SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ [[લઘુત્રિષષ્ટિ શલાકા પુરુષ - - - - - - - - - - - - - - જ - - - - - - - - - - - - આ પછી રામે લક્ષમણ સહિત લકામાં પ્રવેશ કર્યો અને તે સૌ પ્રથમ સીતાને મળે વિદ્યાધરો હર્ષથી બોલી ઉઠયા. “મહાસતી સીતાને જય!” લક્ષ્મણ સીતાના પગમાં પડ્યો અને સીતાએ આશીષ આપી તેને ઉભો કર્યો. આ પછી ભામંડલ, સુગ્રીવ વિભીષણું, હનુમાન, અ ગદવિગેરે સીતાને પગે લાગ્યા ત્યારબાદ સૌ રાવણના મંદિરમાં આવ્યા અને ત્યા શ્રોશાતિનાથ ભગવાનની પૂજા કરી આનંદ પામ્યા આપેલ વચનને અનુસરી સોની સાથે રામે લંકાના રાજ્ય ઉપર વિભીષણને અભિષેક કર્યો. આ પછી લક્ષ્મણ અનેક ખેચર કન્યાઓને પરણ્ય અને રામે લકામાં છ વર્ષ વીતાવ્યાં. તે અરસામાં વિઘલ ઉપર ઈજિત અને મેઘવાહન મેક્ષ પામ્યા તેથી તે સ્થળ મેઘરથ નામનું તીર્થ થયું અને નર્મદા નદીના કાંઠે કુંભકર્ણ મોક્ષે ગયા તેથી તે પુષ્ટરક્ષિત નામે તીર્ણ થયું, રામ લક્ષ્મણ સીતા વિગેરેનું અયોધ્યામાં આગમન અને ભારતની દીક્ષા આ તરફ અધ્યામાં રામલક્ષમણની માતાએ પુત્રના સમાચાર નહિ જાણવાથી દુખી થઈ જીવન પસાર કરતી હતી, તેવામાં નારદ ઉતર્યા. અને પૂછયું “તમે કેમ દુઃખી છે? તેઓએ કહ્યું “રામ લ કામા ગયા છે. રાવણે શક્તિથી લમણને પ્રહાર કર્યો છે. તે સમાચાર અમે સાભળ્યા છે પણ પછી શું થયું તેની અમને ખબર નથી. નારદે કહ્યું ત્યાં જાઉ છુ અને બધા સમાચાર આપુ છુ” નારદ લંકામાં આવ્યા અને રામ લક્ષ્મણને તેમની માતા દુઃખી થાય છે તે જણાવ્યું. આ પછી રામ, લક્ષ્મણ, વિભીષણ, સુગ્રીવ અને ભામંડલ વિગેરે ને લઈ વિમાનમાં બેસી અયોધ્યા આવ્યા. દૂરથી રામને આવતા જોઈ ભરત શત્રુઘ ઉભા થયા અને વિમાનમાંથી ઉતરતાં જ તે રામને નમ્યા. આ પછી રામ અને લક્ષ્મણ કુટુબી પરિજને અને માતાઓને મળ્યા, નમ્યા. અને આશીર્વાદ લીધા આ પછી રામના આગમનને અયોધ્યામાં મોટે ઉત્સવ પ્રવર્યો. એક વખતે ભારતે રામને પ્રણામ કરી કહ્યું “હે આયે, મેં આપની આજ્ઞા ચુજબ રાજ્ય ચલાવ્યું. હવે આપ રાજ્ય સભાળ રામે કહ્યું “ભાઈ! આવું ન બેલ, અમે તે તમારા તેડાવવાથી આવ્યા છીએ અમારે રાજ્યની જરૂર નથી. , , - ભરતને દીક્ષા ન લેવા દેવી એવા વિચારથી બધાએ ભારતને અંતઃપુર સહિત ‘જીક્રડા કરવા બોલાવ્યા ભરતે એક મુહૂર્ત પર્યત જળક્રીડા કરી એટલામાં ભુવનાલંકાર નામને હાથી મદાધ અવસ્થામાં ત્યાં આવ્યો પણ ભરતને જોતાંવેંત જ તે મદરહિત થઈ ગયે. એવામાં દેશભૂષણ અને કુલભૂષણ મુનિ પધાર્યા રામે સપરિવાર તેઓની વાંધા અને પૂછયું કે “ભુવનાલંકાર ભરતને જોતાં કેમ મદરહિત થયે?” મુનિઓએ જણાવ્યું કે શ્રીત્રપભદેવ ભગવાન સાથે ચાર હજાર રાજાઓએ દીક્ષા લીધી હતીવખત જતા તેઓ વનવાસી તાપસ થયા. તેમાં પ્રહૂલાદન અને સુપ્રભ રાજાના ચંદ્રોદય અને સુરેદય પુત્ર હતા તે બને ભવભ્રમણ કરીને અનુક્રમે ચંદ્રોદય ગજપુરમાં હરિમતીને કુલકર નામે પુત્ર થયે ને સુદય પણ એ જ શહેરમાં વિશ્વભુતિ બ્રાહ્મણને ત્યાં શ્રુતિરતિ નામે પુત્ર થયે કુલકર માટે થતા રાજા થયે. એક વખત તે તાપસની
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy