચોસઠ હજાર આત્મરક્ષક દેવ તથા બીજા ઉત્તમ ઋદ્ધિવાળા અસુર કુમાર દેવોથી પરવારેલો તે આભિગિક દેવે તત્કાળ રચેલા પાંચશે જન ઉંચા મોટા વજથી શોભિત અને પચાસ હજાર ચાજન વિસ્તારવાળા વિમાનમાં બેસીને ભગવાનને જન્મોત્સવ કરવાની ઈચ્છાથી તે ચમરેન્દ્ર પણ શકેન્દ્રની પેઠે મેરૂ પર્વત ઉપર આવ્યો. તેવી રીતે બલીદ્ર પોતાની મહૌઘરવરા નામની ઘંટા પોતાના મહાકુમ નામના સેનાપતિ પાસે વગડાવી સાઠ હજાર સામાનિક દેવતાઓ, તેનાથી ચારગણા અંગરક્ષક દેવતાઓ તથા બીજા ઘણા દેવતાઓ સહિત અમરેંદ્રની પેઠે મેરૂ પર્વત ઉપર આવ્યો. તેવીજ રીતે નાગકુમાર દેવકનો ધરણં તથા ભુતાનંદ નામે નાબેંક, વિદ્યુત કુમારના ઈંદ્ર હરિ અને હરિસહ, સુવર્ણ કુમારના ઈદ્ર વેણુદેવ અને વેણુદારી, અગ્નિકુમારના ઈદ્ર અગ્નિશિખ અને અગ્નિમાયણ, વાયુકુમારના ઇદ્ર લંબ અને પ્રભંજન, સ્વનિત કુમારના ઈદ્ર સુષ અને મહારાષ, ઉદધિ કુમારના ઈ જલકાંત અને જલપ્રભ, દ્વીપકુમારના ઇદ્ર પૂર્ણ અને અવશિષ્ટ, દિશિકુમારના ઈંદ્ર અમિત અને અમિતવાહન એ રીતે દશ ભુવનપતિના વીશ ઇદ્રી ત્યા આવ્યા. તથા વ્યંતરમાં પિચાશના ઈન્દ્રકાળી અને મહા કાળ, ભૂતના ઈદ્ર સુરૂપ અને પ્રતિરૂપ, યક્ષના ઈદ્રિ પૂણભદ્ર અને માણિભદ્ર રાક્ષસના ઈદ્ર ભીમ મહાભીમ, કિરેના ઈદે કિન્નર અને જિંપુરૂષ, કિપરૂષના ઈદ્ર સપુરૂષ અને માહાપુરૂષ, મહારગના ઈદ્ર અતિકાય અને મહાકાય, ગંધર્વના ઈંદ્ર ગીતરતિ અને ગીતયશ, એમ આઠ વ્યંતર નિકાયના સોળ ઈદ્રિો તથા અણુપની નામે વ્યંતર નિકાયના ઇદ્ર સનિહિત અને સામાન, પશુપનીના ઈંદ્ર ધાતા અને વિધાતા, ઋષિવાદિતના છે નષિ અને ત્રિષિપાલ, ભુતવાદિતના ઈ ઈશ્વર અને મહેશ્વર, કંદિલના ઈંદ્ર મુવસ અને વિશાલ, મહાકદિતના ઈંદ્ર હાસ અને હાસતિ, કુષ્માંડના ઈન્દ્ર શ્વેત અને મહાશ્વેત, પાવકના ઈદ્રિ પવક અને યુવકપતિ, રીતે સોળ ઈદ્ર વાણ બૂતરના તથા જ્યોતિષીના અસંખ્યાતા સૂર્ય અને ચંદ્ર એ બે નામના ઇકો એમ કુલ ચોસઠ ઈકો એકી સાથે મેયર્વત ઉપર આવ્યા, પછી અચૂત ઈદ્રના હુકમથી આભિગિક દેવતાઓએ એક હજારને આઠ આઠ જાતના સુદર કળશે બનાવ્યા. અને તેટલી જ સંખ્યાની સુવર્ણાદિ વસ્તુઓની ઝારી, દર્પણ,
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy