SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દિલીય વાસુદેવ દિપૃષ્ઠ ચરિત્ર 3 ૧૦૮ | ઉઠયો અને દૂતને કહ્યું “તું અહીંથી તુરત ચાલ્યો જા. અને તારા સ્વામિને જઈને કહેજે કે તારા મસ્તકની સાથે હાથી, ઘેડા, રત્ન વિગેરે અમે જ લેવા આવીએ છીએ. દૂત તારક પાસે ગયો અને તેણે દ્વિપૃષના વચને સંભળાવ્યાં. તુર્તજ તારકે સૈન્ય સજ કરી દ્વારિકા તરફ પ્રયાણ કર્યું. તેને સત્કાર કરવા બ્રહ્મરાજા, વિજય, દ્વિપૂર્ણ અને સૈન્ય સહિત સામે ઉભે હતું. બન્નેને મેળાપ થતાં યુદ્ધની શરૂઆત થઈ. દ્વિપૂછ કુમારે પાંચજન્ય શંખ ફેંકયો કે તુરત તારકનું સૈન્ય નાસવા માંડયું. આથી તારક પિતે રથ ઉપર ચઢી દ્વિપૂર્ણ કુમારની સામે આવ્યું. પરસ્પર બાણના અને અસ્ત્રોના યુદ્ધમાં તારક ન ફાવ્યો, એટલે તેણે કેપ કરી ક્રિપૃષ્ઠ ઉપર ચક છોડયું. ચકના આઘાતથી દ્વિપૃષ્ઠ ક્ષણભર મૂછ પામ્યો પણ તુર્ત બેઠે થશે અને તે ચક તેના હાથમાં આવ્યું. આજ ચ દ્વિપૃષ્ઠ પ્રતિવાસુદેવ ઉપર છોડયું. ચકે તારક પ્રતિવાસુદેવનું માથું છેદી નાંખ્યું, અને પાછું દ્વિપૂષનાં હાથમાં આવીને સ્થિર થયું. આકાશમાથી દેવોએ તેના પર પુષ્પવૃષ્ટિ કરી અને આ બાજુ તારકની સ્ત્રીઓએ આંખમાથી અથવૃષ્ટિ કરી. યુદ્ધમાં સર્વત્ર દ્વિપૂર્ણ જયજયકાર ફેલાયે. તારક પક્ષના રાજાઓ દ્વિપૃષ્ઠને આવી નમી પડયા. અને તેની આજ્ઞાના ધારક થયા. ત્યારબાદ દ્વિપૃષ્ઠ માગધવરદામ–પ્રભાસ તીર્થના અધિપતિ દેને સાધ્યા. કેટી શિલાને ઉપાડી વાસુદેવપાશું સિદ્ધ કર્યું. અને તેઓ દ્વારિકા નગરીમાં આવ્યા. ત્યારે બ્રહ્મરાજાએ, વિજયકુમારે અને સર્વ રાજાઓએ મળીને દ્વિપૃષ્ઠને સિંહાસન ઉપર બેસાડી અર્ધચક્કીપણાનો અભિષેક કર્યો. અને ત્રણે ખંડમાં તેની આજ્ઞા પ્રવતી. કેવળજ્ઞાન અને મોક્ષ. વાસુપૂજય સ્વામિ એક માસ પર્યત છઠ્ઠમસ્થપણામાં વિહાર કરી અનુક્રમે વિહાર ગ્રહ નામના ઉદ્યાનમાં પધાર્યા અને પાટલ વૃક્ષની નીચે કાઉસગ ધ્યાને રહ્યા. ધ્યાન શ્રેણીમાં આગળ વધતાં ભગવાને ઘાતી કર્મનો ક્ષય કર્યો. એટલે મહા સુદ બીજના દિવસે શતભિષા નક્ષત્રમાં ચતુર્થ તપવાલા ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવેએ સમવસરણ રચ્યું ભગવાને દેશના આપી અને તીર્થની સ્થાપના કરી. ભગવાનને સૂક્ષ્મ વિગેરે છાસઠ ગણુધરે થયા. તેમણે ભગવાન પાસે ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. બીજી પારસીએ પાદપીઠ ઉપર બેસી ગણધર ભગવંતે દેશના દીધી. એક વખત વાસુપૂજય ભગવાન દ્વારિકાની સમીપે સમવસર્યા. દેવોએ સમવસરણ રચ્યું. ભગવાનના આગમનના સમાચાર સાંભળી વાસુદેવ વિજયકુમાર બલભદ્રની સાથે ત્યાં આવ્યો. ભગવાનને નમી સ્તુતિ કરી ઈન્દ્રની પછવાડે બેઠે. ભગવાને દેશના આરંભી. દેશનામાં અહિંસા, સત્ય, શૌચ, બ્રહ્મચર્ય, વિગેરે દશ પ્રકારના યતિધર્મને સમજાવ્યા, અને સાથેસાથે વેદ પુરાણ વિગેરેમાં અહિંસા, સત્ય એને શૌચને કઈ ઉંધી રીતે સમજાવ્યું છે તે પણ સમજાવ્યું. આ પ્રમાણે ભગવાનની દેશના સાંભળી દ્વિપૂર્ણ વાસુદેવે સમકિત ગ્રહણ કર્યું. અને બલભદ્ર શ્રાવકપણાને સ્વીકાર કર્યો. બીજી પેરિસીએ દેશના પૂરી થતાં ભગવાનને નમી સૌ સ્વસ્થાને ગયા.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy