SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચન્દ્રિ] ૧૩૯ બીજાં પણ તેર રત્નો તેમને પ્રાપ્ત થયાં આથી સુવર્ણબાહુએ પખંડ સાધ્યા અને ચકીપદ મેળળ્યું. - ચક સુખને ભેગવતા સુવર્ણબાહુ પિતાને કાળ સુખપૂર્વક પસાર કરે છે. તેવામાં વનપાલકે વધામણી આપી કે, “નગરના પરિસરમાં તીર્થકર ભગવાન સમવસર્યા છે ? સુવર્ણબાહ સમવસરણમાં ગયે. ભગવ તને વાંદી દેશના સાંભળી પિતાના આવાસે આવ્યું. પરંતુ સમવસરણુમ દેખેલા દેમાથી તેનું ચિત્ત ખર્યું નહિ આવા અનિમેષ નયનવાળા દેવને મેં સાક્ષાત્ જેયા અને અનુભવ્યા છે. તે ઉહાપોહમાં ચક્રી ભાન ભૂલી મૂર્છાગત થતાં જાતિસ્મરણજ્ઞાન પામ્ય ડીવારે ભાન આવતાં વિચારવા લાગ્યું કે, મે આટલા આટલા ભવ કર્યા છતાં હું કેવળજ્ઞાન ન પા ” તેણે તુર્ત પિતાના પુત્રને બોલાવ્યો અને રાજ્યગાદી ઉપર સ્થાપન કરી તીર્થકર ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી. પૂણશક્તિથી તેમણે તપ, ધ્યાન અને જ્ઞાનમાં મન જેડયુ. અને વીશસ્થાનક તપ આરાધી તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું એક વખત સુવર્ણબાહુ રાજર્ષિ ક્ષીરગિરિ પાસે આવેલી ક્ષીરપણું અટવામાં આવ્યા અહી તેમણે સૂર્ય સન્મુખ નજર નાંખી સૂર્યની આતાપના લેવા માંડી તે અરસામાં કરંગક ભિલને જીવ સાતમી નરકમાંથી નીકળી સિહ થયું હતું. તે પૂંછડું પછાડ અને જગલને ગજાવતે ભક્ષ્ય શોધતે જ્યાં ત્યાં દોડાદોડ કરી રહ્યો હતે. બે દિવસથી ભક્ષ્ય નહિ મળવાથી સંપૂર્ણ ક્રોધી બની ધમપછાડા મારતો હતો તેવામાં તેની નજર આતાપના લેતા સનિ ઉપર પડી. તેણે ત્રાડ નાખવા પૂર્વક મુનિ ઉપર થાપો માર્યો સિંહને થાપ પડતાં જ સુનિ નમો અરિહંત' કહેતા જમીન ઉપર ઢળી પડયા અને સમાધિપૂર્વક મૃત્યુ પામી દશમા દેવલોકમાં મહાપ્રભ વિમાનમાં વીસ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. સિંહ મૃત્યુ પામી ચોથી નરકે ગયે. આમ આઠમા ભાવમાં પાર્શ્વનાથને જીવ પૂર્ણ વિકાસની નજીક આવી ઊભો રહ્યો. અને જગત ઉપર પૂર્ણ ઉપકાર કરવા દેવલોકમાં એકાંત આવાસમાં પિતાને કાળ નિર્ગમન કરવા લાગ્યું. પાર્શ્વનાથ ભગવાન જન્મ, લગ્ન અને દીક્ષા. પત સિંહને જીવ કેટલાક ભ રખડી કોઈ ગામમાં એક બ્રાહ્મણને ત્યાં પુત્રપણે જો જન્મતાંની સાથે તેના દુર્દવથી માત-પિતા તરત મૃત્યુ પામ્યા. લોકોએ તેને દયાથી ઉછેર્યો. અને જ્યારે માટે થયો ત્યારે તેનું નામ કમઠ રાખ્યું કેરઠેર તિરસ્કાર પામતે અને લેકેની દયા ઉપર જીવતા કમઠ યૌવનવયને પાપે ત્યારે તે વિચારવા
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy