SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ય રાવણ ] ૨૫ - - - - - - , -.. .. . ..... -- ... .. . પિતાના નગરમાં પાછો ફર્યો. વખત જતાં ઈદ્ર પિતાના પુત્ર દત્તવીર્યને રાજ્ય સેંપી મોક્ષદાયી દીક્ષા ગ્રહણ કરી. પવનંજયને અંજના સાથે વિવાહ. મહેન્દ્રપુરના રાજા મહેન્દ્રને અંજનાસુંદરી નામની એક સ્વરૂપવાન પુત્રી હતી અંજનાસુંદરીના લગ્ન માટે બે જણનાં નામ હતાં. એક પ્રહૂલાદ રાજાના પુત્ર પવનંજય નું અને બીજું હિરાભના પુત્ર વિદ્યુતપ્રભનું પરંતુ જેશીઓએ મહેન્દ્ર રાજાને એમ જણાવ્યું કે વિદ્યુત—ભનું આયુષ્ય અતિ ટૂંકુ છે માટે એની સાથે અજના વિવાહ ચજો ઉચિત નથી આથી મહેન્દ્ર રાજાએ અંજનાને વિવાહ પવનંજય સાથે કરવા વિચાર કર્યો. લગ્નની તિથિ નક્કી કરવામાં આવી. આ બાજુ પવનંજયને અંજનાસુંદરીને લગ્નતિથિ પહેલાં મળવાની તીવ્ર ઈચ્છા થઈ આ વાત એણે પોતાના મિત્ર પ્રહસિતને જણાવી મહસિતની યોજના અનુસાર પવનય અને પ્રહસિત બન્ને જણ રાત્રિના સમયે છૂપા વેશે, અંજના જે ઉદ્યાનમા સખીઓ સહિત ફરી રહી હતી ત્યાં ગયા. અંજનાની એક સખી પવનંજયનાં વખાણ કરી રહી હતી તે એની બીજી સખી વસંતતિલકા વિદ્ય»ભનાં છે, વખાણ કરી રહી હતી. આજનાસુંદરી શાંત ચિત્ત બેય સખીઓનું કહેવું સાંભળી રહી હતી પનંજયને આ જોઈને મનમાં ઘણો જ ખેદ થવા લાગ્યો. એને મનમાં વિચાર આવ્યા કે શા માટે અંજનાસુંદરી વિદ્યતપ્રભનાં વખાણ કરતી એની સખીને બોલતાં અટકાવતી નથી આ વિચારથી પવન જયને અંજના ઉપર ઘણો જ ગુસ્સે ચક્યો. એ તરવાર ખેંચીને અંજનાસુંદરીને મારવા તૈયાર થયા પરંતુ એના મિત્ર પ્રહસિતે એને એમ કરતાં અટકાવ્યું ને કહ્યું. “હે મિત્ર! આમ ગુસ્સો કરવાથી કે અંજના પર ક્રોધ કરવાથી કશું જ વળવાનું નથી. આ જનાસુંદરી માત્ર લજાને લીધે જ પેલી સખીને બોલતાં અટકાવતી નથી.” મહસિતનાં આ વચનથી પવનંજયે તરવાર મ્યાન કરી પણ એના મનમાં અંજના પ્રત્યે જાગી ઉઠેલ કોલાશિ ન બુઝા અંજનાની સાથે એનું લગ્ન થયું. તેઓ પરણીને ઘેર આવ્યાં તેપણ પવન જયના મનમાં અજના પ્રતિ જાગેલે ગુસ્સો ભડભડ બળાતે જ રહ્યો. એથી પવનયે કોડભરી સાસરે આવેલી અંજનાને મીઠી વાણુથી બેલાવી નહિ અંજનાની આ વિપત્તિ અન્ય માણસ ક્યાથી જાણી શકે? પવન જયનું રાવણની મદદ માટે જવું આજ અરસામાં રાવણને ઈન્દ્ર રાજાના દિપાળ વરૂણની સાથે યુદ્ધમાં ઉતરવાની ફરજ પડી. વરૂણ રાજા ભારે બળવાન અને પરાક્રમી હોવાથી રાવણે વિદ્યાધર રાજાઓની પણ મદદ માગી. પ્રહલાદ રાજાએ પોતાના પુત્ર પવનંજયને રાવણની મદદે મેકલવા નિશ્ચય કર્યો. પિતા આજ્ઞાપાલક પવનંજયે તત્કાળ પિતાના એ નિર્ણયને વધાવી રાવણની કેમકે જવાનું કબુલ્યું. અંજનાસુંદરીને આ વાતની જાણ થઈ તેથી તે વિદાય થતા પતિને કહેવા લાગી
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy