SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિનાથ ચરિત્ર ] ૧૨૯ ધરણિજટ, નંદિભૂતિ અને શ્રીભૂતિને વેદ વિગેરેને અભ્યાસ કરાવતું હતું. તેમની પ્રત્યે ખુબ ધ્યાન આપતું હતું, કપિલ પ્રત્યે તદ્દન બેદરકાર હતો તેમ છતાં બુદ્ધિશાળી કપિલ વેદપારગામી અને વિદ્વાન નિવડશે. કપિલ વિદ્વાન અને બુદ્ધિશાળી હોવા છતાં દાસીપુત્ર હવાથી લોકોને કે ધરણિજટને તેની પ્રત્યે માન ન હતું તેણે તેને જઈ ન આપી. કપિલે અચલગ્રામ છેડયું. અને પિતાના હાથે જનોઈ ધારણ કરી રત્નપુર નગરમાં આવ્યું. આ નગરમા સત્યડી નામનો ઉપાધ્યાય મહાપંડિત હતો. તેને તેને ભેટે છે. તેણે તેની સત્યભામા નામે પુત્રી પરણાવી. કપિલ સત્યભામા સાથે સુખ ભગવતે પિતાને કાલ નિર્ગમન કરે છે. આ અરસામાં કપિલ અને સત્યભામાના સંસારમાં વિષ કંટક ઉભું થયું. એક વખત કપિલ વર્ષાઋતુમાં નૃત્ય જેઠ મોડી રાત્રે ઘેર પાછો ફર્યો. રસ્તામાં કપડાં ન ભીજાય તે માટે તેણે તેને બગલમાં રાખ્યાં. પણ ઘર નજીક આવતાં તેણે વસ્ત્ર પહેરી લીધાં. વરસાદથી ભીંજાયેલા પતિની ઠંડી દૂર કરવા સંભ્રમથી સત્યભામા વસ્ત્રો લઈ સામે આવી. કપિલે કહ્યું “મારાં વસ્ત્રો ભિંજાયાં નથી. મેં વિદ્યા પ્રાગથી મુશળધાર વરસાદમાં પણ તેને કેરાં ને કેરાં રાખ્યાં છે. સત્યભામાં પંડિતપુત્રી હેવાથી કપિલને જોતાંજ સત્ય વસ્તુ સ્થિતિ સમજી ગઈ. તેને સર્વ દેહ ભીંજાએલે હતે. શરીરમાંથી પાણી ઝમતું હતું. પતિની મંત્રની વાત તેને ગલત લાગી. અને તેણે નિર્ણય કર્યો કે નગ્ન થઈ વસો તેણે કેરાં રાખ્યાં છે સાદી ભેળી આ વાતને તે જેમજેમ વિચારતી ગઈ તેમ તેમ તેનું હૃદય બળવા લાગ્યું. તેણે વિચાર્યું કે “કપિલ ભલે વિદ્વાન હેય પણ અધમ કુલને હા જોઈએ.” આ પ્રસંગ પછી સત્યભામાં ગૃહસંસાર ચલાવતી પણ તેનામાં પહેલાંની આનંદ જ્યોત પ્રજવલિત ન થઈ. એક વખત ધરણુંજટ નિધન થવાથી કપિલને ઘેર આવ્યા. ધરણજટને કપિલે ખુબ આદર સત્કાર કર્યો. એકાંત મળતાં સત્યભામાએગૌહત્યાના શપથ આપ્યા અને કપિલ સંબધી સાચી વાત પૂછી. ધર્મભીરૂ ધરણિજટ વાત છૂપાવી ન શકશે. અને તેણે કપિલદાસી પુત્ર છે, તે વાત કમને પણ સત્યભામાને જણાવી. સત્યભામાનું દીલ કપિલ ઉપરથી ઉડી ગયું. અને તે રાજાને આશ્રયે ગઈ. આપછી તે વિવિધ તપશ્ચર્યાથી પિતાનું જીવન પસાર કરવા લાગી. આ અરસામાં વિમળબોધ નામના આચાર્ય રત્નપુર નગરમાં પધાર્યા. તેમની દેશનામાં શ્રી રાજા તેની બે રાણીઓ અને સત્યભામા સહિત ધર્મદેશના સાંભળવા ગયો. સનિએ ધર્મમાં પ્રમાદ નહિ કરવા ઉપર દેશનામાં મંગળકળશ વિગેરેની કથા કહી. આ સાંભળી રાજાએ સમકિત સહિત બારવ્રત સ્વીકાર્યો. આ અરસામાં કેશાબીના બલરાજાએ પિતાની પુત્રી શ્રીકાંતા શ્રીષેણના પુત્ર ઈન્દુષેણુને આપી. શ્રીકાંતા હું લઉં હું લઉં એમ કરતા શ્રીષેણુના બન્ને પુત્રે એક સ્ત્રી માટે લડી પડયા. મૂત્રષ્ટિમાં આ પ્રસગ નથી. લઘુત્રષ્ટિમા રાતિનાથ ચરિત્રને અનુસરી આ પ્રસંગે લીધે છે મૂળ ત્રિષષ્ટિમાં શ્રીકાંતાની સાથે આવેલ અનંગમરિકા માટે બે કુમારે વચ્ચે યુદ્ધ થયું તેમ છે.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy