SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ * લઇ ત્રિષષ્ટિ શલાકા પુરુષ • - - - - - - - સીતા સળગતી ચિતા સમક્ષ ધીમે ડગ ભરતા આવી પહોંચ્યાં. આકાશ તરફ દષ્ટિ કરી, બે હાથની આજલિ જેડી સીતાએ કહ્યું: “હે નગરજન' સાંભળે, મેં રામ વિના અન્ય પરપુરૂષની કઈ પણ દિવસે જે અભિલાષા સેવી હોય તે મને આ અગ્નિ બાળીને ભસ્મિભૂત કરી નાખે. અથવા તે હું જે મનવચન કાયાએ પવિત્ર હાઉં તે આ ભડભડ બળી રહેલી અશિશિખાઓ શાંત થઈ જાઓ.” પછી સીતાઓ અગ્નિની ઝાળમાં પિતાના દેહને પડતો મૂકો. સીતાના દેહના સ્પર્શમાત્રથી ગગનચુંબી અગ્નિની જવાળાઓ શાંત થઈ ઓલવાઈ ગઈ ખાડામાં પાતાળમાંથી પાણી ભરાઈ ગયું, અને એક સુંદર જસવરના રૂપમાં તે ખાસ ફેરવાઈ ગયા સીતા એક સહસ્ત્રદલ કમળ પર લક્ષ્મીની જેમ શોભી રહ્યાં. આકાશમાંથી મંગળ શેષનાદ થયા, ત્યારબાદ રામે સીતાને પોતાની સાથે અયોધ્યામાં આવવા જણાવ્યું પરંતુ સીતાએ ના કહી. કારણકે સીતાને હવે સંસારપરથી મોહ ઉઠી ગયે હતે. સંસારની અસારતા એમના હૈયાને કેરી ખાવા લાગી તત્કાળ સીતાએ પિતાના હસ્તે વાળને લોન્ચ કર્યો એ જોઈ સોતા ' પ્રત્યે મહાન અનુરાગી રામ મૂછ ખાઈ જમીન પર પડયા રામ એ મૂછમાંથી શુદ્ધિમાં " આવે એ પહેલાં તે સીતા ત્યાંથી ચાલી ગયાં ને જયભૂષણ નામના મુનિની પાસે વિધિપૂર્વક દીક્ષા અગિકાર કરી. (૯). રામનું નિર્વાણુ. રામનું પરિવાર સહિત જયભૂષણમુનિ પાસે જવું. પરિવારે રામને જળ છાંટ્યું. થોડીવારે મૂછ વળી કે તુત રામબેલી ઉઠયા “સીતા કયાં ગયા? હું તેના વગર કઈ રીતે જીવી શકીશ? લક્ષ્મણ ! શું જોઈ રહ્યો છે? ધનુષ્ય લાવ હુ હમણુજ સીતાને લઈ આવું?” લમણે કહ્યુ “વડિલબંધુ! સીતાએ પોતાના હાથે કેશને લેચ કરી દીક્ષા લીધી છે, દોષના ભયે લેકેએ અને તેને પ્રથમ તે દેવીને ત્યયા પણ હવે તે દેવી કાચનસમ શુદ્ધ નિવડી, તમને અમને અને સંસારને છડી સંયમ માર્ગે સીધાવ્યાં છે બધુ કઈ રાજવી વિદ્યાધર કે દેવે તેમને ઉઠાવ્યા હોત તે હું ધનુષ્ય લઈ કયારના દેડ હેત આતે કેવલિ જયભૂષણ મુનિ પાસે મમત્વ ત્યજી તપત્યાગ કરતા સ્વઈચ્છાએ બિરાજ્યા છે ” રામ ધીરા પડયા ને કહેવા લાગ્યા કે ખરેખર સીતા ધન્ય છે તેણે મારા ત્યાગને સર્વ ત્યાગમાં ફેરવ્યું. તેણે મમત્વ છેડયું અને હું હજી મમત્વવાળે રહો.? આ પછી પરિવારસહ રામ જયભૂષણ મુનિ પાસે ગયા. વાંદી ભગવંતને પૂછવા લાગ્યા કે “હું ભવ્ય કે અભવ્ય' મુનિએ કહ્યું “રામ! તમે ભવ્ય છે એટલું જ નહિ પણ આજ ભવે મુક્તિએ જનાર છે હજી તમારે સ ચમની વાર છે કારણ કે લક્ષ્મણ ઉપરનો તમારા રાગ તમારે માટે દુરસ્યાજ્ય છે.” રામ, રાવણ, લક્ષ્મણ, સીતા, સુગ્રીવ અને વિભીષણના પૂર્વભવની પૃચ્છા. સભામાં વિભીષણ, સુગ્રીવ, લક્ષમણું, લવણ, અંકુશ, ભામડળ વિગેરે બેઠા હતા
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy