SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ [ લઘુ ત્રિષ્ટિ શલાકા પુરું, w કસનુ પરાક્રમ કહી સંભળાવ્યું. આથી જરાસંઘે જીવયશા કન્યા કંસને પરણાવી. 'કસને ” ઉગ્રસેન ઉપર ફોધ ઉપન્યો. અને તેણે જરાસંઘ પાસેથી લશ્કર લઈ મથુરા કબજે કરી • ઉગ્રસેનને પાંજરામાં નાખ્યો. ઉગ્રસેનના બીજા પુત્ર અતિમુકત કુમારે , આ બધું દેખી વિરાગ્ય પામી દીક્ષા લીધી. સુભદ્રાવણિકને પોતાના ઉપકારી માનતા કસે બોલાવી સુવર્ણનું દાન આપી તેને સત્કાર કર્યો. એક દિવસે ધારિણી રાણીએ કંસને આવી કહ્યું “તારા પિતા ઉગ્રસેન રાજાને આમાં કાંઈ અપરાધ નથી. મેં એકલીએજ કારાની પેટીમાં નાંખી-તને વહેવડા, હિતે. હુંજા ખરી અપરાધી છું. તારે મને જે શિક્ષા કરવી હોય તે કર.” કસને આ વાત કેઈ રીતે ? ગળે ન ઉતરી. તેણે ઉગ્રસેનને છુટા ન કર્યો. કારણકે કસે પૂર્વભવનું નિચાણું બાંધ્યું હતું તે કયાંથી વિફળ થાય? વસુદેવનું રૂપ દેખી સ્ત્રીઓનું આકર્ષણે સૌર્યપુર નગરમાં સમુદ્રવિજય રાજા સિંહાસન ઉપર આરૂઢ થયા હતા. રાજકર્મ, ચારીઓ સૌ પોતપોતાના સ્થાને બિરાજયા હતા. તેવામાં નગરના આગેવાન પુરૂષનું એક ટેળે સભામાં દાખલ થયુ. અને આંખમાં આંસસાથે રાજાને વિનંતિ કરવા લાગ્યું કે હે રાજન ! નગરમાં ખૂબ અવ્યવસ્થા પ્રગટી છે. અમારા ઘરમાં છોકરાંઓ • ખાધાવિના રખડે છે. કારણકે તમારા ભાઈ વસુદેવ જ્યારે શહેરમાં ફરે છે. ત્યારે સ્ત્રીઓ કુલમર્યાદા અને ભાનભૂલી તેની પાછળ ફર્યા કરે છે, વધુ શું કહીએ? હે રાજન! શહેરમાં એવા પણ દાખલ બન્યા છે કે ઘડાને પાસવાને બદલે છોકરાને પાસી કેટલીક સ્ત્રીઓએ કુવામાં નાંખ્યા છે. તેમજ કેટલીક સ્ત્રીઓએ તે ઉપરનાં કપડાં નીચે અને નીચેનાં કપડાં ઉપર પહયા છે. આપને ન કહી શકાય એવું શહેરમાં ઘણું ધાંધલ મચ્યું છે. આમાં વસુદેવને કાંઈ વાંક નથી:વાય માત્ર છે તેમના રૂપને. રાજાએ કહ્યું હું ‘મહાજને તમારા દુઃખને નિવારણ કરવાની વ્યવસ્થા હું કરીશ.” એમ સાત્વન આપી સૌને વિદાય કર્યો. , .' એક વખતે સમુદ્રવિજય રાજાને વસુદેવ નમસ્કાર કરવા આવ્યા. રાજાએ વસુદેવને . કહ્યું “બાંધવ! તારું શરીર બહુ દુબળું થયું છે. હવે બહાર ફરવાનું તું ન રાખ. ઘર ની ” સર્વકલાને શીખી પ્રવીણતા મેળવી. ભદ્રિક વસુદેવે આ વાત કબુલ રાખી. અને ત્યારપછી ઘેર રહી કલાને અભ્યાસ આદર્યો અને પિતાને સમય વીતાવવા માંડશે. . . - વસુદેવ પ્રયાણ. સમય જતાં એક વખત મહેલમાં - વસુદેવની , આગળથી કુજા દાસી પસાર થઈ અને આખા મહેલમાં સુગંધ સુગંધ ફેલાઈ. વસુદેવે કુજાને પૂછયું .આ ગધદ્રવ્ય ને માટે લઈ જાય છે. તેણે કહ્યું શિવાદેવીએ સમુદ્રવિજય રજામાટે આ', કહ્યું છે, "ત્યારે તે મને પણ કામ આવશે. એમ બોલી તેની મશ્કરી કરી કુબજાના હાથમાંથી પદ્રવ્ય છીનવી લીધું. જા બેલી “તમારામાં આવાં લક્ષણ છે તેથી તે આ અશ્વન
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy