SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન - સર્વજ્ઞ અને વીતરાગ ઉપર જ વિશ્વાસ કરાય? જિન-વચન પ્રમાણે ક્રિયાનુષ્ઠાન કહેવું જોઈએ. જે “જિનસવજ્ઞ હેય તે જ વીતરાગ હોય. સર્વજ્ઞતા અને વીતરાગતા હેવાથી જ તેઓએ જે ધર્મ બતાવ્યું તે યથાર્થ ધર્મ બતાવ્યું. વાસ્તવિક ધર્મ બતાવ્યું. તેમણે જે ધર્મ-તત્ત્વનું પ્રતિપાદન કર્યું તેમાં કેઈ વિરોધ નથી. મતલબ કે તર્કની ભૂમિકા પર તેમાં કેઈવિસંગતિ નથી. જે પિતાના આંતરિક રાગ-દ્વેષ આદિ દેને સમૂળો નાશ કરી દે છે, તેમને પિતાના પરિપૂર્ણ જ્ઞાનમાં જે દેખાય છે તેવું જ બતાવે છે. જે વસ્તુ જેવી દેખાય છે તેવી જ જણાવે છે. ખોટી વાત તે ત્યારે કહેવામાં આવે છે કે જ્યારે કંઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે રાગ હોય કે દ્વેષ હેય, આપણે કોઈ પણ વાત ખોટી છે, એવું ત્યારે જ કહીએ છીએ કે જ્યારે આપણી પાસે પદાર્થને જોવાનું પૂર્ણ જ્ઞાન નથી હોતું અથવા તે કઈ પ્રત્યે રામ હોય કે દ્વેષ હોય! દા.ત. તમારી પાસે સેનાને હાર છે, ડાં વર્ષ પહેલાં એ હારને તમે ક્યાંક મૂકી દીધું છે. તમે હવે ભૂલી ગયા છે કે તમારી પાસે સેનાને હાર છે. તમારે મિત્ર એક દિવસ તમને પૂછે છે : તારી પાસે સેનાને હાર છે? તે બે દિવસ માટે આપ.” તમે શું કહેશે? “મારી પાસે સેનાને હાર નથી !” એમ કહેવાનાને ? તમારી પાસે એ હાર તે છે જ પરંતુ “છે તેનું જ્ઞાન નથી. આથી તમે બટું બોલ્યા. એ જ પ્રમાણે તમારી પાસે હીરાને હાર છે પરંતુ હીરા સાચા છે કે ઈમીટેશન તેનું તમને જ્ઞાન નથી. તે તમે અજ્ઞાનતાના કારણે હીરાનુ સાચું સ્વરુપ નહિ બતાવી શકે. અજ્ઞાન અને રાગ-દ્વેષ અસત્ય બોલાવે ? તમારી પાસે સેનાને હાર છે, તમને જ્ઞાન છે કે “મારી પાસે સોનાને હાર છે. પરંતુ તમને એ હાર પર રાગ છે. આથી તમે તે કેઈને આપવા નથી ઈચ્છતા. તમારા મિત્રે એ હાર માં, તમે શું કહેશે “હમણા મારી પાસે નથી અથવા તુટી ગયો છે....' અથવા કેઈ લઈ ગયું છે.... આવું જ કંઈક કહેશે ને? કેમ?
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy