SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર 3 ૧૪૧ કોઈ વસ્તુ ગમતી નથી રાજા અને રાણું પણ પાશ્વકુમારનું નામ સાંભળી આનંદ પામ્યાં અને તેને સ્વયંવર તરીકે મોકલવા નિશ્ચય કર્યો વાત વાયરે જાય તેમ તે વાત કવિ ગાદિ દેશના રાજા યવને જાણું અને બેલી હઠ કે “મારા જેવા હોવા છતા પ્રભાવતીને વરનાર પાશ્વકુમાર કોણ?” તેણે તુર્ત પ્રભાવતીને મેળવવા કુશસ્થળ ઉપર ઘેરો ઘાલ્ય નગરનું ઈ માણસ આજે નગર બહાર નીકળી શતું નથી રાજન! પરાક્રમી અને પરદુઃખભંજન આપને જાણુ સાગરદત્તને પુત્ર હું પુરૂષોત્તમ ગુપ્તપણે નગરમાથી નીકળી સહાય માટે આપની પાસે આવ્યું છું” અશ્વસેન રાજા પુત્તમ પાસેથી યવનનું વૃત્તાંત સાંભળી ક્રોધથી ધમધમ્યું. તેણે કુશસ્થળની રક્ષા માટે રણશી ગુ ફૂંકયુ સૈનિએ બખતર સજ્યાં અને હથિયાર તૈયાર કર્યા. કડાગૃહમાં રહેલ પાકુમાર આ કોલાહલ સાંભળી પિતા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે “હું છતાં આપ વડિલને યુદ્ધમાં જવાની જરૂર નથી ” પિતાએ કહ્યું “ઠ સારી રીતે સમજું છું કે તમે ત્રણ જગતને વિજય કરવાને સમર્થ છે પરંતુ તે ઘરમાં કીડા કરે તે જોવાથી મને જે હર્ષ થાય છે તે તને યુદ્ધમાં મોકલવાથી મને નથી થતું? પાશ્વકમારે કહ્યું “પિતાજી! યુદ્ધસ્થાન તે પણ મારે મન ક્રોડા રૂપ છે.” રાજા મૌન રહ્યા. પાકમારે હાથી ઉપર બેસી સિન્ય સહિત પુરૂતમ સાથે કુશસ્થળ નગર તરફ પ્રયાણ કર્યું. સેન્યની ઉડેલી રજમાં હથિયારે વિજળીની પેઠે ઝબુકવા લાગ્યાં જોતજોતામાં સન્ય કશસ્થળના પાદરે આવ્યું અને પાશ્વકુમાર દેવ વિકવિત આવાસમાં રહ્યા તુર્તજ તેમણે યવનરાજ પાસે દૂત મકર અને કહેવરાવ્યું કે “હે રાજન ! શ્રી પાર્શ્વકુમાર મારા સુખથી તમને આદેશ કરે છે કે પ્રસેનજિત રાજાએ મારા પિતાનું શરણું સ્વીકારેલ હોવાથી નગરીને ઘેરે ઉઠાવી લે અને તમે તમારા સ્થાને ચાલ્યા જાઓ' વનરાજને દૂતના આ શબ્દો સાંભળતાં ફોધ ચઢયે અને તેણે દૂતને કહ્યું “તું રાજદૂત હોવાથી અવધ્ય છે. તું પાછો જા અને બાળક પાકુમારને કહેજે કે “યુદ્ધ તે ખેલાડીઓનું છે વૈભવીએાનું નથી. જીવવાની ઈચ્છા હોય તે પાછા ચાલ્યા જાઓ” તે ફરી કહ્યું “રાજન! પાશ્વકુમાર દયાળ છે તે કોઈને મારવા ઇરછતા નથી માટે જ તમને આ સંદેશે કહેવાય છે. જરા વિચાર તો કરો કે ત્રણ જગતના પતિ થવા ચોગ્ય પાર્શ્વકુમાર કયાં અને ખાબોચીયા જેટલા રાજ્યના રાજવી તમે કયા?” દૂતના આ વચને યવનરાજના સૈનિકોએ હથિયાર ખખડાવ્યાં પણ એક વૃદ્ધ મંત્રી વચ્ચે પડી બેલી ઉો “જરા સમજે, આ પાશ્વકુમાર કેશું છે? તેનો વિચાર તે કરે ઈન્દ્ર જેવા જેના સેવકે છે તેની આગળ તમારી લડવાની શી મજાલ છે? ફતે તમને સાચી વાત કહી છે. હજી મોડું થયું નથી, પાર્શ્વકુમાર દયાના સાગર છે તે સર્વ અપરાધ ભૂલી જશે?” યવનરાજ ઠડે પડશે. તેને મુખઈ માટે લજજા આવી અને કંઠમાં કુહાડે બાંધી મુખમાં તૃણ રાખી ભગવાન પાસે આવ્યું અને કહેવા લાગે હે ભગવાન! મારા અવિનયની ક્ષમા આપ મેં મારી શક્તિને વિચાર કર્યા વગર આ દુષ્કૃત્ય કર્યું છે. હું આપને સેવક છું” ભગવાને કહ્યું “તમે મારા તરફથી બીલકુલ ભય ન રાખે. મારે નથી જોઈતા દંડ કે નથી જોઈતું રાજ્ય, માત્ર જોઈએ છે, કુશસ્થલપુરના ૧૦
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy