SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ સીતાને ત્યાગ 3 ૫૩ બળદેવ છે અને લક્ષમણ આઠમા વાસુદેવ છે તેઓ શરણ કરવા ગ્ય છે માટે તેને તમે શરણે જાઓ વિભિષણના વચનથી તેઓ રામ લક્ષ્મણના શરણે ગયા રામે અને લક્ષ્મણે પ્રસનતાથી તેમને સ્વીકાર કર્યો. વિભીષણ રાવણના મૃત્યુથી શેકગ્રસ્ત બન્યું. અને તે આપઘાત કરી જીવનને અત લાવે તેટલામાં રામે તેને પકડી લીધો અને કહ્યું “તમારે શોક કરવાનું કાઈ કારણ નથી રાવણ પ્રતાપી હતો જેનાથી દેવતાઓ પણ કપતા હતા અને કોઈને મોડુ તે કોઈને વહેલું મૃત્યુ તે વરેજ છે. આ રાવણ રણમાં વીરવૃત્તિ રાખી મૃત્યુને વરેલ છે ' આમ આશ્વાસન આપી રામે ફભકર્ણ, ઈન્દ્રજિત, મેઘવાહન વિગેરેને છોડી દીધા. અને ત્યારબાદ તે સૌએ ગશીર્ષ ચંદનના કાષ્ઠની ચિતા રચી રાવણને અગ્નિસંસ્કાર કર્યો. અને સૌએ તેને અંજલિ આપી આ પછી કુંભકર્ણ ઈન્દ્રજિત વિગેરેને ઉદ્દેશીને રામે કહ્યું “હે વીરો ! તમે તમારું રાજ્ય કરે અમારે નથી જોઈતું તમારું રાજ્ય કે નથી જોઈતી તમારી લક્ષમી રામને આ ઉદાર સ્વભાવ દેખી વિસ્મય પામેલ કુંભકર્ણાદિકે કહ્યું “હે મહાભૂજ ! અમારે હવે રાજ્ય નથી જોઈતું. જે સામ્રાજ્યને કંપાવે તે વર અને વિદ્યાબલી રાવણું કમોતે રણમાં રગદોળાયો તેને જોયા પછી કેણુ અમારા જે મૂર્ખ હોય કે જે રાજ્યની ઈરછા કરે અમે તે હવે દીક્ષા અંગીકાર કરી મોક્ષ સામ્રાજ્ય લઈશું. આ અરસામાં અપ્રમેયબલ નામે જ્ઞાની મુનિ પધાર્યા તેમને રામ લક્ષમણ, કુંભકર્ણ વિગેરે સૌએ વંદન કર્યું અને દેશના સાંભળી. દેશનાના અને તે ઈન્દ્રજિત અને મેઘવાહને વૈરાગ્ય પામી પોતાના પૂર્વભવ પૂછ્યા. ઈન્દ્રજિત, મેઘવાહન અને મ દેદરીને પૂર્વભવ મુનિએ કહ્યું “આ ભરતક્ષેત્રની કેશાબી નગરીમાં તમે બે પ્રથમ અને પશ્ચિમ નામે નિર્ધન ભાઈઓ હતા કાળક્રમે ભવદત્ત નામના મુનિ પાસે દીક્ષા લીધી અને ફરતા ફરત. પાછા કેશાબીના ઉદ્યાનમાં આવ્યા ત્યા પિતાની ઈસુખી રાણુની સાથે નદીઘોષ રાજાને ક્રીડા કરતા જોઈ પશ્ચિમ મુનિએ “આ તપશ્ચર્યાથી આવી ક્રીડા કરનાર આ રાજા રાણીને હું પુત્ર થાઉં.' એવું નિયાણ બાંધ્યું. ત્યારબાદ આલોચના લીધા વિના પશ્ચિમ સનિ મૃત્યુ પામી રતિવર્ધન નામે તેમના પુત્ર થયા અને પેલા પ્રથમ મુનિ પાંચમા કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા તેમણે અવધિજ્ઞાનથી પિતાના ભાઈ પશ્ચિમને જે અને મુનિ રૂપ લઈ તેની પાસે આવી તેને પૂર્વભવ કહ્યો આથી રતિવર્ધને દીક્ષા લીધી અને તે પણ બ્રહ્મદેવલેકમાં દેવ થયા ત્યાથી અવી મહાવિદેહક્ષેત્રમ બને ભાઈ બની દીક્ષા લઈ અચૂત દેવલોકમાં જઈ પ્રથમ તે રાવણને ઈન્દ્રજિત નામે પુત્ર બન્યા અને પશ્ચિમ તે મેઘવાહન નામે પુત્ર થયે ઈન્દુમુખી પણ ભવભ્રમણ કશ્તી તમારી માતા મંદોદરી નામે થઈ.” આ પૂર્વભવ સાભળી કુ ભર્ણ, ઈન્દ્રજિત, મેધવાહન અને મદદરી વિગેરેએ દીક્ષા લીધી
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy