SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર ( લધુ ત્રિશષ્ટિ શલાકા પુરુષ - - - - - - - - - - - - - - - શ્રમણ ભગવાન મહાવીર જન્મ, બાલ્યકાળ અને ગુહાવાસ, સતાવીસ ભવ-દશમા દેવલેથી ચ્યવી દેવાનંદાની કુક્ષિમાં. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રના મગધ દેશમાં બ્રાહ્મણ નામનું એક ગામ હતું. ત્યાં કુડાલસ કુળનો ઋષભદત્ત નામે બ્રાઢાણ હતું, તેને જાલંધર ગાત્રવાળી દેવાનંદ નામે ભાર્યા હતી. સમય જતા નંદનમુનિને જીવ પ્રાણુતદેવલોકથી અવી (ઈસવીસન પૂર્વ ૬૦૦, વિક્રમ સંવત પૂર્વ ૫૪૩) અષાશુદિ૬ ના દિવસે જ્યારે હસ્તોત્તરા (ઉત્તરાષાઢા) નક્ષત્રમાં ચંદ્રનો રોગ હતું ત્યારે દેવાનંદાની કુક્ષિને વિષે અવતર્યો. જગતભરમાં પ્રકાશ ફેલા અને આનંદ છવાયે તે રાત્રિએ દેવાન દાએ ચૌદ સવપ્ન દેખ્યાં અને પ્રભાતે રાષભદત્તને સ્વપ્નનું ફળ પુછયું ઋષભદતે પિતાની મતિ અનુસાર જણાવ્યુ કે “આ સ્વપન જેવાથી તમારે એક સુંદર પુત્ર થશે, અને તે ઉમરલાયક થતાં વેદ વિગેરે સર્વ શાસ્ત્રોમાં નિયત થશે?” પતિએ કહેલ આ સ્વફળ સાંભળી દેવાન દા ખુબ આન દ પામ્યાં આ પછી 20ષભદત્તને દિવસે દિવસે વધુ માન સન્માન અને લક્ષમી પ્રાપ્ત થવા લાગી. * ગર્ભ પરાવર્તન, ચ્યવન કલ્યાણુકે અને જન્મ. ઈ. એક વખત અવધિજ્ઞાનને ઉપગ મૂકે અને દેવાનંદાની કુક્ષિમાં રહેલા અસ્પષ્ટ આકારવાળા ગવરૂપે ભગવાનને જોયા. તેણે ભાવપૂર્વક શકસ્તવથી વંદન કર્યું. પણ વિચાર્યું કે “દેવતાઓને ઉચ્ચકુલમાં જન્મેલા મહાપુરૂષ સેવવા યોગ્ય છે. તીર્થકર છે ભગવાને દદ્ધિ, ભિક્ષુક, કે કૃપણ વિગેરે હલકા કુળમાં ઉત્પન્ન થતા નથી છતાં આતે - બ્રાહ્મણના હલકા કુળમાં ઉત્પન્ન થયા છે. તે આશ્ચર્ય છે, કરોડો વર્ષે આવી કેઈ આશ્ચર્યકારક ઘટના બને તે ઈન્દ્રની ફરજ છે કે તેણે તેમને નીચગોત્રમાંથી ઉચ્ચગેત્રમાં મુકવા. તd હરિણાગથી દેવને તેણે બેલા અને કહ્યું કે જાલંધર નેત્રવાળી દેવનદાની કુક્ષિમાં રહેલ ગર્ભને વાશિષ્ઠ નેત્રવાળી ત્રિશલાની કુક્ષિમાં દાખલ કર, અને ત્રિશલાના ગર્ભને દેવાનંદાની કુક્ષિમાં દાખલ કર” હરિર્થગમેષીદેવ શકની આજ્ઞાનુસાર તુરત ત્યાં ગ અને દેવાનંદા તથા ત્રિશલાને અવસ્થાપિની નિદ્રા આપી પરસ્પર ગભતુ પરાવર્તન કર્યું. આ તરફ દેવાનંદાએ એ ત્રિએ સ્વપ્નમાં જોયું કે “તેણે પ્રથમ જોયેલાં ચૌદ * મૂળ ત્રિષષ્ટિમાં ખાસી દિવસે ઇન્દ્રનુ આસન કયુ તેમ જણાવ્યું છે જ્યારે અહિ ખાસીમાં દિવસે ઈન્કે ઉપયોગ મૂકો અને ભગવાનને જોયા. તેમજ ઇન્દ્ર ભગવાનને પરિવર્તન કરવામા ઉચ્ચ ગાત્રવાળા મેટા પુરૂષે જ દેવતાઓને પજવા યોગ્ય છે તે કારણને ધ્યાનમાં લઈ પિતાને આચાર આગળ કરી ગર્ભ પરાવર્તન કરેલ છે તેમ જણાવ્યું છે.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy