SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સગરચકવતિ ચરિત્ર ] ચાત્રાએ જતાં એક ગામમાં આવી પહોંચ્યા અને કુંભારના ઘર નજીક તેણે પડાવ કર્યો. ગામલેકે ચોર હોવાથી સંઘને માલદાર માની લૂંટવા આવ્યા. કુંભારે આજીજી કરી ધમ માણસોને ન લૂટવા તેવું સમજાવી તેમને પાછા વાવ્યા. પછી રાજાને ખબર પડી કે, આ ગામના લોકે ચાર છે, તેથી તે ગામને માણસો સહિત કુંકી બાળ્યું. જ્યારે આ ગામ બાળ્યું ત્યારે કુંભાર બહારગામ ગયો હતો, તેથી તે બચી ગયે. કુંભાર મૃત્યુ પામી વિરાટદેશમાં વણિક થયો. ત્યાંથી મૃત્યુ પામી રાજા થઈ દેવલોકમાં જઈ તું ભગીરથ નામે થશે. અને ગામના લોકો વિરાટદેશના મનુએ થઈ કંઈ સંસારમાં ભટકતા ભટકતા તમારા પિતા જહુ વિગેરે થયા, હે કુમાર ! જવલનપ્રભ વિગેરે તે નિમિત્ત માત્ર છે. પૂર્વભવની કરણીજ નેહ, વૈર, સંપત્તિ અને મૃત્યુમાં કારણરૂપ છે.” ભગીરથ કેવળને વાંદી રથારૂઢ થઈ અધ્યામાં આવ્યો. અયોધ્યામાં આવતાં વેંત ભગીરથ દાદા સગરચક્રીને પગે લાગ્યો અને તેમણે તેને આશીર્વાદ આપ્યા. આ પછી સગરચક્રીએ ભગીરથને કહ્યું, “હે પૌત્ર! મારા ઉપર રાજ્યભાર એ છે કર અને મને દીક્ષમાર્ગે પ્રયાણ કરવામાં મદદરૂપ બને !” સગરચક્રીએ તુર્ત વિનીત અને નમ્ર ભગીરથને રાજ્યાભિષેક કર્યો. આ અવસરે અજીતનાથ ભગવાન સમવસર્યાના ઉદ્યાનપાલકએ સમાચાર આપ્યા. ચક્રીએ સાડાબાર કોડ સોનૈયા ઈનામ આપ્યું. આ પછી સમવસરણમા જઈ દેશના સાંભળી અને પ્રવજ્યા અંગીકાર કરવાની ઈચ્છા જણાવી ભગીરથે સગરચકીને દીક્ષા મહોત્સવ કર્યો અને ભગવંતના હાથે જન્હ સાથે ગયેલા સામતેસહિત ચક્રીએ દીક્ષા અંગીકાર કરી. જોતજોતામાં સગર મુનિએ દ્વાદશાંગીને અભ્યાસ કર્યો. ઉત્કૃષ્ટ તપ તપી ઘાતિકર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. ભગવાન અજીતનાથ સ્વામિને એકલાખ સાધુ, ત્રણ લાખને ત્રીશહજાર સાધ્વીઓ, સાડત્રીસ ચોદ પૂર્વધારી,એકહજારને સાડા ચારસો મન પટવિજ્ઞાની ચોરાણુ અવધિજ્ઞાની, બાવીશ હજાર કેવલી, બાર હજારને ચાર વાદી, વીશ હજારને ચાર વૈકીયલબ્ધિવાળા, બે લાખ ને અઠ્ઠાણું હજાર શ્રાવક તથા પાંચ લાખ અને પીસ્તાલીશ હજાર શ્રાવિકા આટલે પરિવાર થયો. - નિર્વાણ સમય નજીક આવતાં અજીતનાથ ભગવાન સમેતશિખર પધાર્યા. અને હજાર મુનિઓ સાથે પાદે પગમન અણુસણ સ્વીકારી ચૈત્ર શુદ પાંચમના દિવસે મૃગશિર નક્ષત્રમાં ચાર અઘાતિકને ક્ષય કરી એક માસના ઉપવાસે નિર્વાણ પામ્યા. સાથે અણસણું કરનાર સુનિઓ પણ કાલાનુક્રમે નિર્વાણ પામી સિદ્ધિસુખને વર્યા.. દવેએ મેક્ષ કલ્યાણક મહત્સવપૂર્વક ઉજવ્યું. આમ અજીતનાથ ભગવાને કુમાર અવસ્થામાં અઢારલાખ પૂર્વ, રાજ્યવસ્થામાં એક પૂગ સહિત ત્રેપનલાખ પૂર્વ, છદ્મસ્થપણુમાં બારવર્ષ અને કેવળજ્ઞાનમાં એકપૂવગ અને બાર વર્ષ જૂન લાખ પૂર્વ પસાર કરી એકંદર બેરલાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી ઋષભ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy