SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - .. . - - - - - - - - * [લg ત્રિષષ્ટિ શલાકા પુર્વ વિજયી રામનું આવું અદ્ભુત પરાક્રમ જોઈને પિતાની પુત્રી સીતા તેને આપી. આ પછી રામ મિથિલામાં જ થોડા દિવસ રહ્યા. * જાનકી-સીતાનાં રૂપનાં વખાણ સાંભળી નારદ અંતઃપુરમાં આવ્યા. પણ સીતા નારદને ઓળખતી ન હોવાથી તેમજ નારદનું વિચિત્ર સ્વરૂપ જોઈને ભય પામી. સીતાની દાસીઓએ નારદને પકડયા નારદ માંડ માંડ તેમના હાથમાંથી છુટયા નારદને આથી ઘણું જ ખોટું લાગ્યું. તે સીધા ભામડળ પાસે પહોંચ્યા ને સીતાની ચિત્રાકૃતિ બતાવી ભામડળને તેની પ્રત્યે આતુર બનાવ્યું. ભામડળના પિતા ચંદ્રગતિને આ વાતની ખબર પડી ભામંડળની ઈરછા સીતા સાથે પરણવાની જાણી ચંદ્રગતિએ જનકરાજાને પિતાના નગરમાં બોલાવ્યા ને સીતાનું લગ્ન ભામંડળ સાથે કરવા કહ્યું પણ જનકે કહ્યું કે સીતા તે મેં રામને આપી છે. તે પણ ચદગતિએ માન્યું નહિ અને ચંદ્રગતિએ કહ્યું: “હું આ વજીવત્ત અને અર્જુન વાવ નામના બે ધનુષ્ય આપુ છું. એ ટેવી ધનુષ્ય છે. જે રામ એમાંથી એક પણ બાણ ચડાવશે તે પણ અમે અમારે પરાજ્ય થયે માનીશું. પછી રામ સીતા સાથે પરણે તે અમારે કશો વાંધો નથી!” સીતા સ્વયંવર. જનક મિથિલા આવ્યા. નિયત દિવસે પેલા બે ધનુષ્ય રાજસભામાં લાવવામાં આવ્યાં, ભામંડળ પણ એના સામત સાથે મિથિલા આ રામે તે ધનુષ્યની દેરીને ઘણું જ આસાનીથી કાન સુધી ખેંચીને તીર છોડયું જેથી દશે દિશાઓ શબ્દથી ગુંજી ઉઠી. ભામંડળ લજિત પામી સભામાંથી ચાલ્યા ગયે દશરથને રામના આ પરાક્રમની જાણ કરવામાં આવી. આ પછી જનકરાજાએ આગ્રહથી તેમને મિથિલા બોલાવ્યા અને જનકના ભાઈ કનકે ભદ્ર નામની પોતાની પુત્રી ભરતની સાથે પરણાવી પછી દશરથે મિથિલામાંથી પરિવાર સાથે અધ્યા પાછા ફર્યા. એક વખત દશરથ રાજાએ મેટી સમૃદ્ધિથી શાંતિસ્નાત્ર કરાવ્યું. અને તેનું સ્નાત્રજળ પ્રથમ પટરાણુને કહ્યું અને ત્યારબાદ દાસીઓ દ્વારા બીજી રાણુઓને મોકલ્યું. બીજી રાણીઓનું સ્નાત્રજળ પ્રથમ પહોચ્યું આથી પટરાણુને માઠું લાગ્યું અને મનમાં ચિતવ્યું કે “રાજાને મારી ઉપર સદ્ભાવ છે છે તે મારે જીવીને શું કામ છે ?” તેટલામાં દશરથ ત્યાં આવી પહોંચ્યા અને રાણુને કહેવા લાગ્યા કે “તમે કેમ નિરાશ છો?” તેવામાં તે વૃદ્ધ કંચુકી આવ્યે અને સ્નાન્નજળ આપ્યું રાજાએ કંચુકીને કહ્યું “આટલું બધું મારું કેમ થયું ?” તેણે કહ્યું “રાજન ! મોડા થવામાં મારી આ વૃદ્ધાવસ્થા કારણરૂપ છે” રાજાને લાગ્યું મારે પણ વૃદ્ધાઅવસ્થા અને પાંગળ કરે તે પહેલાં કંઈક સ્વય સાધવું જોઈએ. પટરાણ સાચી વસ્તુ સમજ્યાં અને દુઃખનું કારણ વિદાય થતાં તેમણે શાકને વિદાય આપી. એવામાં સત્યભૂતિ નામના ચતુર્ણોની સુનિ સમવસર્યા. દશરથરાજા સુનિની દેશના સાંભળી
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy