SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૮- સૂત્ર ૧૪ સાધારણ શરીર પ્રાપ્ત થાય, તે “સાધારણનામ'. ૯–૧૦. જેના ઉદયથી હાડકાં, દાંત, આદિ સ્થિર અવયવ પ્રાપ્ત થાય, તે “સ્થિરનામ'; અને જેના ઉદયથી જિ આદિ અસ્થિર અવયવ પ્રાપ્ત થાય, તે “અસ્થિરનામ'. ૧૧-૧ર જેના ઉદયથી નાભિની ઉપરના અવયવે પ્રશસ્ત થાય છે તે “શુભનામ', અને જેથી નાભિની નીચેના અવયવો અપ્રશસ્ત થાય છે, તે અશુભનામ'. ૧૩–૧૪. જેના ઉદયથી જીવને સ્વર સાભળનારને પ્રીતિ ઉત્પન્ન કરે, તે “સુસ્વરનામ', અને જેનાથી તે સાંભળનારને અપ્રીતિ ઉત્પન્ન કરે, તે “દુસ્વરનામ. ૧૫-૧૬. જેના ઉદયથી કાંઈ પણ ઉપકાર નહિ કરવા છતાં સર્વના મનને પ્રિય લાગે, તે “સુભગનામ', અને જેના ઉદયથી ઉપકાર કરવા છતા પણ સર્વ મનુષ્યને પ્રિય ન થાય, તે દુર્ભાગનામ'. ૧૭–૧૮. જેના ઉદયથી બોલ્યું બહુમાન્ય થાય, તે “આદેયનામ”, અને જેના ઉદયથી તેમ ન થાય, તે અનાદેયનામ'. ૧૯-૨૦. જેના ઉદયથી દુનિયામાં યશકીર્તિ પ્રાપ્ત થાય, તે “યશકીર્તિનામ', અને જેના ઉદયથી યશકીર્તિ પ્રાપ્ત ન થાય, તે “અયશકીર્તિનામ' કહેવાય છે. સાય પ્રત્યે પ્રકૃતિઓઃ ૧. જેના ઉદયથી શરીર ગુરુ કે વધુ પરિણામ ન પામતાં અગુરુલઘુરૂપે પરિણમે, તે કર્મ અગુરુલઘુનામ'. ૨. પડછભ, ચારદાંત, રસોળી વગેરે ઉપઘાતકારી અવયે પ્રાપ્ત કરાવનાર કર્મ તે “ઉપઘાતનામ'. ૩. દર્શન કે વાણીથી બીજાને આંજી નાંખે એવી દશા પ્રાપ્ત કરાવનાર કર્મ તે “પરાઘાતનામ'. ૪. શ્વાસ લેવા મૂકવાની શક્તિનું નિયામક કર્મ તે “શ્વાસસનામ'. ૫-૬. અનુષ્ણુ શરીરમાં ઉષ્ણુ પ્રકાશનું નિયામક કર્મ તે આપનામ', અને
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy