SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ શ્રા બ્રહ્મદત્ત ચર્તિ ચરિત્ર ] બાંધવ બની રયલમના ભાગીદાર બને.' મુનિએ કહ્યું “રાજન ! ભવ રખડાવનાર તારી ઋદ્ધિ છે. જ્યારે અમારે જ્ઞાન દર્શન બાદ્ધિ ભવોભવ તારનાર છે. સુનિએ ચીને ધર્મ માગે વાળવા ઘણા પ્રયત્ન કર્યો. પણ સાતમી નરકે જનારે બ્રહ્મદત્તને ભાઈ ઉપરના પ્રેમ સિવાય બીજો ધર્મપ્રેમ ન જાગે તે ન જ જગ્ય. એક વખત ચકી વનરાજ તરફથી ભેટ મળેલ અશ્વ ઉપર આરૂઢ થયો. કે તત તે અશ્વ ચક્રને જોતજોતામાં અટવીમા લઈ ગયે. ચકી ઘેડા ઉપરથી ઉતરી વનલક્ષમી નીહાળે છે તેવામાં તેણે એક રૂપવતી કન્યા જોઈ. આ કન્યા સંબંધી વધુ વિચાર કરે તેવામાં તે તેણે નાગણીનું રૂપ કર્યું. અને બીજા માનસ નાગ સાથે લેગ ભેગવવા લાગી. રાજાને આ કૃત્યથી સ્ત્રી ઉપર ક્રોધ ઉપ અને તેને ચાબુકથી ફટકારી. નાગ કન્યા ફોધિત થઈ પતિને કહેવા લાગી કે “બ્રહ્મદરે મારી પાસે દુષ્ટ વાસનાની માગણી કરી. મેં ન સ્વીકારી તેથી તેણે મારા ઉપર પ્રહાર કર્યો. નાગરાજ પ્રિયાનું ઉપરાણું લઈ અટવીમાંથી પાછા ફરેલ અને ત્યાં આવ્યો. આ વખતે ચક્રી પિતાની પ્રિયાને નાગ કન્યાની ગોનસ સાથેના ભેગની વાત કરી રહ્યો હતે. નાગ તુર્ત સમજી ગયો કે “બ્રાદત્ત નિદૉષ છે. અને પત્ની દુષિત છે નાગદેવ પ્રગટ થયો. અને ચકીને કહ્યું “તુ માગે તે આવું ' ચક્રીએ કહ્યું કે મારે કાંઈ જોઈતું નથી. મારે જોઈએ છે માત્ર મારા રાજ્યમાં વ્યભિચાર, ચોરી કે અપમૃત્યુને નાશ.’ નાગે કહ્યું “આ માગણું તે પરોપકારી થઈ. તું મારી પાસે અંગતમાગણું કર. નાગના અતિ આગ્રહથી બ્રહ્મદરે પશુ પક્ષીની ભાષા સાંભળી સમજી શકવાની માગણી કરી. નાગે તે વરદાન કેઈને નહિ કહેવાની શરતે આપ્યું. અને જણાવ્યું કે તું કેઈનૈ આ વાત કરીશ તે મૃત્યુ પામીશ. આ પછીનાગદેવ અંતર્ધાન થયો. બ્રહ્મદત્ત ચકી એક વખત સ્ત્રી સાથે આનંદમગ્ન છે તે વખતે તેની નજર ગ્રહગોધાના યુગલ ઉપર પડી. આ યુગલમાં ગૃહગોધા પુરૂષગ્રહને કહેતી હતી કે આ રાજાના અગવિલેપનમાથી મને ઘેટું અંગવિલેપન લાવી આપ.” ગુહગોધે કહ્યું “આ નાની સુની વાત નથી. તે લેવા જતાં જીવ જોખમમાં પડે તેને તેને ખ્યાલ છે કે નહિ ?” ગ્રહોધાએ કહ્યું ગમે તે થાય પણ મારે જરૂર છે. રાજા આ સાંભળી જોઈ હસ્યો. રાણીએ રાજાને અચાનક હસવાનું કારણ પૂછયું. અને કહ્યું કે “નાથ ! શાથી હસ્યા તે કહે રાજા કહે છે કે “ હસવાનું કારણ કહેતાં મારું મૃત્યુ થાય તેમ છે. રાણી કહે કે “ભલે થાય પણ મને તે શાથી હસ્યા તે કહેવું પડશે. મૃત્યુ થશે તે આપણે સાથે મરીશું અને પરભવમાં સાથે જન્મીશું. રાજા કહે ગાડી ન થા. કહેવામાં કાંઈ સાર નથી. રાણી જીદે ચડી. અને મરવા તૈયાર થઈ. સ્ત્રી પરવશ રાજા નગર બહાર ચિતા રચાવી રાણી સાથે ત્યાં આવ્યો. નગરજને અને પ્રધાને આંસુ સાથે ઉભા રહ્યા. આ અરસામાં કુળદેવીએ ગેડા ગેડીનું રૂપ કર્યું. અને ગંડીએ ગેંડાને કહ્યું “આ સામા પડેલા જવના ઢગલામાંથી એક પળ મને લાવી આપ.' ગુંડાએ કહ્યું “ચકીના અશ્વ માટે એ પળે છે. તે લેવા જતાં મારું મૃત્યુ થાય.” ગંડી કહે “જે તે નહિ લાવો તેનું મૃત્યુ પામીશ”
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy