________________
૩૮ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ગ્રંથકારે સર્વપ્રથમ ધર્મનું સ્વરૂપ અને ધર્મની પરિભાષાની વાત ન કરતાં પ્રથમ ધર્મને પ્રભાવ અને ધર્મના ફળની વાત કરી છે. પહેલા ધર્મની ઓળખ કરાવવી જોઇએ. ધર્મ શું છે, તેની વ્યાખ્યા આપવી જોઈએ. પરંતુ ગ્રંથકારે એમ કેમ ન રાખતા બીજે કેમ કેમ અપના? ટીકાકાર આચાર્ય મુનિસુંદરસૂરિજી આને તક યુકત સચોટ ખુલાસે આપે છે, તેઓશ્રી કહે છે: “પ્રજાના प्रारम्भा मतिमता भवन्ति !"
ટીકાકારે બુદ્ધિશાળી માણસોને નજરમાં રાખી તેમનું મને વિશ્લેષણ કર્યું. બુદ્ધિશાળી માણસને આ સ્વભાવ છે. કેઈપણ કાર્ય કરતાં પહેલા એ વિચારશે, “આનું ફળ શું મળશે? આ કામ કરવાથી મને શું ફાયદો થશે ફળ વિનાની, ફાયદા વગરની પ્રવૃત્તિ બુદ્ધિમાન માણસ નહિ કરે.
સભામાંથી : અમારામાં બુદ્ધિ જ નથી તે
મહારાજશ્રી ઃ તે શું બુધુ છે? મૂખે છે? તમને કઈ મુખ કહેશે તેમ માની લેશો ને ? તેથી તમને ખોટું નહિ લાગે ને? જાણું છું તમને બધાને! મારી સામે તમે તમારી મૂતાને સ્વીકાર કરી લે છે! કારણ કે જવાબ આપે પડે છે. પાપાચરણ કરવું છે. તેના ફળને તેના પરિણામને વિચાર કરતા નથી. “હું આ પાપ કરીશ તે તેનું શું ફળ મળશે ? વિચારે છે આવું?
સભામાંથી ફળને તે વિચાર કરીએ છીએ પણ તાત્કાલિક ફળને!
મહારાજશ્રી ઃ ઠીક, કે તમને કહે: આ મિઠાઈ ખાઓ, ખૂબ જ સ્વાદિષ્ટ છે. પરંતુ તેમાં ડુંક જ ઝેર છે. હા, આ ઝેરની કઈ તાત્કાલિક અસર નહિ થાય. ધીમું ઝેર છે તેમાં. તે શું તમે એવી મીઠાઈ ખાશે? કેમ ના પાડે છે? મિઠાઈ તે સ્વાદિષ્ટ છે. ઝેરની અસર તે ઘણે લાંબે ગાળે થવાની છે. પછી શા માટે ના પાડે છે ? હા, હવે તમે સમજ્યા! એ મિઠાઈ ખાતા દૂરના દુષ્પરિણામને વિચાર આવે છે. પાપ કરતાં દૂરના દુષ્પરિણામને વિચાર