SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૬ ] શ્રી કપૂરવિજયજી ત્યારે તેમના મોટા ભાઈ નંદિવર્ધન માત-પિતાના તાજા વિરહદુ:ખની શાન્તિ માટે તેમને બીજા બે વર્ષ ગ્રહવાસમાં રહેવા વિનંતિ કરે છે. મહાવીર પોતાના વડીલ ભાઈની વિનંતિને કબૂલ રાખે છે અને એ રીતે વડીલ ભાઈ પ્રત્યે વિનીતભાવે વર્તવાનો દાખલે જગતની આગળ રજૂ કરે છે. ભાઈના આગ્રહથી બે વર્ષ ઘરમાં કોઈને પણ ભગવાન પિતાની જીવન-ચયને ત્યાગના રૂપમાં ફેરવી નાખે છે. ગૃહસ્થગ્ય વેષ–ભૂષણમાં રહી, તેઓ એ પ્રકારે સાધુજીવનની પદ્ધતિએ નિયમબદ્ધ રહે છે. તેમની આ ચય આપણને વાનપ્રસ્થાશ્રમને ખ્યાલ ઉત્પન્ન કરાવે છે. - ચારિત્રના ઉમેદવારે ચારિત્ર ગ્રહણ કરવા અગાઉ અમુક વખત સુધી ત્યાગ-ધર્મની પ્રેકિટસ કરવાની જરૂર છે. આ જ દષ્ટિબિંદુ ઉપર ત્રીજા વાનપ્રસ્થાશ્રમનું વિધાન છે, અર્થાત્ ચારિત્ર ગ્રહણ કરવા પૂર્વ ત્યાગધર્મની અભ્યાસ–પદ્ધતિ આ એક કસોટી છે. અને એ માર્ગે જીવનને કેળવીને પછી ચારિત્રમંદિરમાં પ્રવેશ કરે એ બહુ સરસ રીતિ છે. જો કે મહાવીર જેવા પુરુષાથી પુરુષને પહેલેથી કંઈ પ્રેકિટસ કરવાની જરૂર ન જ હોય, છતાં તેઓ દુનિયાને બોધપાઠ શિખવવા ખાતર સ્વયં પોતાના આચરણથી તેવો દાખલો રજૂ કરે છે, કેમકે તેઓ જગતના-માનવધર્મના એક મહાન અને શ્રેષ્ઠ આદર્શરૂપ છે. ૩૦ વર્ષની ઉમરે મહાવીર દીક્ષા–સંન્યાસ ગ્રહણ કરે છે. મહાવીરના ચારિત્ર-ધર્મની ઉગ્રતા સંસારમાં સુપ્રસિદ્ધ છે. સમકાલીન મહાત્મા બુદ્ધ વગેરે અન્ય તીથિકેએ પણ તેમને “દીર્ઘ તપસ્વી'તરીકે વર્ણવ્યા છે. સત્યની શેધ પાછળ ખાવુંપીવું મૂકી
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy