SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ [[લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ - - - - - - - - - - - - nu numai atura - - “હે પ્રાણનાથ ! વિદાય થતાં તમે, આપણ અન્ય સગા સંબંધીઓ સાથે હસે છે છે અને મારી જ સાથે આ૫ આમ ઉદાસીન વૃત્તિ કેમ કેળવે છે? મેં એવાં કયાં પાપ કર્યા છે કે જેથી હું આ પ્રકારનું દુઃખ ભોગવી રહી છું. હું તમારી પ્રત્યેક આજ્ઞાનુંપાલન કરનાર આપની ધર્મપત્ની છું એ વાત શું આપના ખ્યાલમાં કદાપિ આવતી જ નથી. હશે! એમાં તમને હું શા માટે દેષ દઉં? મારાં પૂર્વકમ હશે કે જેથી આ ભવે હું આવી યાતના ભોગવી રહી છું. અતરથી પ્રાર્થના કરું છું કે આપ વિજયી બની જલદી ઘર પાછા વળે.” પણ આ શબ્દની અસર પવનંજય પર કશી જ ન થઈ. અંજનાના શબ્દ તરફ એણે કશું લક્ષ જ આપ્યું નહિ અંજનાસુંદરીના ભણી બે મીઠા શબ્દો પણ એણે કહ્યા ! નહિ. અંજનાને આમ રડતી મૂકી એ વિદાય થયે. - રસ્તામાં એક દિવસ પવનંજય એક સાવરના કિનારે બેઠો હતો. ધરતી પર ચાંદનીને શીતળ પ્રકાશ અમિધારા રેલાવી રહ્યો હતો એટલામાં પવનંજયે એક ચક્રવાકીને જોઈ એ ચક્રવાકી પિતાના અવાકના વિગથી ભય કર કપાત કરી રહી હતી. ' આ જોતાં જ પવનંજયને વિચાર આવ્યું કે, “હે આ દિવસ આ ચક્રવાકીએ એના પતિ સાથે ક્રિીડા કરી હશે! તે પણ એ રાત્રિના પતિવિરહને સહી શકતી નથી અને આવું ઘોર કલ્પાંત કરી રહી છે. જે એને પતિ વિરહ આટલે વેદના ઉત્પન કરે - છે તેં મારી પત્ની બિચારી અંજનાની શી દશા હશે? એને કેવી વિરહ વેદના થતી હશે? મેં એના ભણી ઉદાસીનવૃત્તિ સેવીને કે અપરાધ કર્યો છે! ખરેખર! હું એને અપરાધી છું. એ અપરાધ મારે એની પાસે કબુલ કરે જ રહ્યો ” આ વાત એણે પિતાના મિત્ર પ્રહસિતને જણાવી. પછી બન્ને જણ રાત્રિને ખ્યાલ કર્યા સિવાય આકાશમાં ઉડીને અંજનાના મહેલમાં આવ્યા પવનંજયે અંજનાની મારી માગી પ્રહસિત પહેરેગીર બની બહાર ઉભે રહ્યો હતો. પવનંજય અને અંજના આનંદમાં એટલાં બધાં મગ્ન બની ગયાં કે રાત્રીના પહેરતું પણું એમને ભાન રહ્યું નહિ પ્રહસિત પવનંજયને બૂમ પાડીને બેલા એટલે તે મહેલની બહાર આવ્યું. પવનંજયને મનમાં દહેશત લાગી કે જે તે પોતાના માતાપિતા કે અન્ય સગાઓને પોતાના આગમનની જાણ કરશે તે તે લેકે તેને ધિક્કારશે આ દહેશતથી તે છાનામાને સાવર ક્ષણ વિદાય થઈ ગયે. અંજના સાથે આવી પહેલું સુખ. ' ' અંજનાસુદરીને તે દિવસથી ચડતા દિવસ રહ્યા સગાંવહાલાંને એ વાતની જાણ થઈ. એની સાસુએ કહ્યું: “હે પાપિણું ! મારે પુત્ર યુદ્ધમાં છે ને તેને ગર્ભ કઈ રીતે રહ્યો? તું કેઈ વ્યભિચારિણી છે. માટે હવે આ ઘરમાં તારું કેઈ સ્થાન નથી. હું અત્યારે જ મારા ઘરમાંથી બહાર નીકળી.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy