SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ અવસ્થા ] ૧૬૩ તેણે ભગવાનના પગે ડંસ દઈ તેમની સામે દષ્ટિ ફેંકી. સર્પ લેહીને બદલે પ્રભુના એ ગમાથી ઝરતા દુધને દેખી આશ્ચર્ય પામ્યું. તેણે ફરી ફરી ડસ દીધા અને ફરી ફરી દષ્ટિ ફેકી પણ તે સર્વ નિરર્થક જતાં ભગવાને કાઉસગ પારી કહ્યું “સુ સુ કોરિય” હે ચડકૌશિકી બેધ પામ બોધ પામ! આ શબ્દ સાંભળતાં સર્પ ચમળે. તેને ક્રોધ શ, અને ઉહાપોહ કરતાં તેને પિતાને પૂર્વભવ સાંભર્યો તેમાં તેણે અનુભવ્યું કે હું પૂર્વભવમાં ચંડકૌશિક નામને આ ઉદ્યાનમાં તાપસ હતો અને આ બગીચાને વેરાન કરતા રાજકુમારા પાછળ દોડતાં કુવામાં પડી ક્રોધથી ચંડકૌશિકસ થ છુ. સ ભગવાનના પગ આગળ આળોટવા લાગ્યા અને તેણે પાપના પશ્ચાતાપ રૂપ અણુસણ કર્યું. પંદર દિવસના અંતે ગોવાળાએ કરેલ નાગપૂજાથી આવેલ કીડીઓના ઉપદ્રવ છતાં સમભાવે સહન કરી મૃત્યુ પામી સહસ્ત્રાર દેવકમાં દેવ થયે ચંડકૌશિકનો ઉદ્ધાર કરી ભગવાન ઉત્તર વાચાલામાં પધાર્યા. અને ત્યાં નાગસેનને ઘેર પદર ઉપવાસનું પારણું કર્યું દેવતાઓએ નાગસેનના ઘેર પંચદિવ્ય પ્રગટ કર્યા. ભગવાન ઉત્તર વાચાલાથી વિહાર કરી શ્વેતાબી નગરમાં પહોંચ્યા ત્યાં દેશી રાજાએ તેમને ખુબ આદર સત્કાર કર્યો અને ત્યાંથી ભગવાને સુરભિપુર તરફ વિહાર કર્યો માર્ગમાં તૈયક રાજાઓ મળ્યા તે પ્રભુને દેખી આનંદ પામ્યા. અને તેમણે ભગવાનને ખુબ ભાવભીનું સ્વાગત કર્યું. સુદ ખૂને ઉપસર્ગ ભગવાને સુરભીપુરથી રાજગૃહ તરફ વિહાર કર્યો વરચે ગંગાનદી આવતી હોવાથી ભગવાન નાવ ઉપર ચડયા. નૈકાના પ્રયાણ વખતે ઘૂવડને શબ્દ સાભળી નાવમાં બેઠેલ એસિલ નામને નિમિત્તિઓ છે કે આપણને મરણાંત કણ આવી પડશે પણ નાવમાં બેઠેલ આ મહાપુરૂષના પ્રતાપથી આપણે પાર પામીશું.” નાવ મધ્ય ગંગામાં આવી. તે વખતે ગંગામાં રહેતા સુદપક નામના નાગકુમારે તે નાવમાં બેઠેલા ભગવાનને દેખ્યા. અને અવધિજ્ઞાનને ઉપગ મુકતા તેણે જાણ્યું કે આ કેટલાક ભો પહેલાં સિંહ રૂપે રહેલા મને ચીરી નાખનાર ત્રિપુર્ણ વાસુદેવને આ જીવ છે તેણે ગ ગામાં મોટા મોટાં મોજા ઉછાળ્યાં નાવ ડેલવા લાગી. સૌના જીવ હાથમાં રહ્યા કેઈએ પ્રભુ સ્મરણ કરી માડયું તે કઈ ઈષ્ટ માણસને સંભાળવા માંડયા જ્યારે કઈ રોવા લાગ્યા તે કઈ બો પાડવા લાગ્યા પણ ભગવાન શાંત હતા તેમના મુખ ઉપર હેતે કઈ ભયનો ભાવ કે નહતી ક્રોધની રેખા. નાવ ડુબવાની અણી ઉપર આવી. તેજ વખતે કંબલ અને બલ નામના બે દેએ નાવનું રક્ષણ કર્યું અને નાવ ગગાને કાઠે આવ્યું આથી લેકે સો આનદ પામ્યા. આ કંબલ શંબલ દેને પૂર્વભ આ પ્રમાણે હતે. મથુરામાં જિનદાસ અને સાધુદાસી નામે શેઠ શેઠાણ રહેતા હતા તેમને ત્યાં એક ગોવાલણ દુધ આપતી હતી. તેની સાથે શેઠાણીને સારી લાગણી બધાઈ એક વખત ભરવાડને ત્યા લગ્ન આવ્યાં. તેણે શેઠાણને લગનમાં આમંત્રણ આપ્યું છે
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy