SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૮૯ ] શ્રી કપૂરવિજયજી સામાયિક-પ્રતિકમણ-દેવવંદનાદિ ધર્મક્રિયામાં કર જોઈત યથાવિધિ આદર આત્માને માયિક જંજાળમાંથી મુક્ત કરી, મન, વચન, કાયાથી પાપવ્યાપારનો પરિહાર કરીને સમતારસમાં ઝીલવુંનિમગ્ન રહેવું તે સામાયિક કહેવાય છે. માન, અપમાન તરફ દુર્લક્ષ કરી સ્વજન-પરજન કે શત્રુ-મિત્ર ઉપર સમભાવ રાખી .. રહેવું તેને સામાયિક કહે છે. અભ્યાસરૂપે ઓછામાં ઓછા બે ઘડીને સમય આત્માથી ભાઈ–બહેનેએ સામાયિકમાં ગાળવો જોઈએ. પછી ધીમે ધીમે તેમાં વધારો કરતાં પિષધમાં ચાર પહાર કે આઠ પહોર પર્યત સામાયિકને વખત કરી શકાય છે. સામાયિક-પૌષધમાં જેનું સાધ્ય-લક્ષ્ય શુદ્ધ ને ચોક્કસ આમિક હોય છે તેને તો તેવા અભ્યાસમાં અપૂર્વ આનંદ ને શાંતિ ઉપજે છે. સંત-સાધુ-મુમુક્ષુ જનને તે જિંદગીપર્યત તેનું સેવન કરવાનું હોય છે. દઢ અભ્યાસગે મનની સ્થિરતા-શાંતિ વધતી જાય છે. ખરા આત્માથી સંત-સાધુજનની સમતા વખાણને પાત્ર છે. સમતા જ ખરેખર સંયમ યા ચારિત્રધર્મનું રહસ્ય-સાર છે, તેથી તેને ખપ–આદર દરેકે દરેક નાના, મોટા શ્રાવકે કરવું જોઈએ. બની શકે તે ચીવટ રાખી પ્રભાતમાં જ તેને અભ્યાસ શરૂ કરી દે જોઈએ અને તે સદાકાળ નિભાવ; તેથી ચિત્તની પ્રસન્નતા વધશે. ઘણાખરા મુગ્ધ ભેળાજને તે કેવળ પ્રમાદવશતાથી જ તેવા અપૂર્વ લાભને ચૂકે છે અને પછી પસ્તા કરે છે, તેથી જાગ્યા–સમજ્યા ત્યારથી જ સાવધાન બની, આળસ-પ્રમાદ તજી, ઉદ્યમવંત થઈ, પ્રાત:કાળે અથવા સમયના સદ્ભાવે ગ્ય
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy