SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ [ લઘુ ત્રિષ્ટિ શલાકો પુરુષ રાવણ વિભીષણ વચ્ચે સંવાદ ત્રીજે દીવસે પરાભવ પામતા પિતાના લશ્કરને જોઈ રાવણ પિતે યુદ્ધમાં ઉતર્યો અને વિભીષણને કહેવા લાગ્યું “હે વિભીષણુ! તું આઘો ખસ! મારા હાથને ભાઈને મારવાનું કલંક ન આપ” વિભીષણે કહ્યું “વડિલ બંધુ' હજુ પણ તમે સીતાને છોડી દો નહિંતર તમારી ગમે તેવી શક્તિ અને વિદ્યા છતાં કમેતે મૃત્યુ પામશે.” રાવણે બાણ રેકર્યું અને કહ્યું કે હું તારી ઉપર આ બાણ ફેંકત પણ ભાતૃહત્યાનું કલંક ન લાગે તે ખાતર પત્થર સાથે મેં અફળાવ્યું છે... વિભીષણે પણ બાણ અફળાવી કહ્યુ “હે રાવણું તું મારો ભાઈ છે આથી મને તારી ઉપર દયા આવે છે અને મેં જ આડા પડી રામ અને લક્ષ્મણને તારી સામે લડવા આવતાં શેક્યા છે. આ પછી બને ભાઈઓ વચ્ચે ઘેર સંગ્રામ થશે. રામ અને લક્ષમણની સાથે ઈન્દ્રજિત અને કુંભકર્ણ યુદ્ધ કરી સામનો કર્યો પણ ડીવારે તેઓ નાગપાશથી બંધાઈ ગયા અને રામની આજ્ઞાથી છાવણમાં મેકલવામાં આવ્યા. રાવણ પિતાના મહાસુમને પરાભવ પામતા દેખી ધુંધવા. અને અમેઘવિજયા નામની શક્તિ હાથમાં લઈ વિભષણને કહેવા લાગ્યા કે ભાતૃદ્રોહનું ફળ તને હમણાં જ આપું છું.” રાવણુના શક્તિ શસથી લક્ષ્મણની મૂચ્છ. રામે આ વખતે લક્ષમણુને કહ્યુ “વિભીષણે આપણે અતિથિ છે. તે મરણ પામે તેમાં ' આપણું શભા નથી.” આથી લક્ષમણ વચ્ચે આવ્યો. રાવણે લક્ષમણને કહ્યું “મારે તમને અને એને બન્નેને મારવા છે પણ પહેલાં તે આ ભાતૃદ્રોહીને જ મારે પૂરી કરે છે. તુ આઘા ખસ નહિતર તારા પ્રાણ પહેલાં જશે” લક્ષમણ વચ્ચે અડગ રહો રાવણે લક્ષ્મણ ઉપર અમોઘવિજયાશક્તિ ફેકી લક્ષમણ મૂછ ખાઈ ભૂમિ ઉપર પટકાયે રામે રાવણના રથ ઉપર ઘા કર્યો. અને રથના ચૂરેચૂરા ઉડાવી દીધા. આમ પાંચ વખત રાવણને રથ વિનાને બનાવ્યું છે. તેવામાં “લક્ષ્મણ મૂચ્છ પામ્યો છે તેવા શબદ તેમના કાને પડયા. રામ લમણુ પાસે પહયા અને “ભાઈ ભાઈ !” કહેતાં રડી પડયા અને બોલી ઉઠયા કે “સ્ત્રીને લેવા જતા ભાઈને પણ ગુમા” વિભીષણ, વિરાધ વિગેરેએ રામને આશ્વાસન આપ્યું અને તેઓએ રામ લક્ષ્મણની આસપાસ સાતકિલા ર્યા. આ બાજુ અશોકવનમાં રહેલાં સીતાને પણ લક્ષમણ મર્યાના સમાચાર કેઈએ આપ્યા. સીતા મૂછ પામ્યાં અને વિલાપ કરતા કહેવા લાગ્યા કે “મંદભાગિની મને ધિક્કાર હો! કે મારા રૂપના કારણે એ આર્યપુત્ર અને દીયરબધુ લક્ષ્મણને મુશ્કેલીમાં નાખ્યા અને છેવટે મેં લક્ષમખને જીવ લીધે. હે પૃષિ! મને માર્ગ આપ, મારે હવે જીવવાની જરૂર નથી. તેવામાં એક વિદ્યાધરી બેલી દેવી! ફેગટ શોક ન કરે લક્ષ્મણ મર્યા નથી પણ મૂરછ પામ્યા છે. અને તે પ્રાતઃકાલે સાજા થઈ તમને આનંદ પમાશે. આ બાજુ રાવણ લક્ષમણની આ સ્થિતિ જોઈ મનમાં આનંદ પામ્ય પણ સાથે પિતાના મહાસુભટ મેધવાહન, કુંભકર્ણ, જંબુમાલી અને ઇંદ્રજિતને પરાભવ જોઈ તેટલે જ ખેદ પામ્યું.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy