SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૦ ] - શ્રી કપૂરવિજયજી કષાયાદિકથી દોષિત જીવને તે તે દેષથી નિવર્તાવારૂપ દેશનિવર્તન વિનય સદા મંગળકારી છે. ' ૨. ગચ્છ સમુદાયને સારણ–વારણાદિક શિક્ષા દેવામાં સાવધાન રહેનારા ગીતાર્થ ગુરુ જાણવા. તે સિવાય શિષ્યનું ફેગટ લાલન-પાલન કરનાર ગમે તેવા ગુરુ કલ્યાણકારી નથી.. ૩. ભવ-ભયથી શરણે આવેલા સાધુઓને જે હિતશિક્ષા દેતા નથી, તેની ઉપેક્ષા કરતા રહે છે તેને શરણે આવેલાઓનું અહિત કરનાર જાણું પરિહરવા એગ્ય છે. ૪. શિષ્યના દેશે નિવારવામાં ન આવે તો તે બાપડા સંસાર-સાગરમાં ડૂબે છે અને તેમના દોષનું નિવારણ કરવાથી તેઓ સંસાર તરી જાય છે ને અક્ષય સુખ મેળવે છે. " ૫. સન્માર્ગનું સ્મરણ કરવારૂપ સારણું, અસદુમાર્ગથી નિવારવારૂપ વારણ, મિષ્ટ–મધુર વચનથી સંચમમાર્ગમાં પ્રેરવારૂપ ચાય, તેમ છતાં ન માને તો કઠણ વચનથી પણ હિતમાર્ગમાં પ્રવર્તાવવારૂપ પરિચયણે જે ગચ્છમાં કરવામાં ન આવે તે ગચ્છને અગચ્છરૂપ નિસાર સમજી, સંયમના અથી સાધુઓએ તેનો ત્યાગ કરી બીજા સારા સુવિહિત ગચ્છમાં જઈ વસવું અને નિર્મળ રીતે સંયમમાર્ગનું પ્રતિપાલન કરવું. ' ૬. ગચ્છની ઉપેક્ષા કરનાર ગુરુ દીર્ધકાળ સંસાર પરિભ્રમણ કરે છે અને વિધિવત્ ગચ્છનું સારણાદિકવડે સંરક્ષણ કરનાર ત્રીજે ભવે સિદ્ધિપદ પામે છે, એમ ભગવતી સૂત્રમાં કહ્યું છે. . ૭. શિષ્યનું સ્વરૂપ–લક્ષણ-સુશિષ્ય ગુરુમહારાજના આશયના જાણુ, કેર, ઉપશાન અને કઈ રીતે કુળવધૂની
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy