SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાંચમા વાસુદેવ પુરુષસિંહ ચરિત્ર ] હજી શેક ઉતર્યો નથી તેવામાં નિશુંભ પ્રતિવાસુદેવને દૂત આવ્યો. તે નમસ્કાર કરી બલદેવ વાસુદેવને કહ્યું, “શિવરાજાના સ્વર્ગવાસથી તમારા સવામિ નિશુંભને ઘણે શોક ઘ છે. તમે હજુ નાના છે. તેથી રાજ્ય ન સાચવી શકાય માટે તમે હમણાં મારી પાસે રહો” પુરૂષસિંહને દૂતનું આ વચન આકરું લાગ્યું. તેને નિશુંભ પોતાને સ્વામિ અને રાજ્ય ન સાચવી શકે તે શબ્દો અપમાનજનક લાગ્યા. દૂતને તેણે તિરસ્કાર કર્યો. દતે આ વાત નિશુંભને કહી. અને તે અશ્વપુર ઉપર ચઢી આવ્યો. પુરૂષસિંહ' બંધ અને લશ્કર લઈ સામે ગયો. પરસ્પર યુદ્ધ થયું. પુરૂષસિંહે પાંચજન્ય શંખ મુકો. એટલે નિશુંભનું સૈન્ય હતવિહત થયું. નિશુંભ પિતે પુરૂષસિંહ સામે આવ્યો. શસ્ત્રાસ્ટ ખૂટતાં નિશુંભે પુરૂષસિંહ ઉપર ચક મૂકયું. ચકે પુરૂષસિંહને ક્ષણભર મૂચ્છિત કર્યો. પણ કુટેલા સામંતની પેઠે તેને તે સ્વાધીન થયું. પુરૂષસિંહે આ ચક્ર નિશુંભ ઉપર છેડયું.ચકે તુરત નિશુંભનું મસ્તક છેદી નાંખ્યું અને આકાશમાંથી દેએ પુષ્પવૃષ્ટિ કરી. ત્યારબાદ પુરૂષસિંહે ત્રણ ખંડ સાધ્યા. કોટિશિલા ઉપાડી અને નગરમાં પાછા ફરતાં તેને બલભદ્ર અને બીજા રાજાઓએ તેનો વાસુદેવપણનો અભિષેક કર્યો. [૫] * * * * ભગવાનનું કેવળજ્ઞાન અને નિર્વાણ. શ્રી ધર્મનાથ ભગવાન છશ્વસ્થપણે વિચરી ગ્રાંચન નામના ઉદ્યાનમાં પધાર્યા. અને દધિપણું વૃક્ષની નીચે કાઉસગ ધ્યાને રહ્યા. ભગવાનને પોષ, શુદ પૂનમના દિવસે પુષ્ય નક્ષત્રને વિષે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણ રચ્યું. ભગવાને દેશના આપી અને અરિષ્ટ વિગેરે સેંતાલીશ ગણધરો કર્યો. ધર્મનાથ ભગવાનના શાસનમાં કિન્નર નામને યક્ષ શાસનદેવ થયો અને કંદર્પ નામે યક્ષિણી શાસનદેવી થઈ. કિન્નર ત્રણ મુખવાળે કાચબાના વાહનવાળા, દક્ષિણભુજામાં બીર, ગદા અને અભયને તથા વાયભૂજાઓમાં નકુલ, પા અને અક્ષમાળાને ધરનારે રક્તવણી અને તેજસ્વી બન્યું. કંઇપ ગૌર અંગવાળી, મત્સ્યના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં ઉત્પલ અને અંકુશ ધારણ કરનારી તથા બે વામણુજામાં પદ્મ અને અધ્યેયને ધારણ કરનારી હતી. એક વખત ભગવાન અશ્વપુર નગરના પરિસરમાં આવ્યા. દેવેએ સમવસરણ રહ્યું વાસુદેવ અને બલભદ્રને ખબર પડતાં તેઓ પણ ત્યાં આવી ઈન્દ્રની પાછળ બેઠા. ઇન્ડે વાસુદેવે અને સુદર્શને ભગવાનની સ્તુતિ કરી, ત્યારબાદ ભગવાને દેશના આરંભી. દેશનામાં ચાર પુરૂષાર્થનું વર્ણન કર્યું. તથા વિનય, વિવેક, ક્રોધ, માન, અને માયાનું સ્વરૂપ સમજાવ્યું. આથી કેટલાકે દીક્ષા અને કેટલાકે શ્રાવકપણું સ્વીકાર્યું. વાસુદેવે સમતિ અને બલભદ્ર શ્રાવકપણ સ્વીકાર્યું. બીજી પરિસીએ ગણુધર ભગવતે દેશના આપી. દેશના પૂર્ણ થતાં સૌ પોતપોતાના સ્થાનકે ગયા.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy