SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ બલદેવ રામ અને વાસુદેવ લક્ષમણ ] - - નક - ન - કરતે કરતે જંગલમાં ચાલી નીકળ્યો. અંજનાના પિયેર ગયે. ત્યા પણ આજનાને કેઈએ સત્કાર કર્યો નહોતે એ સાંભળીને પવનંજય ઘણું જ દુખી થયો એણે અગ્નિ પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો. એણે એના માતાપિતાને પોતાના આ અગ્નિ પ્રવેશના નિર્ણયની જાણ કરી. એના પિતા તરત જ બેબાકળા બની ગયા. દિશદિશામાં અંજનાની શોધ કરવા એમણે પિતાના અનુચરાને સવર રવાના કર્યા અને પોતે પોતાની પત્ની સાથે જ્યાં પવનંજય અગ્નિ પ્રવેશ કરવાનો હતો ત્યાં આવી પહોંચ્યા. એના અનુચરે ફરતા ફરતા હનપુર પહોંચ્યા, આ જનાએ પવન જયને નિર્ણય સાંભળી ભારે વિલાપ કરવા માટે. એને વિલાપ સાંભળી પ્રતિસૂર્યે એને આશ્વાસન આપ્યું અને તે એક વિમાનમાં અંજના તથા હનુમાનને બેસાડી જ્યાં પવન જય હતો તે જંગલમાં આવી પહેચે અંજનાને જેઈને પવનંજયે પિતાની ભૂલની માફી માગી. એટલામાં ફરી વખત રાવણને વરૂણ સાથે યુદ્ધ કરવાની ફરજ પડી. તેમાં હનુમાન કેટલાક સામત લઈ ચુદ્ધમાં ગયે વરૂણ પિતાના સો પુત્રો લઈને યુદ્ધ કરવા આવ્યા. હનુમાને એના સે પુત્રોને પશુઓની જેમ' બાંધી લીધા રાવણ અને વરૂણ વચ્ચે ભય કર યુદ્ધ ચાલ્યું અંતે રાવણ વરૂણ અને એના પુત્રોને પકડીને પિતાની છાવણીમાં લા ને પછી એ બધાને છોડી મુક્યા વરૂણે પોતાની સત્યવતી નામની પુત્રી હનુમાનને પરણાવી ને શરણે સૂર્યનખાની અનંગકુસુમ પુત્રી હનુમાનને આપી, એવી હજાર કન્યાઓને પરણું પરાક્રમી હનુમાન ઘેર પાછો ફર્યો. . [૪] * બલદેવ રામ અને વાસુદેવ લક્ષ્મણ દશરથને જન્મ. અધ્યા નામના નગરમાં ઈફવાકુ વંશમાં સૂર્યવંશી અનેક રાજાઓ થઈ ગયા. ચતુર્મુખ, હેમરથ, શતરથ, ઉદયપથ, વારિરથ, ઈદુરથ, આદિત્યસ્થ, માંધાતા, વીરસેન, પ્રતિમન્યુ, પવબંધુ, રવિન્યુ, વસંતતિલક, કુબેરદત્ત, કુથ, શરભ, દ્વિરદ, સિંહદર્શન, હિરણ્યકશિપુ, પુંજસ્થળ, કાઉસ્થળ અને રઘુ આદિ પરાક્રમી રાજાઓ એ વંશમાં થઈ ગયા આજ કુળની અંદર અનરણ્યનામને રાજા રાજ્ય કરતા હતા. એ રાજાને અનંતરથ અને દશરથ એમ બે પુત્રો હતા અનરણે પિતાના જ્યેષ્ઠપુત્ર અનંતરથ સહિત દીક્ષા લીધી અને એક માસના દશરથને ગાદી પર સ્થાપિત કર્યો દશરથ યુવાન થયો. એની કીતિ ચારે દિશામાં ફેલાવા લાગી. એક મહાન રાજવી તરીકે એણે નામના મેળવી. એ દસ્થળ નગરના રાજા સુકેશલની રાણી અમૃતપ્રભાની કુખે જન્મેલી અપરાજિતા (કૌશલ્યા), કમળસંકુલ નગરના રાજા સુબદ્ધતિલકની રાણી
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy